Farmers Protest: સુપ્રીમ કોર્ટે કહ્યું- કાયદા લાગુ કરવાથી રોકશો કે અમે પગલાં ઉઠાવીએ

સુપ્રીમ કોર્ટે સોમવારના કિસાન આંદોલન સાથે સંબંધિત અરજીઓની સુનાવણી કરતા કેન્દ્ર સરકારને ટકોર કરી છે. કોર્ટે કહ્યું કે, આંદોલનમાં ખેડૂતોના જીવ જઈ રહ્યાં છે, એવામાં સરકાર અત્યારે આ કાયદા પર રોક લગાવશે કે કોર્ટ જ આદેશ જારી કરે

Farmers Protest: સુપ્રીમ કોર્ટે કહ્યું- કાયદા લાગુ કરવાથી રોકશો કે અમે પગલાં ઉઠાવીએ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારના કિસાન આંદોલન સાથે સંબંધિત અરજીઓની સુનાવણી કરતા કેન્દ્ર સરકારને ટકોર કરી છે. કોર્ટે કહ્યું કે, આંદોલનમાં ખેડૂતોના જીવ જઈ રહ્યાં છે, એવામાં સરકાર અત્યારે આ કાયદા પર રોક લગાવશે કે કોર્ટ જ આદેશ જારી કરે.

ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન કહ્યું કે, સરકારની આ દલીલ નહીં ચાલે કે તે અન્ય કોઈ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. તમે કેવી રીતે હલ કરી રહ્યા છો? સરકારને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 41 ખેડૂત સંગઠનો કાયદો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે, નહીં તો તેઓ આંદોલનને ચાલુ રાખવાનું કહી રહ્યા છે.

ચીફ જસ્ટીસે કહ્યું કે, અમારી પાસે એવી કોઈપણ દલીલ આવી નથી જેમાં આ કાયદાની પ્રશંસા કરવામાં આવી હોય. કોર્ટે કહ્યું કે, અમે ખેડૂતો મામલે એક્સપર્ટ નથી, પરંતુ શું તમે આ કાયદાને રોકશો અથવા અમે પગલાં ઉઠાવીએ. સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે, લોકો મરી રહ્યા છે અને ઠંડીમાં ત્યાં બેઠા છે. ત્યાં ખાવા-પીવાની સંભાળ કોણ લઈ રહ્યું છે?

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, અમને નથી ખબર કે મહિલાઓ અને વૃદ્ધોને ત્યાં કેમ અટકાવવામાં આવી રહ્યાં છે. આવી ઠંડીમાં તે કેમ થઈ રહ્યું છે. અમે એક્સપર્ટ સમિતિની રચના કરવા માંગીએ છે, ત્યાં સુધી સરકાર આ કાયદ બંધ કરશે નહીં તો અમે કાર્યવાહી કરશું.

ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે કાયદાને પાછો ખેંચવાની વાત કરી રહ્યા નથી. અમે એટલું જ પુછી રહ્યા છીએ કે, તમે તેને કઈ રીતે સંભાળી રહ્યા છો. અમે તે નથી સાંભળવા માંગતા કે આ મામલો કોર્ટમાં જ હલ થયો અથવા નથી થયો. અમે માત્ર એટલું જ ઇચ્છીએ છીએ કે, તમે આ મામલે વાતચીતથી ઉકેલ લાવી શકો છો. જો તમે ઇચ્છતા તો કહી શકતા હતા કે, મુદ્દો ઉકેલાય નહીં ત્યા સુધી કાયદો લાગુ નથી કરીએ. કોર્ટે કહ્યું કે, અમને ખબર નથી કે, તમે સમસ્યાનો ભાગ છો અથવા સમાધાનનો ભાગ છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news