Kishtwar cloudburst Update: અત્યાર સુધીમાં 7 લોકોના મોત, 19 લોકો ગૂમ, 17 ઘાયલ

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં દચિન અને બૌજવા વિસ્તારમાં બુધવારે વાદળ ફાટવાની જે ઘટનાઓ ઘટી તેમાં અત્યાર સુધીમાં 19 લોકો ગૂમ છે.

Kishtwar cloudburst Update: અત્યાર સુધીમાં 7 લોકોના મોત, 19 લોકો ગૂમ, 17 ઘાયલ

નવી દિલ્હી: કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં દચિન અને બૌજવા વિસ્તારમાં બુધવારે વાદળ ફાટવાની જે ઘટનાઓ ઘટી તેમાં અત્યાર સુધીમાં 19 લોકો ગૂમ છે. બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદાખમાં આ ઘટનાઓ જોવા મળી. ઈન્ડિયન આર્મીનું બચાવ અને રાહતકાર્ય ચાલુ છે. લેટેસ્ટ અપડેટ મુજબ અત્યાર સુધીમાં 7 મૃતદેહો મળ્યા છે. 17 લોકો ઘાયલ છે જેમાં 5ની સ્થિતિ ખરાબ છે. ગઈ કાલે કિશ્તવાડનો હોનજાર ગામ પર આભ ફાટી પડ્યું. સેનાએ ત્યાં પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું હતું. ગ્રામીણોને ખાણીપીણીની વ્યવસ્થા કરી હતી. 

વાદળ ફાટવાથી કિશ્તવાડના દચિન અને બૌજવા વિસ્તાર, દક્ષિણ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફા, ઉત્તર કાશ્મીરમાં બાંદીપુરા અને લદાખમાં કારગિલ પ્રભાવિત થયા અને અનેક મકાન, પુલોને નુકસાન પહોંચ્યું. સતત વરસાદના કરાણે પદ્દાર વિસ્તારમાં લગભગ 60 પરિવારોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા. 

— ANI (@ANI) July 28, 2021

બુધવારે ડોડા ડીઆઈજી ઉદય ભાસ્કર બિલ્લાએ કહ્યું હતું કે 7 મૃતદેહો મળી આવ્યા છે. 17ને રેસ્ક્યૂ કરાયા. 17માંથી 5ની હાલાત ગંભીર છે. 19 લોકો હજુ પણ ગૂમ છે. જેમને શોધવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ બચાવ કાર્યમાં અનિશ્ચિત હવામાનની સ્થિતિના કારણે મુશ્કેલીઓ આવી રહી છે. 

જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં ગઈ કાલે  ભારે વરસાદ બાદ ચિનાબ નદીનું પાણીનું સ્તર જોખમના નિશાન સુધી પહોંચી ગયું. કાલે એસડીઆરએફ સુરજીત સિંહે કહ્યું હતું કે કિશ્તવાડમાં વાદળ ફાટ્યા બાદ અમને નિગરાણી રાખવાના અને એ સુનિશ્ચિત કરવાના નિર્દેશ અપાયા કે કોઈ સ્થાનિક લોકો નદી પાસે ન આવે. 

રાજ્ય સરકારે વાદળ ફાટવા અને પૂરની ઘટનાઓમાં મૃતકના પરિવારજનોને પાંચ પાંચ લાખ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને એસડીઆરએફ હેઠળ 50 હજાર રૂપિયા અને 12,700 રૂપિયાની સહાયતા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news