The Kashmir Files કેમ ચર્ચામાં છે? PM મોદીએ શું વચન આપેલું? જાણો કોણ હતા કશ્મીરી પંડિતો અને શું હતો તેમનો ઈતિહાસ

હાલમાં રિલિઝ થયેલી ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ' ખૂબ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ કશ્મીરી પંડિતોના પલાયન પર બનાવવામાં આવી છે. ત્યારે કાશ્મીરી પંડિતોનો ઈતિહાસ અને તેમના જીવન અને સંઘર્ષની ગાથા જરૂર જાણવી જોઈએ.

The Kashmir Files કેમ ચર્ચામાં છે? PM મોદીએ શું વચન આપેલું? જાણો કોણ હતા કશ્મીરી પંડિતો અને શું હતો તેમનો ઈતિહાસ

યશ કંસારા, અમદાવાદઃ જમ્મૂ કશ્મીરનો ઈતિહાસ ખૂબ જ ઓછા લોકો જાણે છે, જે પણ લોકો જાણે છે તેઓ કશ્મીરની એક આતંકના રાજ્ય તરીકે જાણે છે. આ રાજ્યની રાજધાની એટલે શ્રીનગર, લાંબા સમય સુધી શ્રીનગર આતંકનો શિકાર રહ્યું છે. ધીમે-ધીમે આ આતંક સમગ્ર રાજ્યમાં ફેલાયો અને આ ભારત દેશની સૌથી મોટી સમસ્યા સાબિત થઈ. આ સમસ્યાના નિવારણ માટે દર વર્ષે 21 મેના રોજ આતંક વિરોધી દિવસ મનાવવામાં આવે છે. ત્યારે, વધતા આતંકનો સૌથી વધુ શિકાર થયા હોય તો તે છે ત્યાંના પંડિતો અને આતંકીઓના કારણે પંડિતોએ આ રાજ્ય છોડવું પડ્યું. જેના કારણે કશ્મીરની ઘાટીમાંથી કશ્મીરી પંડિતો આજના સમયમાં નામશેષ રહી ગયા છે.

જેની પણ સાથે કોઈપણ પ્રકારનો અન્યાય થયો છે એવા તમામ કાશ્મીરી પંડિતો અને તેમના પરિવારો પ્રત્યે પ્રધાનમંત્રી મોદીને વિશેષ લગાવ છે. જે તેમના સંવાદો થકી દુનિયાએ પણ જોયું. કેન્દ્રમાં સત્તામાં આવ્યાં બાદ પ્રધાનમંત્રી તરીકે દેશનું સુકાન સંભાળતા જ પીએમ મોદીએ વચન આપેલું કે હું જે કાશ્મીરી પંડિતો સાથે અન્યાય થયો છે તેમને ન્યાય અપાવીશ. જેમણે કોમવાદ અને રમખાણોને કારણે કાશ્મીર છોડવું પડ્યું છે એવા વિસ્થાપિત કાશ્મીરી પંડિતો અને તેમના પરિવારોને તેઓ પુનઃકાશ્મીરમાં લાવશે અને ત્યાં તેમને તેમનો હક્ક અપાવશે. મોદી સરકારે કાશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યાં બાદ એ માર્ગ પણ મોકળો બન્યો છે.

કશ્મીર અને ત્યાંના પંડિતોનો ઈતિહાસઃ
આઝાદી પહેલાં કશ્મીર એક ખૂબ સુંદર સ્થળ હોવા સાથે એક શાંતિપૂર્ણ સ્થળ પણ હતો. જ્યાં હિન્દૂ એટલે કે કશ્મીરી પંડિતો અને મુસ્લિમો એક સાથે રહેતા હતા. કશ્મીર પર ઘણા દેશના વિધર્મી રાજાઓએ પણ આક્રમણ કર્યું હતું અને આ રાજાઓએ અહીં રાજ પણ કર્યું હતું. તેમ છતા અહીં હિન્દૂ અને મુસ્લિમો વચ્ચે શાંતિ હતી કોઈ મતભેદ ન હતા.
કશ્મીરમાં રહેતા પંડિતોમાં તે સમયે અલગ-અલગ વર્ણ હતા. અને આ વર્ણોના આધારે આ પંડિતોની અલગ-અલગ રીતિ-રિવાજો હતા. કશ્મીરમાં તે સમયે ત્રણ વર્ણના પંડિતો હતો.
- બનમાસી પંડિતઃ કહેવામાં આવે છે કે, આ વર્ણના પંડિતો મુસ્લિમ રાજાઓના શાસનના સમયે કશ્મીર ઘાટી છોડીને ગયા હતા. અને બાદમાં ફરી આવીને કશ્મીરમાં વસ્યા હતા.
- મલમાસી પંડિતઃ આ વર્ણના પંડિતોએ અનેક પ્રકારની સમસ્યાઓ બાદ પણ કશ્મીર છોડ્યું ન હતું. અને ત્યાં જ રહ્યા હતા
- બુહિર પંડિતઃ આ પંડિતોએ ઘાટીમાં વ્યવસાય કરવાનો શરૂ કર્યો. પણ આઝાદી પછી આ પંડિતોનું નામો નિશાન આ જગ્યા પરથી ખત્મ થઈ ગયું. અને આ જન્નત આતંકનાદનો શિકાર બની.  

આ પણ ખાસ વાંચોઃ  આ 9 ગરવી ગુજરાતણ છે ગુજરાતની 'લતા મંગેશકર', જેણે મધુર અવાજથી દુનિયાને કર્યા મંત્રમુગ્ધકશ્મીર પર હક માત્ર મુસ્લમાનોનો!
આતંકી સંગઠનનો એવું માનતા હતા કે કશ્મીર પર માત્રને માત્ર મુસ્લિમોનો જ હક છે. જે વિચારધારાના પગલે ત્યાં રહેતા અન્ય ધર્મના લોકો માટે કશ્મીર જેવી જન્નત જીવતા જીવ નરક સમાન બની ગઈ. અને કટ્ટકપંથીઓ કશ્મીરી પંડિતો પર ધર્મ પરિવર્તન કરવા દબાવ બનાવવા લાગ્યા. અમુક કટ્ટરપંથી મુસ્લિમો માનતા હતા કે કશ્મીરમાં રહેવાવાળા તમામ પંડિતોએ મુસ્લિમ ધર્મનો સ્વીકાર કરવો જોઈએ. જેથી આ ઘાટી પર માત્ર મુસ્લિમોનો જ હક છે.
જે લોકો કટ્ટરપંથીઓની આ વાત માની ગયા અને ધર્મ પરિવર્તન કરાવી લીધુ. તેમને ત્યાં રહેવા દેવામાં આવ્યા. પણ જે કશ્મીરી પંડિતોએ પોતાનો ધર્મ ન બદલીને ત્યાં રહેવાનો નિર્ણય લીધો, તેમના પર અત્યાચાર કરવામાં આવ્યા. જેના પગલે 1990માં મોટી સંખ્યામાં કશ્મીરી પંડિતો કશ્મીરની સુંદર ઘાટીમાંથી પલાયન થવા લાગ્યા.

