નન રેપ આરોપી બિશપે પોતાનું પદ છોડ્યું, વેટિકન દખલ કરે તેવી શક્યતા

કેરળ નન રેપ કેસ વેટિકન સુધી પહોંચી ચુક્યો છે, ભારતના ચર્ચનું એક પ્રતિનિધિમંડળ વેટિકનમાં છે, તેઓ આ મુદ્દે વેટિકન દખલ કરી તેવી આશા રાખી રહ્યા છે

નન રેપ આરોપી બિશપે પોતાનું પદ છોડ્યું, વેટિકન દખલ કરે તેવી શક્યતા

નવી દિલ્હી : નનની સાથે ગેંગરેપ મુદ્દે મિશનરીઝ ઓફ જીસસ સંસ્થા પાસેથી ક્લિનચીટ મળ્યાનાં એક દિવસ બાદ જાલંધરે બિશપ ફ્રેંકો મુલક્કલે પોતાનાં પદ પરથી અસ્થાયી રીતે રાજીનામું આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ આ સમગ્ર મુદ્દે સ્પષ્ટ રીતે નિકળશે. 

બિશપ ફ્રેંકો મુલક્કલે જાલંધર ડાયોસીસની પોતાની તંત્રની જવાબદારી એક વરિષ્ઠ પાદરીને સોંપી દીધી છે. બિશપ મુલક્કલે એક સર્કુલરમાં કહ્યું કે, મારી ગેરહાજરીમાં મોન્સાઇનોર મૈથ્યૂ કોક્કન્ડમ સામાન્ય રીતે ડાયોસીસનું તંત્ર જોશે. આ સર્કુલર 13 સપ્ટેમ્બરે ઇશ્યું કરવામાં આવ્યું. તેના એક દિવસ પહેલા કેરળ પોલીસે 19 સપ્ટેમ્બરે તેને તપાસ ટીમ સમક્ષ રજુ થવા માટે કહ્યું હતું. મુલક્કલની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરવા માટે પોલીસ પર વધી રહેલા દબાણની વચ્ચે બિશપે સમન મોકલવાનો નિર્ણય મહાનિરીક્ષક (અર્ણાકુલમ રેંજ) સખારેની અધ્યક્ષતામાં થયેલી બેઠક બાદ લેવામાં આવ્યો. આ બેઠકમાં કોટ્ટાયમ જિલ્લા પોલીસ અધીક્ષક હરિશંકર અને વાયકોમના પોલીસ ઉપાધીક્ષક કે. સુભાષનો પણ સમાવેશ થાય છે. 

બીજી તરફ આ મુદ્દો વેટિકન પહોંચી ચુક્યો છે. ભારતતી ચર્ચનું એક પ્રતિનિધિમંડળ વેટિકનમાં છે અને આશા વ્યક્ટ કરવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં  હસ્તક્ષેપ કરી શકે છે. નને હાલમાં જ ન્યાય માટે વેટિકનના તત્કાલ હસ્તક્ષેપ અને જાલંધર ડાયોસીસના પ્રમુખના પદથી તેમને હટાવવા માટેની માંગ કરી હતી. નને આરોપ લગાવ્યો હતો કે બિશપ મુલક્કલ પોતાની વિરુદ્ધ ચાલી રહેલા કેસને દબાવવા માટે રાજનીતિક અને પૈસાની શક્તિનો ઉપયોગ કરી રહ્યા છે. 

આ સમગ્ર મુદ્દે પીડિતાની તસ્વીર જાહેર કરવા માટે મિશનરીઝ ઓફ જીસસની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કૈથોલિક પાદરી ફાધર ઓગ્સ્ટીને કહ્યું કે, સુપ્રીમ કોર્ટનાં કાયદાનું ઉલ્લંઘન કરતા મિશનરી ઓફ જીસસે ફરિયાદ કરનારની તસ્વીર ઇશ્યું કરી છે. આ કલમ 228 એનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે અમે આ સમજુતી છે કે મિશનરીઝ ઓફ જીસસના કઉન્સિલરે એવું કર્યું છે. અત્યાર સુધી આ મુદ્દે કોઇ ધરપકડ થઇ નથી. 

જ્યારે પીડિતાનાં ભાઇએ કહ્યું કે, મિશનરીઝ ઓફ જીસસે શુક્રવારે મારી બહેનની તસ્વીર અને લેટરને ઇશ્યું કરી. હું તેની નિંદા કરૂ છું. આ ખુબ જ શરમજનક છે. તેઓ અમારી બહેનને પ્રતાડિત કરવા માંગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news