'KGF 2'ની આતુરતાથી જોઈ રહ્યા છો રાહ! તો આ સમાચાર વાંચીને થઈ જશો ખુશ

સાઉથના સુપરસ્ટાર યશ (Yash)ના ચાહકો માટે ખુશખબરી ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2' (K.G.F Chapter 2)નું શૂટિંગ સમાપ્ત થવાનું છે, માત્ર એક જ દ્રશ્યનું શૂટિંગ બાકી છે. ફિલ્મનું અંતિમ શેડ્યૂલ જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે

'KGF 2'ની આતુરતાથી જોઈ રહ્યા છો રાહ! તો આ સમાચાર વાંચીને થઈ જશો ખુશ

નવી દિલ્હી: સાઉથના સુપરસ્ટાર યશ (Yash)ના ચાહકો માટે ખુશખબરી ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2' (K.G.F Chapter 2)નું શૂટિંગ સમાપ્ત થવાનું છે, માત્ર એક જ દ્રશ્યનું શૂટિંગ બાકી છે. ફિલ્મનું અંતિમ શેડ્યૂલ જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. મહામારીએ ફિલ્મનું શૂટિંગ બંધ કરાવ્યું હતું પરંતુ ઓક્ટોબરમાં ફરી શરૂ થયા બાદ ટીમ અને યશે તેને પૂર્ણ કરી લીધું છે.

યશ (Yash)ના નજીકના સૂત્રએ જણાવ્યું છે કે, તે છેલ્લા ઘણા સમયથી ક્લાઇમેક્સનું શૂટિંગ કરી રહ્યો છે. નવા વર્ષ માટે લાસ્ટ શિડ્યુઅલની યોજના બાનાવી હતી. યશ કામ અને પરિવાર વચ્ચે ઝઝૂમી રહ્યો હતો અને જેવું લોકડાઉન પૂર્ણ થયું તે અને ટીમે શૂટિંગના અંતિમ શિડ્યૂઅલને પૂર્ણ કરવા માટે ફરી કામ શરૂ કર્યું.

કેજીએફ ચેપ્ટર 2  (K.G.F Chapter 2) તે રસ્તા પર શરૂ થયા છે, જ્યાં ભાગ 1ને અમે પૂર્ણ કર્યો હતો. પાર્ટ 2માં યશે સંજય દત્ત (Sanjay Dutt) અને રવીના ટંડન (Raveena Tandon)ની સાથે મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી છે.

યશ તેની આગામી કેજીએફ 2 (K.G.F 2)માં સંજય દત્તની સાથે જોવા મળશે. જે ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યો છે. ફિલ્મ 2021માં રિલીઝ થવાની આશા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news