'મસ્તરામ'માં આ સુંદરીએ આપ્યાં સાવ ઉઘાડા સીન! શૂટિંગ વખતે શું હાલ થયાં હશે ખાલી ફોટા જોઈને એ વિચારો!આખરે શું થયું હતું કશ્મીરી પંડિતો સાથેઃ
જ્યારે, ભારત આઝાદ થયું તો તે સમય કશ્મીર પરના અધિકારને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયો. પાકિસ્તાને કશ્મીરને પોતાનો ભાગ બનાવવા ઘમા પ્રયાસો કર્યા, પણ પાકિસ્તાન આ કરવામાં વિફળ રહ્યું. જે બાદ આંતકના સહારે પાકિસ્તાને કશ્મીર પર કબ્જો મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. જેના પગલે 1980 આવતા આવતા કશ્મીરમાં ભારત વિરોધી પ્રદર્શનની સંખ્યા વધવા લાગી.
1980ના દાયકામાં જમ્મૂ-કશ્મીર લિબ્રેશન ફ્રંટ (JKLF) અને પાકિસ્તાન સર્મથિત કેટલાક ઈસ્લામવાદી કટ્ટરપંથી સમૂહ મજબૂત થવા લાગ્યા અને આ સમૂહએ મુસ્લિમ જનતા વચ્ચે ભારત પ્રતિ ઝેર ફેલાવવાનું કામકાજ તેજ કરી દિધુ. જેની સીધી અસર કશ્મીરમાં વસતા કશ્મીરી પંડિતો પર થવા લાગી.
કશ્મીરી પંડિતો વિરુદ્ધ વાતાવરણ 1986માં અનંતનાગમાં શિવરાત્રીના દિવસે રમખાણોથી શરૂ થયું હતું. જેમાં મંદિરો સળગાવવામાં આવ્યા હતા, પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તે પછી, કશ્મીર લિબરેશન ફ્રન્ટ અને ISLએ 1987માં એક રેકી કરી. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓમાં કાશ્મીરી પંડિતોની સંખ્યાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.
વર્ષ 1988માં જમ્મૂ કશ્મીર લિબ્રેશન ફ્રંટે કશ્મીરને ભારતથી અલગ કરાવવા વિદ્રોહ શરૂ કર્યો. આ કટ્ટરપંથી આંદોલનના કારણે 14 સપ્ટેમ્બર 1989ના રોજ એક કશ્મીરી પંડિત ટીકા લાલ તપલૂની હત્યા થઈ. ટીક લાલ તપલૂ એક નેતા હતા, જે ભારતીય જનતા પાર્ટીના હતા. જે બાદ કશ્મીરી પંડિતોનો મનમાં ખૌફ પૈદા થવા લાગ્યો અને આ સમુદાયના લોકો ખુદને અસુરક્ષિત અનુભવા લાગ્યા.

આ પણ ખાસ વાંચોઃ  કપિલનો શો છોડ્યા બાદ 'ડોક્ટર ગુલાટી'ના જીવનમાં વધી ગઈ તકલીફો, જાણો સર્જરી બાદ શું થઈ 'ગુથ્થી'ની હાલતજાન્યુઆરીમાં સરકારી કર્મચારીની હત્યાઃ
વર્ષ 1990ના જાન્યુઆરી મહિનામાં શ્રીનગરમાં સરકારી કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. જેમનું નામ એમ એલ ભાન અને બલદેવ રાજ હતું. આ બંને સરકારી કર્મચારીઓ કશ્મીરી પંડિતો હતા અને બંનેની હત્યા 15 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. આ બંનેની હત્યા બાદ વાતાવરણ વધુ ગરમાયું અને તેમની હત્યા બાદ 19 જાન્યુઆરીએ ઘાટીની હાલત વધુ ખરાબ થઈ.
કહેવામાં આવે છે કે, 19 જાન્યુઆરીની રાત્રે કટ્ટરપંથી મુસ્લિમો રસ્તા પર ઉતરી કશ્મીર પંડિતોને કશ્મીર છોડવા માટે ધમકાવવા લાગ્યા. જ્યારે, અનેક પંડિત મહિલાઓ સાથે બળાત્કાર પણ થયા અને નાના-નાના બાળકોની હત્યા પણ કરવામાં આવી. આવી બધી ઘટના બાદ કશ્મીરના પંડિતો કશ્મીર છોડીને પોતાની ઈજ્જત અને જીવ બચાવીને ભાગ્યા હતા.

બ્રેસ્ટ છુપાવવા રાખી સાવંત સાડી ઉંચી-નીચી કરતી રહી! પણ પેલો ભઈ તો ધારી-ધારીને ઉઘાડો વીડિયો ઉતારતો રહ્યો!સરકાર માટે આ પગલા ઘાતક સાબિત થયાઃ
કશ્મીર પંડિતોના પલાયન પર જમ્મૂમાં રહેનાર સ્કોલર ડૉ. રમેશ તામિરીઓ એ રિસર્ચ કર્યું હતું. જે મુજબ 1989માં જ્યારે વી. પી. સિંહની સરકાર આવી અને મુફ્તી મુહ્મ્મદ સઈદ ગૃહમંત્રી બન્યા તો તેમણે એવા નિર્ણયો લીધા, જેનાથી આતંક ફેલાવનારાઓનો જુસ્સો વધ્યો.

