સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી, પરીક્ષા વગર જ થશે પસંદગી, મળશે 60 હજાર સુધીનો પગાર

SBI Jobs 2023: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા પાત્ર છે તેઓએ છેલ્લી તારીખ પહેલા અરજી કરવી જરુરી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી, પરીક્ષા વગર જ થશે પસંદગી, મળશે 60 હજાર સુધીનો પગાર

SBI RBO Recruitment 2023: બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રોજગાર મેળવવાની આ મોટી તક છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ નિવૃત્ત બેંક અધિકારીના પદ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ માંગી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓએ છેલ્લી તારીખ પહેલા ઉલ્લેખિત ફોર્મેટમાં અરજી કરવી જરુરી છે. આ કરવા માટે, તેઓએ બેંકની સત્તાવાર વેબસાઇટ sbi.co.in. ની મુલાકાત લેવી પડશે. અરજીઓ માત્ર ઓનલાઈન લેવામા આવશે અન્ય કોઈપણ માધ્યમથી કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

મહત્વપૂર્ણ તારીખો
SBIની આ જગ્યાઓ માટે આવતીકાલે એટલે કે 15મી જૂનથી અરજીઓ શરૂ થઈ ગઈ છે અને તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 6 જુલાઈ 2023 છે. 

વેકેન્સી ડીટેઈલ
આ ભરતી અભિયાન દ્વારા કુલ 194 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તેમાંથી FLC કાઉન્સેલરની 182 જગ્યાઓ અને FLC ડિરેક્ટરની 12 જગ્યાઓ છે. આ અંગેની વિગતો જાણવા માટે, તમે bank.sbi.careers નામની વેબસાઇટ પર પણ જઈ શકો છો. તમામ અપડેટ્સ અહીં જોવા મળશે.

કોણ અરજી કરી શકશે?
આ ખાલી જગ્યાઓ નિવૃત્ત અધિકારીઓ માટે છે, તેથી ડિગ્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. માત્ર કાઉન્સેલરના પદ માટે ઉમેદવારને સ્થાનિક ભાષા કેવી રીતે બોલવી, વાંચવી અને લખવી તે જાણવું જરૂરી છે. આ સાથે તેની પાસે સ્માર્ટ મોબાઈલ ફોન હોવો જોઈએ અને કોમ્પ્યુટરની માહિતી પણ હોવી જોઈએ.

વય મર્યાદા
વય મર્યાદા વિશે વાત કરીએ તો, 60 થી 63 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. આ નિમણૂંકો કરાર આધારિત હશે અને વધુમાં વધુ ત્રણ વર્ષ માટે હશે. ઉમેદવારો 65 વર્ષની ઉંમર સુધી જ કામ કરી શકે છે. આ પછી તેમનો કાર્યકાળ સમાપ્ત થશે.

તમને કેટલો પગાર મળશે
આ પોસ્ટ્સ પર પસંદગી પામવા પર, ઉમેદવારોને પોસ્ટ અનુસાર પગાર મળશે. અંદાજે, તમને દર મહિને રૂ. 35,000 થી રૂ. 60,000 સુધીનો પગાર મળશે. આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. તે 100 માર્કસનો હશે.

આ પણ વાંચો:
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ગુજરાત બાદ હવે રાજસ્થાન પર મોટી ઘાત, જાણો ક્યાં પહોંચ્યુ
શક્તિશાળી બિપરજોયની 'આફ્ટર ઈફેક્ટ', લેન્ડફોલ બાદ હવે આ પડકારનો સામનો થશે

બિપરજોયે ગુજરાતમાં મચાવ્યો કહેર, 940 ગામડાઓમાં વીજળી ગૂલ, 22 લોકો ઘાયલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news