શા માટે કરાય છે મોહરમની ઉજવણી? જાણો તાજીયાનું શું છે મહત્વ
દેશભરમાં મુસ્લિમ સમુદાયના મોટા તહેવારોમાંથી એક ગણાતો એવા મહોરમની આજે ઉજવણી થશે.
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં મુસ્લિમ સમુદાયના મોટા તહેવારોમાંથી એક ગણાતો એવા મહોરમની આજે ઉજવણી થશે. મોહરમ એક ઈસ્લામી મહિના અને આજના દિવસથી નવા વર્ષની શરૂઆત થતી હોય છે. મોહરમ ઈસ્લામ ધર્મના નવા વર્ષની શરૂઆત છે પરંતુ સાથે સાથે તેના 10માં દિવસે હજરત ઈમામ હુસૈનની યાદમાં મુસ્લિમો માતમ મનાવે છે. કેટલાક સ્થળો પર 10માં મોહરમ પર રોજા રાખવાની પણ પરંપરા છે. માન્યતા મુજબ 10માં મોહરમના દિવસે જ ઈસ્લામની રક્ષા માટે હજરત ઈમામ હુસૈને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો.
શાં માટે મનાવવામાં આવે છે મોહરમ?
ઈસ્લામિક માન્યતાઓ મુજબ ઈરાકમાં યદીઝ નામનો એક ક્રુર વ્યક્તિ રહેતો હતો. જે માણસાઈનો દુશ્મન હતો. કહેવાય છે કે યદીઝ પોતાની જાતને શહેનશાહ માનતો હતો અને ખુદા પર વિશ્વાસ કરતો નહતો. તેની ઈચ્છા હતી કે હજરત ઈમામ હુસૈન તેના જૂથમાં સામેલ થઈ જાય. પરંતુ તેમને એ જરાય મંજૂર નહતું. ત્યારબાદ યદીઝના ફેલાઈ રહેલા પ્રકોપને રોકવા માટે હજરત સાહેબે તેના વિરુદ્ધ યુદ્ધ છેડી નાખ્યું. પેગંબર એ ઈસ્લામ હજરત મોહમ્મદના પૌત્ર હજરત ઈમામ હુસૈનને કરબલામાં પરિવાર અને તમામ અઝીઝ મિત્રો સાથે શહીદ કરી નાખ્યાં.
ધર્મની રક્ષાવાળો તહેવાર
મોહરમ માતમ મનાવવાનો અને ધર્મની રક્ષા કરનારા હજરત ઈમામની યાદમાં મનાવવામાં આવતો તહેવાર છે. મોહરમના મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો પોતાની ખુશીઓનો ત્યાગ કરીને શોક મનાવે છે.
કેમ કાઢવામાં આવે છે તાજીયા
મોહરમના દિવસે તાજીયા કાઢવાનું વિશેષ મહત્વ હોય છે. માન્યતા મુજબ શિયા મુસ્લિમો તાજીયા દ્વારા પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે. મોહરમના દસ દિવસ સુધી વાંસ, લાકડી અને અન્ય સજાવટના સામાનથી તેને સજાવવામાં આવે છે અને 11માં દિવસે તેને બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ રસ્તાઓ પર ફેરવવામાં આવે છે. ત્યારબાદ તેને ઈમામ હુસૈનની કબર બનાવીને તેમાં દફન કરવામાં આવે છે. એક રીતે 60હિજરીમાં શહીદ થયેલા લોકોને આ પ્રકારે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે