જાણો... આતંકી ઠેકાણાના સફાયા માટે વાયુસેનાએ શા માટે 'મિરાજ 2000' પસંદ કર્યા
મિરાજ 2000 ફાઈટર જેટનું નિર્માણ ફ્રાન્સની ધસોલ્ટ એરોસ્પેસ કંપની દ્વારા કરાયું છે. સિંગલ એન્જિન ધરાવતું આ વિમાન બહુઉદ્દેશીય છે. ભારત પાસે વર્તમાનમાં તેની ત્રણ સ્ક્વાડ્રન છે, જે ગ્વાલિયરમાં આવેલી છે
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ વહેલી પરોઢે 3.30 કલાકે પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર હવાઈ હુમલો કરવા માટે 12 'મિરાજ-2000' ફાઈટર જેટને મોકલ્યા હતા. પાકિસ્તાન આ હુમલામાં ઊંઘતું ઝડપાયું હતું, કેમ કે ભારતીય ફાઈટર માત્ર 21 મિનિટમાં જ તેમનું કામ પુરું કરીને ભારતીય સરહદની અંદર પાછા આવી ગયા હતા. આ 21 મિનિટમાં ભારતીય ફાઈટર વિમાનોએ POKની એલઓસી પર આવેલા બાલાકોટ, ચાકોઠી અને મુઝફ્ફરાબાદમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી શિબીરોમાં તબાહી મચાવી દીધી હતી. આ હુમલામાં 200થી 300 આતંકીનાં મોત થયાના અને અનેક આતંકવાદી ઠેકાણા તથા લોન્ચપેડનો સફાયો થયો છે.
મિરાજ 2000 ફાઈટર જેટનું નિર્માણ ફ્રાન્સની ધસોલ્ટ એરોસ્પેસ કંપની દ્વારા કરાયું છે. સિંગલ એન્જિન ધરાવતું આ વિમાન બહુઉદ્દેશીય છે. ભારત પાસે વર્તમાનમાં તેની ત્રણ સ્ક્વાડ્રન છે, જે ગ્વાલિયરમાં આવેલી છે.
સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે, સફળતાનો ઊંચો દર, લાંબા અંતરે આવેલા ઠેકાણા પર સચોટ નિશાન, લેઝર ગાઈડેડ સહિત અનેક પ્રકારના બોમ્બ ફેંકવાની અને મિસાઈલ તાકવાની સર્વશ્રેષ્ઠ ક્ષમતાને કારણે ભારતીય વાયુસેનાએ મિરાજ-2000 ફાઈટરજેટ પસંદ કર્યા હતા.
આ કારણોસર પસંદ કરાયા 'મિરાજ-2000'
- મિરાજ-2000 એક સીટવાળું ફાઇટર જેટ છે. તેનું નિર્માણ ‘દસોલ્ટ મિરાજ એવિશન’એ કર્યું છે. મિરાજ-2000 ફાઇટર જેટને 1980ના દાયકામાં ફ્રાંસ પાસેથી ખરીદાયા હતા.
- આ વિમાન એક કલાકમાં 2495 કિલોમીટરનું અંતર કાપવામાં સક્ષમ છે. મિરાજ બહુઉપયોગી ચોથી પેઢીનું સિંગલ એન્જિન યુદ્ધ વિમાન છે.
- ભારતીય વાયુ સેના પાસે અત્યારે 51 મિરાજ-2000નો કાફલો છે. આ હુમલામાં એરફોર્સે 12 વિમાનોનો ઉપયોગ કર્યો છે. ભારત સરકારે આ વિમાનોના અપગ્રેડેશન માટે ફ્રાંસની ડસોલ્ટ એવિએશનની સાથે કરાર કર્યો હતો. જેના અંતર્ગત કેટલાક વિમાનોનું અપગ્રેડેશ કરવામાં આવ્યું છે. અપગ્રેડેશન બાદ આ વિમાન અગાઉની સરખામણીએ વધુ શક્તિશાળી બન્યા છે.
- દુનિયાના સર્વશ્રેષ્ઠ યુદ્ધ વિમાનોની યાદીમાં મિરાજ-2000 10મા ક્રમ છે. આ વિમાને 10 માર્ચ 1978ના રોજ પ્રથમ ઉડ્ડયન ભર્યું હતું.
હુમલાથી ભયભીત પાકે. પ્રજા અને સેનાને કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું
- આ વિમાન જમીન પર શક્તિશાળી વિસ્ફોટ કરવાની સાથે હવામાં હાજર બીજા પ્લેનને પણ નિશાનો બનાવવામાં સક્ષમ છે. 21 મે, 2015 ના મિરાજ 2000 દિલ્હી પાસે યમુના એક્સપ્રેસ વે પર લેન્ડ કરાયા હતા. કટોકટીની સ્થિતિમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો રન વે તરીકે ઉપયોગ કરી શકાય તે ચકાસવા આ ડ્રીલ યોજાઈ હતી.
- ફ્રાંસની કંપનીએ બનાવેલા મિરાજ-2000 દરેક ઋતુમાં ઉડાન ભરી શકે છે.
- મિરાજ-2000 ખુબજ ઝડપથી ઓછી ઉંચાઇ પર ઉડી જમીન પર હાજર દુશ્મનના ઠેકાણા પર બોમ્બ ફેંકી શકે છે.
- મિરાજ-2000 એક વારમાં 17 હજાર કિલોગ્રામ વજન લઇ જવામાં સક્ષમ છે.
સર્વપક્ષીય બેઠકમાં કેન્દ્રએ જણાવ્યું, આ સૈનિક નહીં એન્ટી-ટેરર ઓપરેશન હતું
- તેની રેન્જ 1480 કિમી છે. એટલે એકવખતમાં 1480 કિલોમીટર દૂર સુધી દુશ્મનના ઠેકાણાઓનો સફાયો કરી શકે છે. ડસોલ્ટ મિરાજ-2000 હવાથી જમીન પર મિસાઇલ અને બોમ્બ વડે હુમલો કરવાની સાથે જ લેઝર ગાઇડેડ બોમ્બ (LGB) બ્લાસ્ટ કરવામાં સક્ષમ છે.
- 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન મિરાજ-2000 એ મહત્વની ભૂમિકા નિભાવી છે અને દુશ્મનને નેસ્તનાબુદ કરી દીધા હતા. કારગિલની લડાઇમાં મિરાજ-2000એ દુશ્મનના અડ્ડાઓ પર લેઝર ગાઇડેડ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. જેનાથી મહત્વના બંકરોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા.
- ફ્રાન્સની વાયુસેના ઉપરાંત ભારત, યુનાઈટેડ આરબ અમિરાત અને રિપબ્લિક ઓફ ચાઈનાની વાયુસેના આ વિમાન ધરાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે