હજુ ખતરો ટળ્યો નથી! બિપરજોય અંગે આવ્યા મોટા અપડેટ, Live Tracker માં જુઓ ક્યાં પહોંચ્યું વાવાઝોડું

હવામાન ખાતાએ આપેલી લેટેસ્ટ જાણકારી મુજબ બિપરજોય વાવાઝોડું હાલ જખૌ બંદરથી 70 કિમી દૂર છે અને નલિયાથી 50 કિમી દૂર છે. વાવાઝોડું હવે ગુજરાતથી દૂર થઈ રહ્યું હોય તેવું લાગે છે. આ અગાઉ વાવાઝોડું નલિયાથી 30 કિમી દૂર હતું. આ વાવાઝોડાની દિશાની વાત કરીએ તો તે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. 

હજુ ખતરો ટળ્યો નથી! બિપરજોય અંગે આવ્યા મોટા અપડેટ, Live Tracker માં જુઓ ક્યાં પહોંચ્યું વાવાઝોડું

હવામાન ખાતાએ આપેલી લેટેસ્ટ જાણકારી મુજબ બિપરજોય વાવાઝોડું હાલ જખૌ બંદરથી 70 કિમી દૂર છે અને નલિયાથી 50 કિમી દૂર છે. વાવાઝોડું હવે ગુજરાતથી દૂર થઈ રહ્યું હોય તેવું લાગે છે. આ અગાઉ વાવાઝોડું નલિયાથી 30 કિમી દૂર હતું. આ વાવાઝોડાની દિશાની વાત કરીએ તો તે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તેના પ્રભાવથી ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં આજે ભારે વરસાદની આગાહી  કરાઈ છે. આ વાવાઝોડાની ગઈકાલે સાંજે ગુજરાતના કાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી જે મોડી રાત સુધી ચાલી. 

— India Meteorological Department (@Indiametdept) June 16, 2023

12 km ની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું
હવામાન ખાતાના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આ અંગે માહિતી આપતા કહ્યું કે હાલ વાવાઝોડું 12 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. તેની ઝડપ 85 થી 90 km પ્રતિ કલાક છે. હજુ પવનની ગતિમાં ઘટાડો થશે. વાવાઝોડાને લઈને કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. કચ્છ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિત સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આવતી કાલ સુધી ફિશરમેન વોર્નિંગ રહેશે. બાદમાં  કાલે પરિસ્થિતિ પ્રમાણે વોર્નિંગ રાખવી કે નહીં તે નક્કી થશે. દરિયામાં લગાવેલ ડેન્જર ગ્રેડ લાઇન 9 અને 10 સિગ્નલ હટાવી lcs 3 સિગ્નલ લગાવવા સૂચન કરાયું છે.

— ANI (@ANI) June 16, 2023

લેન્ડફોલ પહેલા 2 લોકોના મોત
ગુજરાત સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કચ્છ જિલ્લામાં હજુ સુધી કોઈ મોત નોંધાયું નથી. મુંદ્રા, જખૌ, કોટેશ્વર, લખપત અને નલિયામાં પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ છે. બીજીબાજુ NDRF નું કહેવું છે કે વાવાઝોડા બિપરજોયના લેન્ડફોલ પહેલા 2 લોકોના જીવ ગયા છે. જ્યારે 23 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 24 પશુઓના મોત થયા છે. વાવાઝોડાના  કારણે અનેક ઠેકાણે વીજળીના થાંભલા પડી ગયા છે. ઝાડ ઉખડી ગયા છે. જેને કારણે અનેક ગામડાઓમાં અંધારપટ ફેલાયો છે. 

— ANI (@ANI) June 16, 2023

લાઈવ ટ્રેકરમાં જુઓ વાવાઝોડાની મૂવમેન્ટ
ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાની લાઈવ ટ્રેકરમાં મૂવમેન્ટ જોવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો. બિપરજોય વાવાઝોડાને ટ્રેક કરવા માટે Live Tracker. 

હવે રાજસ્થાનના વારો?
હવે વાવાઝોડાનુ ચિત્ર બદલાયું છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, હવે વાવાઝોડું ગુજરાત બાદ રાજસ્થાન પર ત્રાટકશે. મહાઆફત બિપોરજોયે ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાનની દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર અસર પડશે. ત્યારે હવામાન વિભાગે તેની લેટેસ્ટ માહિતી આપી છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 16, 2023

ચક્રવાતી બિપોરજોય વાવાઝોડાની તાકાત લગભગ શુક્રવાર સાંજ સુધી નબળી પડી જશે. આજે સાંજે અથવા આવતીકાલે સવારે સુધી તોફાન ધીમે ધીમે નબળુ પડવા લાગશે. પરંતુ હજી બે દિવસ તેની અસર રહેશે. હકીકતમાં લેન્ડફોલની પ્રક્રિયા બાદ ચક્રવાતોને પોતાની સ્થિતિ યથાવત રાખવા માટે પૂરતુ નરમાશ મળતુ નથી. આવામાં તેઓ પોતાની તાકાત જલ્દી ગુમાવી દે છે. હવામાન વિભાગના ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, પવનની ગતિ ધીરે ધીરે ઓછી થઈ જશે અને શુક્રવારે સાંજ સુધી લગભગ સામાન્ય થઈ જશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news