  • પહેલો જુસ્સો વધારનારો નિર્ણય મુફ્તી સઈદની દીકરી રુબિયા સઈદના આતંકીઓ દ્વારા કરાયેલા અપહરણનો મામલો હતો. જેમાં, રુબિયાને છોડાવવા માટે આતંકીઓની છોડવામાં આવ્યા હતા. તે સમયે આતંકીઓને લાગ્યું કે સરકાર આરામથી મની જશે.
  • શ્રીનગરમાંથી બિએસફના મોર્ચાને હટાવવામાં આવ્યો. આ નિર્ણય પાછળનું કારણે એવું આપવામાં આવ્યું કે ત્યાંના લોકોને આ કારણે હેરાનગતિ થાય છે. જેના કારણે સુરક્ષા વ્યવસ્થા નબળી થઈ.
  • ચરાર-એ-શરિફના જુલુસમાં જોડાવવા માટે એક લાખથી વધુ લોકોને પરવાનગી આપવામાં આવી. જેનાથી પાકિસ્તાન તરફી માહોલ બન્યો.
  • લોકો આઝાદ કશ્મીરની માગ કરવા લાગ્યા. તે લોકો શ્રીનગર સ્થિત સંયુક્ત રાષ્ટ્રીય સંઘી કચેરીમાં જવાની પરવાનગી આપવામાં આવી. આની અસર એ થઈ કે કશ્મીરના એક મોટા વર્ગમાં સંદેશ ગયો કે ભારત કશ્મીર છોડી રહ્યું છે.

આ પછી આતંકવાદીઓ દ્વારા ખુલ્લેઆમ ધમકાવવા લાગ્યા અને મસ્જિદોમાંથી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, 'કાશ્મીર મેં અગર રહેના હૈ, અલ્લાહુ અકબર કહેના હૈ' અને 'અસી ગચી પાકિસ્તાન, બટવ રોએસ તા બટનેવ સાન' અર્થાત અમને પાકિસ્તાન જોઈએ છે અને હિન્દુ મહિલાઓ પણ જોઈએ છે પરંતુ કશ્મીરી પંડિતોના પુરુષો વિના. 19 જાન્યુઆરી 1990ના રોજ, કશ્મીરી પંડિતોએ 48 કલાકની અંદર તેમના ઘર છોડી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. અલ શફા (પેપર) દ્વારા આવી ધમકીઓ આપવામાં આવી હતી. અને તે પછી લાખો કશ્મીરી પંડિતોને કશ્મીર છોડવાની ફરજ પડી હતી.

Kapil Sharma Show છોડીને છોડીને એક પછી એક કેમ જઈ રહ્યાં છે બધા? જાણો 'બુઆ' એ કેમ છોડ્યો હતો કપિલનો સાથકશ્મીરી પંડિતો પર લખાયેલી પુસ્તકોઃ
વર્ષ 1990માં કાશ્મીરી પંડિતો સાથે શું થયું તે વિષય પર ઘણા પુસ્તકો પણ લખવામાં આવ્યા છે અને આ પુસ્તકોમાં તેમના ઇતિહાસ અને અત્યાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પંડિતો પર લખાયેલા કેટલાક પુસ્તકોના નામ આ પ્રમાણે છે.

  • 'માય ફ્રોઝન ટર્બ્યુલન્સ ઈન કાશ્મીર' - આ પુસ્તક જગમોહને લખ્યું છે. આ પુસ્તકમાં વર્ષ 1990ની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કેવી રીતે આતંકવાદીઓએ કશ્મીરી પંડિતોને તેમના ઘર છોડવા માટે મજબૂર કર્યા હતા.
  • 'કલ્ચર એન્ડ પોલિટિક્લ હિસ્ટ્રી ઓફ કશ્મીર'- આ પુસ્તકમાં કાશ્મીરી પંડિતો વિશે પણ લખવામાં આવ્યું છે. આ પુસ્તક પીએનકે બામઝાઈ દ્વારા લખવામાં આવ્યું છે અને તેમણે તેમના પુસ્તકમાં કશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાયનો પણ ઉલ્લેખ કર્યો છે.
  • 'અવર મૂન હેસ બ્લડ ક્લોટ્સ' - આ પુસ્તક રાહુલ પંડિતે લખ્યું છે, જે પોતે કશ્મીરી પંડિત છે. આ પુસ્તકમાં તેમણે તેમના પરિવારની વાર્તા દ્વારા કશ્મીરી પંડિતો પરના અત્યાચારની કહાની કહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news