Bengal Election: મમતાએ આપ્યા અનેક વચન, જાહેર કર્યું TMC નું ઘોષણાપત્ર
પશ્ચિમ બંગાળમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ટીએમસીએ ઘોષણાપત્ર જારી કર્યું છે. બંગાળમાં આઠ તબક્કામાં મતદાન થવાનું છે. મમતા બેનર્જીની સામે આ ચૂંટણીમાં ભાજપનો પડકાર છે.
Trending Photos
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly elections) ને ધ્યાનમાં રાખી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું છે. ઘોષણાપત્ર જાહેર કરતા મમતા બેનર્જીએ પોતાના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, લૉકડાઉન દરમિયાન અમે બંગાળમાં લોકોના ખાવા-પીવાની વ્યવસ્થા કરી અને બધાનું ધ્યાન રાખ્યું. તેમણે કહ્યું કે, ટીએમસી સરકારમાં લોકોની આવકમાં વધારો થયો છે.
ઘોષણાપત્ર જાહેર કરવા દરમિયાન તેમણે કહ્યું કે, તેમના સ્વાસ્થ્યને કારણે ઘોષણાપત્ર જાહેર કરવામાં મોડું થયું છે. તેમણે કહ્યું કે, તમે બધા જાણો છો કે અમે બધા વચનો પૂરા કર્યા છે. અમે લોકોએ જે કામ કર્યું છે તેની પ્રશંસા વિશ્વમાં થઈ રહી છે. અમને યૂએનમાંથી પુરસ્કાર પણ મળ્યો છે. અમે 100 દિવસના કામના નામલામાં નંબર એક છીએ. અમે રાજ્યમાં 40 ટકા ગરીબી ઘટાડી છે. અમે કિસાનોની આવક ત્રણ ગણી વધારી છે.
#WATCH | Why are they not asking PM Modi to not go for publicity regarding vaccine?... : West Bengal CM Mamata Banerjee on being asked about Election Commission seeking report from Purulia DM over Govt's announcement of providing ration at doorstep. pic.twitter.com/nhHUY0Ent6
— ANI (@ANI) March 17, 2021
શું છે મમતા બેનર્જીના ખજાનામાં
મમતાએ કહ્યું કે, અમારી સરકારે લોકોને રોજગાર આપ્યો છે. તેમણે કહ્યું કે, મેં મારૂ જીવન માતૃભૂમિની સેવાને સોંપી દીધું છે. હું બંગાળની પુત્રી છું અને આ ઘોષણાપત્ર માં, માટી અને માનુષ માટે છે. છેલ્લા એક વર્ષમાં મમતા સરકારના ઘણા કામ પાછળ રહી ગયા કારણ કે કોરોનાને કારણે ફેક્ટરી અને દુકાનો બંધ રહી હતી. તેમણે વિધવા મહિલાઓને પણ મેથી એક હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમે સત્તામાં આવવા પર લોકોને દુઆરે યોજના હેઠળ ઘરે-ઘરે રાશન પહોંચાડશું. એસસી-એસટીને વાર્ષિક 12 હજાર રૂપિયા અને નીચલા વર્ગના લોકોને 6 હજાર રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. આ સિવાય વિદ્યાર્થીઓ માટે ક્રેડિટકાર્ડ લાવવાનું વચન પણ મમતા બેનર્જીએ આપ્યું છે.
મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં 27 માર્ચસ એક એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલે મતદાન થશે. રાજ્યમાં મતગણતરી 2 મેએ થશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ 30 મે 2021ના પૂરો થઈ રહ્યો છે. તેવામાં 30 મે પહેલા કોઈપણ સ્થિતિમાં વિધાનસભા અને નવી સરકારની રચનાની પ્રક્રિયા પૂરી થવાની છે. પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા સીટો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે