WhatsApp યૂજર્સ માટે મોટી ખુશખબરી, હવે તમારી ચેટમાં જોવા મળશે આ ઓપ્શન

યૂજર્સને આ જાણકારી નથી કે વોટ્સ એપ પર આ ભાષાઓનો ઉપયોગ તે કેવી રીતે શકે છે. પોતાના વોટ્સ એપમાં ભાષા બદલવા માટે તમારે સેટિંગ્સમાં સામાન્ય ફેરફાર કરવાના રહેશે.

WhatsApp યૂજર્સ માટે મોટી ખુશખબરી, હવે તમારી ચેટમાં જોવા મળશે આ ઓપ્શન

નવી દિલ્હી; ગત કેટલાક વર્ષોમાં વોટ્સ એપ વાતચીત અને કોમ્યૂનિકેશનનું મહત્વનું માધ્યમ બન્યું છે. લગભગ 20 કરોડથી વધુ યૂજર્સ સાથે ભારત ફેસબુકના સ્વામિત્વવાળી મેસેજિંગ એપનું મોટું માર્કેટ છે. એટલા માટે વોટ્સ એપ સતત પોતાના ફીચરમાં ફેરફાર કરતું રહે છે. તાજેતરમાં જ ફેક ન્યૂઝને રોકવા માટે વોટ્સ એપે ઘણા પગલાં ઉઠાવ્યા છે. ફોરવર્ડ મેસેજ ફીચરને પણ ઇનેબલ કર્યું છે. એવામાં તમારા માટે આ જાણકારી જરૂરી છે વોટ્સ એપમાં ચેટ કરવા ઉપરાંત બીજી શું સુવિધા મળે છે. તમને જણાવી દઇએ કે સૌથી મનપસંદ એપ વોટ્સ એપ ભારતમાં 10 સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ છે. તેમાં ઇગ્લિંશ ઉપરાંત હિંદી, બંગાળી, પંજાબી, તેલૂગૂ, મરાઠી, ઉર્દૂ, ગુજરાતી, કન્નડ અને મલયાલમ છે. 

જોકે વધુ યૂજર્સને આ જાણકારી નથી કે વોટ્સ એપ પર આ ભાષાઓનો ઉપયોગ તે કેવી રીતે શકે છે. પોતાના વોટ્સ એપમાં ભાષા બદલવા માટે તમારે સેટિંગ્સમાં સામાન્ય ફેરફાર કરવાના રહેશે. જોકે બધા ફોનમાં આ ઓપ્શન નહી હોય. આ કેટલાક ફોન પર નિર્ભર કરે છે. 

5 સ્ટેપમાં જાણો કેવી કરશો ભાષા ચેંજ

  • પોતાનું વોટ્સ એપ ખોલો
  • મેન્યૂ બટન પર જાવ
  • ત્યારબાદ સેટિંગ્સને ખોલો
  • ચેટ ઓપ્શનમાં જઇને, ઓપન એપ લેંગ્વેજ સિલેક્ટ કરો.
  • હવે અહી પોતાની ભાષાને પસંદ કરો

જોકે, યૂજર્સને એ ધ્યાન રાખવાનું રહેશે કે વોટ્સ એપ તમારા ફોનની લેંગ્વેજને રીડ કરે છે. જો તમે તમારા ફોનની ભાષા બદલો છો તો વોટ્સ એપ પણ તે ભાષામાં કામ કરશે. જોકે તમે ફોનનીએ ભાષાને હિંદી કરો તો વોટ્સ એપ પણ આપમેળે હિંદીમાં બદલાઇ જશે. જોકે ફક્ત વોટ્સ એપની ભાષા બદલવા માટે એંડ્રોઇડ અને એપ્પલ iOS હેંડસેંટના સેટિંગ્સમાં અલગ-અલગ ફેરફાર કરવાના રહેશે. 

એંડ્રોઇડ ફોન્સ માટે આટલું કરો

  • સૌથી પહેલાં સેંટિગ્સ ખોલો
  • લેંગ્વેજ અને ઇનપુટ પર જાવ
  • અહીં લેગ્વેંજનું ઓપ્શન ખોલો
  • અહીં પોતાની મનપસંદ ભાષા સિલેક્ટ કરો
  • ત્યારબાદ તમારા વોટ્સએપ તે ભાષામાં કામ કરશે, જેને તમે સિલેક્ટ કરી છે.

એપ્પલ ફોન માટે અહીં કરો

  • સૌથી પહેલાં સેટિંગ્સ ખોલો
  • જનરલ ટેબ પર ક્લિક કરો
  • લેંગ્વેજ એન્ડ રીઝન પર જઇને ક્લિક કરો
  • આઇફોન લેગ્વેંજના ઓપ્શનને સિલેક્ટ કરો
  • અહીંથી પોતાની મનપસંદ ભાષા પસંદ કરો
  • ત્યારબાદ પોતાના વોટ્સ એપ તે ભાષામાં કામ કરશે, જેની પસંદગી તમે કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news