રેવાડી ગેંગરેપ કેસ: પોલીસે મુખ્ય ત્રણ આરોપીઓની તસ્વીરો જાહેર કરી

હરિયાણાના રેવાડીમાં બોર્ડ ટોપર સાથે ગેંગરેપ મુદ્દે રાજ્યતંત્રની સાથે સાથે સમગ્ર પોલીસ તંત્રણ પણ એક્શન મોડમાં આવી ચુક્યું છે. પોલીસે 3 આરોપીઓની ઓળખ કરીને અને આગામી કલાકોમાં તેમની ધરપકડ પણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. પોલીસે ત્રણેય મુખ્ય આરોપીઓની તસ્વીર પણ ઇશ્યું કરી છે. કેસની તપાસ કરી રહેલ સીટ પહેલા જ આરોપીઓ અંગે માહિતી આપનાર વ્યક્તિને 1 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી ચુકી છે. 

રેવાડી ગેંગરેપ કેસ: પોલીસે મુખ્ય ત્રણ આરોપીઓની તસ્વીરો જાહેર કરી

નવી દિલ્હી : હરિયાણાના રેવાડીમાં બોર્ડ ટોપર સાથે ગેંગરેપ મુદ્દે રાજ્યતંત્રની સાથે સાથે સમગ્ર પોલીસ તંત્રણ પણ એક્શન મોડમાં આવી ચુક્યું છે. પોલીસે 3 આરોપીઓની ઓળખ કરીને અને આગામી કલાકોમાં તેમની ધરપકડ પણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. પોલીસે ત્રણેય મુખ્ય આરોપીઓની તસ્વીર પણ ઇશ્યું કરી છે. કેસની તપાસ કરી રહેલ સીટ પહેલા જ આરોપીઓ અંગે માહિતી આપનાર વ્યક્તિને 1 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી ચુકી છે. 

રેપની પૃષ્ટી થયા બાદ પોલીસે આ મુદ્દે જોડાયેલી નવી માહિતી આપતા જણાવ્યું કે, મુખ્ય આરોપી સેનાનો જવાન છે, જેની પોસ્ટિંગ રાજસ્થાનમાં છે. તેનું નામ પંકજ ફૌજી જણાવાઇ રહ્યું છે અને તે હાલ રજા પર હતો. તે પણ આ ઘટનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ જણાવી રહી છે. 

— ANI (@ANI) September 15, 2018

આ મુદ્દે હરિયાણા પોલીસનાં ડીજીપી બીએસ સંધૂએ જણાવ્યું કે, પોલીસ પોતાના સંપુર્ણ પ્રયાસો કરી રહ્યા છે અને સાંજ સુધીમાં તેમને સફળતા મળી શકે છે. તેમણે કહ્યું કે, કેસ રજિસ્ટર કરી લેવાયો છે. 3 આરોપીઓની ઓળખ પણ થઇ ચુકી છે. તેમાંથી એક આર્મી જવાન છે. ત્રણેયની વિરુદ્ધ વોરન્ટ ઇશ્યું થઇ ચુક્યા છે. સાંજ સુધીમાં કેટલીક ધરપકડ થઇ શકે છે. રેવાડી એડીજી આ મુદ્દે સતત નજર રાખી રહ્યા છે. ઉપરાંત આ મુદ્દે પોલીસે ક્યાંય ઢીલ વર્તી છે તે અંગે પણ તપાસ થશે.અત્રે ઉલ્લે્ખનીય છે કે, શનિવારે સીટની ટીમ યુવતીએ જણાવેલા ઘટના સ્થળ પર પણ પહોંચી હતી. 

 

— ANI (@ANI) September 15, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news