Covishield Vaccine: જાણો કઈ રીતે કામ કરશે કોવિશીલ્ડ વેક્સિન, કેટલા સુરક્ષિત રહેશો તમે
વિશ્વની બીજી સૌથી મોટી વસ્તીને કોવિડ-19 મહામારીથી પ્રતિરક્ષા આપવી કોઈ સરળ કામ નથી. પરંતુ સીરમ ઈન્સ્ટિયૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા પહેલા જ જણાવી ચુક્યા છે કે તેમની પાસે કોવિશીલ્ડના આશરે પાંચ કરોડ ડોઝ તૈયાર છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં નવા વર્ષના પ્રથમ દિવસે કોરોના વેક્સિનના ઉપયોગને લઈને નવી ભેટ મળી છે. કેન્દ્રીય ડ્રગ ધોરણો નિયંત્રણ સંસ્થાની વિશેષ નિષ્ણાંત સમિતિએ સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગની મંજૂરીની ભલામણ કરી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત વેક્સિન ભારત માટે ઘણા કારણે ઉપયોગી સાબિત થશે. આવો આ વેક્સિન વિશે જાણીએ.
મોટી માત્રામાં છે ડોઝ તૈયારઃ વિશ્વની બીજી સૌથી મોટી વસ્તીને કોવિડ-19 મહામારીથી પ્રતિરક્ષા આપવી કોઈ સરળ કામ નથી. પરંતુ સીરમ ઈન્સ્ટિયૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા પહેલા જ જણાવી ચુક્યા છે કે તેમની પાસે કોવિશીલ્ડના આશરે પાંચ કરોડ ડોઝ તૈયાર છે. સાથે જુલાઈ સુધી 30 કરોડ ડોઝ તૈયાર થઈ જશે.
ઓછા તાપમાનમાં રાખવી પડશેઃ કોવિશીલ્ડની પસંદગી ભારતને ધ્યાનમાં રાખીને થઈ છે. ભારતની પાસે કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઓછી છે, તેથી તે દેશ માટે પ્રતિકૂળ છે. અહીં બીજી વેક્સિનને ખુબ ઓછા તાપમાને રાખવી પડશે તો કોવિશીલ્ડ માટે બેથી આઠ ડિગ્રી મધ્ય તાપમાન હોવું જોઈએ. સાથે દરેક વ્યક્તિને વેક્સિનના બે ડોઝ આપવા પડશે. હાલ તૈયાર વેક્સિન આશરે અઢી કરોડ લોકો માટે પૂરતી છે.
આ પણ વાંચોઃ WHO એક્સપર્ટનો દાવો, COVID-19 નથી સૌથી ભીષણ મહામારી, અન્ય ઘાતક વાયરસની ઝપેટમાં આવી શકે છે દુનિયા
સાઇડ ઇફેક્ટ છે, પરંતુ ગંભીર નથીઃ દરેક વેક્સિનની કંઈક સાઇડ ઇફેક્ટ જરૂર થાય છે. કોવિશીલ્ડની ટ્રાયલ સમયે આ સાઇડ ઇફેક્ટ સામે આવી હતી. પરંતુ તે વધુ ગંભીર નથી. કેટલાક લોકોને વેક્સિન લગાવ્યા બાદ માથામાં દુખાવો અને તાવની ફરિયાદ હતી. સામાન્ય દવા દ્વારા આ સાઇડ ઇફેક્ટને દૂર કરી શકાય છે.
કેટલી અસરકારક છે વેક્સિનઃ ટ્રાયલ બાદ તે 62 ટકા પ્રભાવશાળી હતી, પરંતુ બાદમાં તેની અસરકારકતા 90 ટકા સામે આવી. પૂનાવાલાએ કહ્યુ છે કે તમે બંન્ને ડોઝની વચ્ચે થોડો સમય લો છો તો તે 90થી 95 ટકા સુધી અસરકારક છે.
સૌથી પહેલા આ લોકોને મળશે વેક્સિનઃ ભારતમાં વેક્સિન લગાવવાનો શરૂઆતી ટાર્ગેટ 30 કરોડ લોકોનો છે. સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન લગાવવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને અન્ય બીમારીઓનો સામનો કરી રહેલા લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવશે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રાઝેનેકાની વેક્સિનને સમજોઃ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિન સાધારણ શરદીના વાયરસના નબળા વર્ઝન કે એડિનોવાયરસ પર આધારિત છે. તેને કારણે ચિન્પાંજી સંક્રમણનો શિકાર થાય છે. આ વાયરસના જેનેટિક એન્જિનિયરિંગ બાદ તેને માનવ શરીરમાં પ્રવેશ કરાવવામાં આવે છે. જેથી વિશેષ પ્રકારનું પ્રોટીન બને છે અને એન્ટીબોડી તૈયાર થાય છે. ટ્રાયલમાં સામે આવ્યું કે, જે લોકોને વેક્સિન આપવામાં આવી, તેમાં ટી-સેલ બન્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે