100-100 રાણીઓ રાખતા રાજાને રિઝવવા કેમ ગધેડીના દૂધનો ઉપયોગ કરતી રાણીઓ? તમે કહેશો સાવ આવું

100-100 રાણીઓ રાખતા રાજાને તે સમયે કેવી રીતે આકર્ષિત કરતી હતી રાણીઓ? જાણો રાણીઓના સૌંદર્યંનું રહસ્ય. પ્રાચીન કાળની અનેક સ્ત્રીઓના સૌંદર્યના વખાણના ઉલ્લેખ ગ્રંથોમાં જોવા મળે છે. તે સમયે સ્ત્રીઓની સુંદરતા કૃત્રિમ નહીં પરંતુ કુદરતી હતી. પહેલાના સમયમાં રાણીઓની સુંદરતા વર્ષોના વર્ષો સુધી અકબંધ રહેતી હતી.

100-100 રાણીઓ રાખતા રાજાને રિઝવવા કેમ ગધેડીના દૂધનો ઉપયોગ કરતી રાણીઓ? તમે કહેશો સાવ આવું

ઝી બ્યૂરો, અમદાવાદઃ પહેલાંના સમયમાં રાજાઓ સંખ્યાબંધ રાણીઓ રાખતા હતા. અને રોજ અલગ અલગ રાણીઓ સાથે સમય પસાર કરતા હતા. એ સમયે એવી પરિસ્થિતિ ઉભી થતી કે, એક રાણીને રાજાને મળવા માટે 100-100 દિવસ રાહ જોવી પડતી હતી. જેથી રાણીઓ તે સમયે રાજાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે જાત-જાતના નુસખાઓ અજમાવતી હતી. 

પ્રાચીન કાળની અનેક સ્ત્રીઓના સૌંદર્યના વખાણના ઉલ્લેખ ગ્રંથોમાં જોવા મળે છે. તે સમયે સ્ત્રીઓની સુંદરતા કૃત્રિમ નહીં પરંતુ કુદરતી હતી. પહેલાના સમયમાં રાણીઓની સુંદરતા વર્ષોના વર્ષો સુધી અકબંધ રહેતી હતી. તે સમયની રાણીઓની સુંદરતા જોઈને ભલભલા રાજાઓ તેમના પ્રેમમાં પડી જતાં હતાં.હાલના સમયમાં યુવતીઓ પોતાની ખુબસુરતી જાળવવા માટે બ્યુટી પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે. જોકે, નેચરલ બ્યુટી અને કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછીની સુંદરતામાં ઘણું અંતર જોવા મળે છે. 

ત્યારે સવાલ એ થાય કે તે સમયે રાણીઓ લાંબા સમય સુધી પોતાના યૌવનને કંઈ રીતે અકબંધ રાખતી હશે. વર્ષો સુધી તેમનું સૌદર્ય કઈ રીતે એક સમાન જળવાઈ રહેતું હતું. તો આ સવાલનો જવાબ તમને આ આર્ટીકલમાં મળશે. એમ જ પહેલાના સમયમાં એક રાજાને ઘણી બધી રાણીઓ હતી. એટલે રાણીઓને રાજાને આકર્ષિત કરવા આસાન કામ નહોતું. તો આજે અમે તમને જણાવીશું કે રાણીઓ કંઈ રીતે રાજાને આકર્ષિત કરતી હતી. રાણીઓ તે સમયે જૂની આયુર્વેદિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને હંમેશા સુંદર લાગતી હતી. રાણીઓ તેમની સુંદરતા જાળવવા કુદરતી ચીજોનો ઉપયોગ કરતી હતી.

ગુલાબની પાંખડીઓ-
પ્રાચીનકાળમાં રાણીઓ ગુલાબની પાંખડીઓ પાણીમાં ભરીને સ્નાન કરતી હતી. આટલું જ નહીં, રાણીઓ પોતાના ચહેરા પર ગુલાબજળનો ઉપયોગ પણ કરતી. સુંદરતા જાળવવા માટે, ગુલાબજળ એક માત્ર સસ્તું અને સરળ ઉપાય છે જે સરળતાથી મળી આવે છે. દિવસમાં બે વખત ચહેરા પર ગુલાબજળ લગાવવાથી તમારી ત્વચા નરમ અને ચમકદાર બનશે.

દૂધમાં સ્નાન-
પહેલાંના સમયમાં રાણીઓ દૂધમાં સ્નાન કરતી હતી. એજ કારણસર સફેદ દૂધ જેવી સફેદી તેમના ચહેરના અને શરીર પર જોવા મળતી હતી. નિયમિત દૂધથી સ્નાન કરવાથી તેમની ત્વચા પણ ખુબ જ મુલાયમ રહેતી હતી. એટલું જ નહીં દૂધની સાથે તેઓ મધ, કેસર અને ચંદર જેવી વસ્તુઓને મિલાવીને લેપ પણ લગાવતી હતી. આ લેપથી તેમની ત્વચા હંમેશા ચમકદાર રહેતી હતી.

આયુર્વેદિક વસ્તુઓ-
પહેલાના લોકો પોતાના શરીરને જાળવવા માટે આયુર્વેદિક નુસખાનો ઉપયોગ કરતા હતા. રાણીઓ પોતાની કુદરતી ખૂબસૂરતીનો ઉપયોગ કરીને રાજાઓને આકર્ષિત કરતી હતી. પહેલાના સમયમાં રાણીઓ પોતાના વાળને લાંબા અને ખૂબસૂરત રાખવા માટે શરાબ અને બિયરનો ઉપયોગ કરતી હતી. તેમજ તે સમયમાં રાજાઓ મદિરાનું વ્યસન કરતા હતા.

અખરોટ અને ગધેડીના દુધનો ઉપયોગ-
અખરોટ ખાવામાં બહુ ગુણકારી છે. અખરોટમાં ઔષધીય ગુણધર્મો વધુ છે.  એટલે અખરોટને એન્ટી બાયોટિક પણ કહેવાય છે. અખરોટને પીસીને મોઢા ઉપર લગાવવાથી દાઘ ગાયબ થઈ જાય છે. એટલે જ કહેવામાં આવે છે કે રાજા અને રાણી ઓ બંને અખરોટ અને ગાજરનો ઉપયોગ કરતા હતા. એટલે જ તેમના શરીરો લાંબા સમય સુધી સ્વસ્થ અને મજબૂત રહેતા હતા.

વાળની વિશેષ સંભાળ લેતી હતી રાણીઓ-
પહેલાંના સમયમાં લાંબા વાળએ સુંદરતાની પહેલી નિશાની માનવામાં આવતી હતી. તેથી તે સમયે રાણીઓ પોતાના વાળને લાંબા, કાળા અને ઘેરા બનાવવા માટે આંબળા, શિકાકાઈ અને અરીઠાનો ઉપયોગ કરતી હતી.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news