Citizenship Amendment Act : જાણો શું છે નાગરિક્તા સુધારા કાયદો-2019?
નાગરિક્તા સુધારા કાયદો(Citizenship Amendment Act) બન્યા પછી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને આજુબાજુના દેશમાંથી આવેલા હીન્દુ, ખ્રિસ્તી, શિખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મના એ લોકો જેમણે 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારતમાં પ્રવેશ કર્યો હશે, તેઓ ભારતની નાગરિક્તા માટે અરજી કરી શકશે. આ કાયદામાં મુસ્લિમ ધર્મના લોકોને સામેલ કરાશે નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ નાગરિક્તા સંશોધન કાયદા(Citizenship Amendment Act-2019) વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન(Protest) થઈ રહ્યા છે. મંગળવારે જામિયા પછી પૂર્વ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં સીએએ અંગે તોફાન થયું હતું. જેમાં ટોળાને ભગાડવા માટે પોલીસને અશ્રુવાયુના શેલ છોડવાની ફરજ પડી હતી. જામિયામાં હજુ પણ પ્રદર્શન ચાલુ છે. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિરોધ પક્ષના નેતાઓએ આજે રાષ્ટ્રપતિને મળીને હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. નાગરિક્તા સુધારા કાયદા સામે દેશની 10થી વધુ સંસ્થાઓમાં પ્રદર્શન ચાલી રહ્યું છે.
શું છે નાગરિક્તા સંશોધન કાયદો(CAA)
સીટીઝન અમેન્ડમેન્ટ બિલ(Citizenship Amendment Bill-2019) સંસદમાં પસાર થયા પછી અને રાષ્ટ્રપતિની મંજુરી બાદ નાગરિક્તા સુધારા કાયદો બની ગયો છે. આ કાયદાના કારણે હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને આજુ-બાજુના દેશમાંથી ધાર્મિક હેરાનગતિના કારણે ત્યાંથી ભાગીને શરણાર્થી તરીકે ભારતમાં આવેલા હિન્દુ, ખ્રિસ્તી, શિખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોને ભારતની નાગરિક્તા(Citizenship) આપવામાં આવશે.
નાગરિક્તા સુધારા કાયદો(Citizenship Amendment Act) બન્યા પછી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને આજુબાજુના દેશમાંથી આવેલા હીન્દુ, ખ્રિસ્તી, શિખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મના એ લોકો જેમણે 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારતમાં પ્રવેશ કર્યો હશે, તેઓ ભારતની નાગરિક્તા માટે અરજી કરી શકશે. આ કાયદામાં મુસ્લિમ ધર્મના લોકોને સામેલ કરાશે નહીં.
નાગરિક્તા સુધારા કાયદામાં(Citizenship Amendment Act-2019) એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે, તેમનું વિસ્થાપન કે દેશમાં ગેરકાયદે નિવાસસ્થાન અંગે તેમના પર અગાઉથી જે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી તેની અસર કાયમી નાગરિક્તા માટેની તેમની પાત્રતાને કોઈ અસર થશે નહીં. આ સાથે જ ઓવરસીઝ સિટિઝન ઈન્ડિયન(ઓસીઆઈ) કાર્ડ ધારકો કો શરતોનું ઉલ્લંઘન કરે છે તો તેમનું કાર્ડ રદ્દ કરવાનો અધિકાર કેન્દ્રને મળશે.
નાગરિક્તા સુધારા કાયદાની મુખ્ય 10 વાતો....
1. ભારતમાં રહેતા નાગરિકને આ નવા કાયદાની કોઈ અસર થશે નહીં.
2. 31 ડિસેમ્બર, 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હિન્દુ, શિઘ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તિ ધર્મના લોકો જેઓ શરણાર્થી તરીકે આવ્યા હતા તેઓ આ કાયદા અંતર્ગત ભારતીય નાગરિક્તા માટે અરજી કરી શકશે.
3. અન્ય શ્રેણીના શરણાર્થીઓ માટે ભારતમાં લઘુત્તમ નિવાસ 1+11 વર્ષના બદલે હવે 1+5 વર્ષનો રહેશે.
4. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા મુસ્લિમો માટે નાગરિક્તા કાયદાની ધારા-6 અને ધારા-5માં જોગવાઈઓ કરવામાં આવેલી છે. આ જોગવાઈઓના આધારે તેઓ ભારતના નાગરિક બની શકે છે. 2014માં ભારત-બાંગ્લાદેશ સરહદના મુદ્દાનું સમાધાન થયા પછી 14,864 બાંગ્લાદેશી નાગરિકોને ભારતીય નાગરિક્તા આપવામાં આવી હતી.
5. આ કાયદામાં ભારતમાં ગેરકાયદે રીતે રહેતા કોઈ પણ વ્યક્તિને દેશનિકાલની કોઈ જોગવાઈ નથી. ભારતમાં ગેરકાયદે રીતે રહેતા કોઈ પણ વિદેશી વ્યક્તિને દેશનિકાલ માટે વિદેશી કાયદો, 1946 અને ધ પાસપોર્ટ એક્ટ, 1920માં જોગવાઈ કરવામાં આવેલી છે, તેને ધ્યાનમાં લેવામાં આવશે. આ ઉપરાંત અન્ય વિદેશી નાગરિકો માટે ભારતમાં નાગરિક્તા માટે નાગરિક્તા કાયદા, 1955માં વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલી છે.
6. આ ત્રણ દેશ સિવાયના દેશોમાં રહેદા કોઈ હિન્દુ સામે જે-તે દેશમાં કોઈ કાયદાકીય કાર્યવાહી ચાલતી હોય તો તે વર્તમાન નાગરિક્તા સુધારા કાયદા અંતર્ગત ભારતીય નાગરિક્તા મેળવવાને પાત્ર રહેશે નહીં.
7. નાગરિક્તા સુધારા કાયદા અંતર્ગત કોઈ પણ વિદેશી શરણાર્થી સામે ધર્મ, જાતિ, રાજકીય સભ્યતા કે સામાજિક-ભાષાકિય ધોરણે ભેદભાવ કરવામાં આવશે નહીં કે તેના આધારે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં.
8. નાગરિક્તા સુધારા કાયદાની ભારતમાં રહેતા મુસ્લિમ નાગરિકોને કોઈ અસર થશે નહીં. ભારતીય બંધારણમાં આપવામાં આવેલા મુળભૂત અધિકારોનો લાભ તેમને મળતો રહેશે. આ કાયદા થકી કોઈ પણ ભારતીયની નાગરિક્તાને કોઈ પણ જાતની અસર થવાની નથી.
9. નાગરિક્તા સુધારા કાયદાને NRC કાયદા સાથે કોઈ જ લેવા-દેવા નથી. એનારસીમાં જે કાયદાકીય જોગવાઈઓ છે તે નાગરિક્તા કાયદા, 1955ના આધારે કરાયેલી છે.
10. નાગરિક્તા સુધારા કાયદામાં ભારતની નાગરિક્તા મેળવવા માટે વિશેષ જોગવાઈઓ અને નિયમો બનાવાયા છે. તેના આધારે જ હિન્દુ શરણાર્થીઓ અરજી કરી શકશે અને જો તેઓ આ નિયમો અનુસાર પાત્ર હશે તો જ તેમને નાગરિક્તા આપવામાં આવશે.
ભારતીય નાગરિક્તા અધિનિયમ, 1955 શું છે?
નાગરિક્તા અધિનિયમ, 1955 ભારતીય નાગરિકતા સાથે જોડાયેલો એક વિસ્તૃત કાયદો છે. જેમાં એ વાતની જોગવાઈઓ છે કે કોઈ વ્યક્તિને ભારતીય નાગરિક્તા કેવી રીતે આપી શકાય છે અને ભારતીય નાગરિક હોવા માટે જરૂરી શરતો કઈ-કઈ છે.
ભારતીય નાગરિક્તા અધિનિયમમાં કેટલી વખત થયું છે સંશોધન?
ભારતીય નાગરિકતા અધિનિયમ(Indian Citizenship Act)માં અત્યાર સુધી 5 વખત સંશોધન થયું છે.
- 1986, 1992, 2003, 2005 અને 2015
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે