Kisan andolan: પીએમના ભાષણની અસર! કિસાન યુનિયનોએ સરકારને કહ્યું- ચર્ચા માટેની તારીખ નક્કી કરો
રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કૃષિ સુધાર પર 'યૂ-ટર્ન' લેવા માટે કોંગ્રેસને આડે હાથ લીધી અને કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી આ દેશમાં આંદોલનકારીઓની એક નવી જમાત દેવા થઈ છે જે આંદોલન વગર ન રહી શકે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રએ નવા કૃષિ કાયદા (Farm laws) નો વિરોધ કરી રહેલા કિસાનો (Kisan andolan) એ સરકારને આગામી રાઉન્ડની વાર્તા માટે સમય નક્કી કરવાનું કહ્યું છે. મહત્વનું છે કે યુનિયનો તરફથી વાતચીતની આ પહેલ એવા સમયે આવી છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ રાજ્યસભામાં કિસાનોને અપીલ કરી હતી કે તે પોતાનું આંદોલન સમાપ્ત કરે.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન (Kisan andolan) કરનાક કિસાન સંઘોએ સરકારને આગામી તબક્કાની વાર્તા માટે તારીખ નક્કી કરવાનું કહ્યું છે. મહત્વનું છે કે આ પહેલા નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમવારે ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલનકારી કિસાનો, ખાસ કરીને પંજાબના કિસાનો દ્વારા ઉપયોગ કરાયેલી ભાષાની આલોચના કરી અને કહ્યું કે, તેનાથી કોઈનું ભલુ થશે નહીં. તેમણે કિસાનોને પોતાનું આંદોલન સમાપ્ત કરી કૃષિ સુધારને એક તક આપવાનો આગ્રહ કરતા કહ્યુ કે, આ સમય ખેતીને ખુશહાલ બનાવવાનો છે અને દેશે આ દિશામાં આગળ વધવુ જોઈએ.
આ પણ વાંચોઃ Rajya Sabha: 'આંદોલનજીવી', સંસદમાં મોદીના આ શબ્દથી કોંગ્રેસથી લઈને પ્રશાંત ભૂષણને લાગ્યા મરચા
રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કૃષિ સુધાર પર 'યૂ-ટર્ન' લેવા માટે કોંગ્રેસને આડે હાથ લીધી અને કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી આ દેશમાં આંદોલનકારીઓની એક નવી જમાત દેવા થઈ છે જે આંદોલન વગર ન રહી શકે.
પ્રધાનમંત્રીએ કહ્યું, અમે આંદોલન સાથે જોડાયેલા લોકોને સતત પ્રાર્થના કરીએ છીએ કે આંદોલન કરવું તમારો હક છે, પરંતુ વૃદ્ધો ત્યાં બેઠા છે, તેને લઈ જાવ. આંદોલન સમાપ્ત કરો. આગળ બેસીને ચર્ચા કરીશું, બધા રસ્તા ખુલ્લા છે. આ બધુ અમે કહ્યું છે અને આજે હું પણ આ ગૃહના માધ્યમથી નિમંત્રણ આપુ છું.' તેમણે કહ્યું, આ ખેતીને ખુશહાલ બનાવવા માટે નિર્ણય લેવાનો સમય છે અને આ સમયને આપણે ન ગુમાવવો જોઈએ. આપણે આગળ વધવુ જોઈએ, દેશને પાછળ ન લઈ જવો જોઈએ.
આ પણ વાંચોઃ Chamoli ની ઘટના પર ઉમા ભારતીએ કહ્યું- ઋષિ ગંગા પર જે થયું તે ચિંતા અને ચેતવણી બંનેનો વિષય
કિસાન યુનિયનોને પ્રધાનમંત્રી દ્વારા વાર્તાનું આમંત્રણ આપવાના સવાલ પર કિસાન નેતા રાકેશ ટિકૈત (Rakesh tikait) એ કહ્યું કે, કિસાન સંઘ સરકારની સાથે વાતચીત માટે તૈયાર છે પરંતુ આ ઔપચારિક રસ્તાથી થવું જોઈએ. તેમણે કહ્યું, યોગ્ય વાર્તા દ્વારા કોઈપણ મુદ્દાને ઉકેલી શકાય છે. વાર્તા શરૂ કરવા માટે અમે સૈદ્ધાંતિક રૂપે તૈયાર છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે