ખુશ્બુ સુંદર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, જાણો PM મોદી વિશે શું કહ્યું?

તામિલની મશહૂર અભિનેત્રી ખુશ્બુ સુંદરે (Khushbu Sundar)  કોંગ્રેસ છોડીને કેસરિયો ધારણ કરી લીધો છે. ભાજપ (BJP) ના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ તેમને ભાજપની સદસ્યતા અપાવી. ખુશ્બુ સુંદરે દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટરમાં ભાજપની સદસ્યતા લેવડાવી. આ અગાઉ તેમણે સોમવારે સવારે સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. 
ખુશ્બુ સુંદર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, જાણો PM મોદી વિશે શું કહ્યું?

નવી દિલ્હી: તામિલની મશહૂર અભિનેત્રી ખુશ્બુ સુંદરે (Khushbu Sundar)  કોંગ્રેસ છોડીને કેસરિયો ધારણ કરી લીધો છે. ભાજપ (BJP) ના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ તેમને ભાજપની સદસ્યતા અપાવી. ખુશ્બુ સુંદરે દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટરમાં ભાજપની સદસ્યતા લેવડાવી. આ અગાઉ તેમણે સોમવારે સવારે સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. 

શું કહ્યું ખુશ્બુ સુંદરે?
ભાજપમાં જોડાયા બાદ ખુશ્બુએ કહ્યુ કે હું એ આશા નથી રાખતી કે પાર્ટી મારા માટે શું કરે છે પરંતુ હું એ આશા રાખુ છું કે તે દેશના લોકો માટે શું કરે છે. દેશના 128 કરોડ લોકોને હાલ એક વ્યક્તિ પર ભરોસો છે અને તે છે આપણા પ્રધાનમંત્રી. મને લાગે છે કે તેઓ જે કરે છે તે બરાબર કરે છે. 

— ANI (@ANI) October 12, 2020

ડીએમકે છોડીને 2014માં કોંગ્રેસમાં જોડાયા હતાં
લોકપ્રિય તામિલ અભિનેત્રી ખુશ્બુ સુંદર 2014માં કોંગ્રેસમાં જોડાયા હતાં. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી દીધુ. કોંગ્રેસમાં સામેલ થયા તે પહેલા તેઓ ડીએમકેમાં હતાં. ખુશ્બુએ કહ્યું કે "પાર્ટીની અંદર ટોચના સ્તરે કેટલાક લોકો છે જેમનો ગ્રાઉન્ડ સ્તરે કોઈ સંપર્ક કે જાહેર ઓળખ નથી, તેઓ પોતાની વાતો થોપી રહ્યા છે અને મારા જેવા લોકો કે જે પાર્ટી માટે ગંભીરતાથી કામ કરવા માંગે છે તેમને પાછળ હડસેલી દેવાય છે અને દબાવવામાં આવે છે."

She had resigned from Congress earlier today. pic.twitter.com/kqiuGT8Hi6

— ANI (@ANI) October 12, 2020

કોંગ્રેસે પ્રવક્તાના પદેથી હટાવ્યા હતાં
અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મીડિયા પ્રભારી પ્રણવ ઝાએ એક નિવેદનમાં કહ્યું કે ખુશ્બુ સુંદરને કોંગ્રેસના પ્રવક્તા પદેથી તત્કાળ પ્રભાવથી હટાવવામાં આવે છે. અભિનેત્રીએ કહ્યું કે લાંબા સમય સુધી વ્યાપક 'વિચાર પ્રક્રિયા' બાદ તેમણે કોંગ્રેસ સાથે પોતાના સંબંધ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news