PM Modi એ કૃષિ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની કરી પ્રશંસા, કહ્યું- ભારતની વધતી ક્ષમતા દુનિયાને એક નવું નેતૃત્વ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ ભાગોમાં જંતુનાશકો અને અન્ય કૃષિ સામગ્રીના છંટકાવ માટે 100 'કિસાન ડ્રોન'નું ઉદ્ઘાટન કર્યું. કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગની પ્રશંસા કરતા પીએમએ કહ્યું કે દેશમાં ડ્રોનનો ઉપયોગ કરવાની સંસ્કૃતિ વધી રહી છે.
Trending Photos
Kisan Drone: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ ભાગોમાં જંતુનાશકો અને અન્ય કૃષિ સામગ્રીના છંટકાવ માટે 100 'કિસાન ડ્રોન'નું ઉદ્ઘાટન કર્યું. કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગની પ્રશંસા કરતા પીએમએ કહ્યું કે દેશમાં ડ્રોનનો ઉપયોગ કરવાની સંસ્કૃતિ વધી રહી છે.
પીએમએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ડ્રોન ક્ષેત્રમાં ભારતની વધતી ક્ષમતા વિશ્વને એક નવું નેતૃત્વ આપશે. મોદીએ શુક્રવારે ડ્રોનનું ઉદ્ઘાટન કર્યું હતું. અધિકારીઓએ તેને ખેડૂતો માટે "ખૂબ જ નવીન અને રોમાંચક પહેલ" ગણાવી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે ભારતમાં ડ્રોન સ્ટાર્ટ-અપની નવી સંસ્કૃતિનું નિર્માણ થઈ રહ્યું છે. તેની સંખ્યા અત્યારે 200 થી વધુ છે, જે આવનારા સમયમાં હજારોની સંખ્યામાં થશે અને તેનાથી મોટા પાયે રોજગારીની તકો ઉભી થશે.
સરકારે ઉઠાવ્યા ઘણા નીતિગત પગલાં
વડાપ્રધાને કહ્યું કે તેમની સરકાર સુનિશ્ચિત કરશે કે આ ક્ષેત્રના વિકાસમાં કોઈ અવરોધ ન આવે અને સરકારે તેના વિકાસ માટે ઘણા સુધારા અને નીતિગત પગલાં લીધા છે. તેમણે કહ્યું કે જો નીતિઓ યોગ્ય હોય તો દેશ કેટલી ઉંચી ઉડાન ભરી શકે છે તેનું આ ઉદાહરણ છે. કેટલાક વર્ષો પહેલા સુધી ડ્રોન મુખ્યત્વે સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા.
પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીમાં આધુનિક કૃષિ સુવિધાઓ પૂરી પાડવાનો આ એક નવો અધ્યાય છે અને તે માત્ર ડ્રોન ક્ષેત્રના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે એટલું જ નહીં, અસંખ્ય શક્યતાઓ પણ ઊભી કરશે. વડા પ્રધાને જણાવ્યું હતું કે તેમની સરકારે ડ્રોન ક્ષેત્રને લઇને આશંકાઓ પર સમય બગાડ્યો નથી, પરંતુ ભારતની યુવા પ્રતિભામાં વિશ્વાસ રાખ્યો છે અને નવી માનસિકતા સાથે આગળ વધ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે બજેટ અને નીતિગત પગલાંમાં ટેક્નોલોજી અને ઈનોવેશનને પ્રાથમિકતા આપી છે. મોદીએ કહ્યું કે ડ્રોનના વિવિધ ઉપયોગો છે. તેઓનો ઉપયોગ 'સ્વામિત્વ યોજના'માં ગામડાઓમાં જમીનની માલિકી નોંધવા અને દવાઓ અને રસીઓના પરિવહનના હેતુ માટે કરવામાં આવ્યો છે.
પીએમએ કહ્યું કે 'કિસાન ડ્રોન' નવી ક્રાંતિ લાવી રહ્યા છે. ખેડૂતો તેમના ફળો, શાકભાજી અને ફૂલો જેવા ઉત્પાદનોને ઓછા સમયમાં બજારમાં લાવવા અને તેમની આવક વધારવા માટે ઉચ્ચ ક્ષમતાવાળા ડ્રોનનો ઉપયોગ કરી શકે છે.
મને ખુશી છે કે દેશની ઘણી વધુ કંપનીઓ આ દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. ભારતમાં ડ્રોન સ્ટાર્ટ-અપ્સની નવી ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહી છે. હાલમાં, દેશમાં 200 થી વધુ ડ્રોન સ્ટાર્ટ-અપ્સ કાર્યરત છે. ટૂંક સમયમાં તેમની સંખ્યા હજારોમાં પહોંચી જશે. તેનાથી લાખો નવી રોજગારીની તકો પણ ખુલશે. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં ભારતની આ વધતી ક્ષમતા ડ્રોનના ક્ષેત્રમાં સમગ્ર વિશ્વને નવું નેતૃત્વ આપશે. આ વિશ્વાસ સાથે, આપ સૌનો ખૂબ ખૂબ આભારી હું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. યુવાનોની હિંમતને મારી શુભેચ્છાઓ. આજે જે સ્ટાર્ટ-અપ વિશ્વ ઉભું થયું છે. હિંમત કરનારા આ યુવાનો જોખમ ઉઠાવી રહ્યા છે. હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સતત તમારી સાથે રહીને, ભારત સરકારની નીતિઓ સાથે ખભે ખભા મિલાવીને, તમે તમારા આગળના માર્ગમાં કોઈ અવરોધ આવવા દેશો નહીં. હું તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખુબ ખુબ આભાર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે