મેલબર્નમાં હાર બાદ ટીમ ઈન્ડિયામાં ભારે ઉથલપાથલ, કોચ ગૌતમ ગંભીર ભડક્યા, લગાવ્યો ક્લાસ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન ટેસ્ટમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ દબાણમાં છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ટીમનું પ્રદર્શન સતત ખરાબ થઈ રહ્યું છે. ઘરેલુ મેદાન પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્લીન સ્વીપે બધાને ચોંકાવી દીધા હતા.

મેલબર્નમાં હાર બાદ ટીમ ઈન્ડિયામાં ભારે ઉથલપાથલ, કોચ ગૌતમ ગંભીર ભડક્યા, લગાવ્યો ક્લાસ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન ટેસ્ટમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ દબાણમાં છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ટીમનું પ્રદર્શન સતત ખરાબ થઈ રહ્યું છે. ઘરેલુ મેદાન પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્લીન સ્વીપે બધાને ચોંકાવી દીધા હતા. આ એક એવું પરિણામ હતું જેની આશા કોઈએ કરી નહતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પર્થમાં મળેલી જીતે મનોબળ વધાર્યું. પરંતુ એડિલેડ અને મેલબર્નમાં મળેલી હારે ફરીથી ખેલાડીઓને હેરાન પરેશાન કર્યા છે. 

ખેલાડીઓ પર ઉઠ્યા સવાલ
સતત મળી રહેલી હારે ડ્રેસિંગ રૂમમાં માહોલ ખરાબ કર્યો છે.  સીનિયર ખેલાડીઓ પર સતત સવાલ ઉઠી રહ્યા છે. કેટલાક જૂનિયર ખેલાડીઓના બિનજવાબદાર વલણે ટીમ મેનેજમેન્ટને પરેશાન કર્યું છે. મેલબર્નમાં મળેલી હાર બાદ હેડ કોચ ગૌતમ ગંભીરનો ગુસ્સો ફાટ્યો છે. તેમણે ડ્રેસિંગ રૂમમાં આખી ટીમને આડે હાથ લીધી. સીિયર્સ હોય કે જૂનિયર્સ કોઈને ગંભીરે છોડ્યા નહતા. 

ડ્રેસિંગ રૂમમાં ભડક્યા ગૌતમ ગંભીર
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ગંભીર મેલબર્નમાં હાર બાદ ખુબ નારાજ હતા. તેમણે ખેલાડીઓને ટીમ મીટિંગમાં કહ્યું કે બહું થયું. જો કે ભારતીય કોચે કોઈનું નામ લીધુ નહીં. પરંતુ તેમના ભાષણનો સાર એ હતો કે ખેલાડી સ્થિતિ મુજબ રમવાની જગ્યાએ સ્વાભાવિક રમતના નામ પર પોતાની મનમાની કરી રહ્યા હતા. 9 જુલાઈના રોજ કોચનું પદ સંભાળનારા ગંભીરે જણાવ્યું કે કેવી રીતે તેમણે ટીમને છેલ્લા છ મહિનામાં પોતાની મરજીથી રમવા દીધી, પરંતુ હવે તેઓ પોતે નક્કી કરશે કે ટીમ કેવી રીતે રમશે. 

રણનીતિનું પાલન નથી કરતા ખેલાડીઓ
ખેલાડીઓને નિયમોનું પાલન કરવાની ચેતવણી આપતા તેમણે કહ્યું કે આગળ જઈને જે લોકો તેમની પૂર્વ નિર્ધારિત ટીમ રણનીતિનું પાલન નહીં કરે તેમને "ધન્યવાદ" કરી દેવામાં આવશે. હાલની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ 1-2થી પાછળ છે અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે ક્વોલિફિકેશન મુશ્કેલ લાગી રહ્યું છે. આવામાં ગંભીરે પોતાની મર્યાદા નક્કી કરી દીધી છે અને હવે તેમનું ધૈર્ય જવાબ આપી ચૂક્યું છે. 

પોતાની મરજીથી રમે છે ખેલાડીઓ
ઈન્ડિયન એક્સપ્રેસના સૂત્રોએ જણાવ્યું કે ગંભીરે ઈરાદા અને ટીમની  હિત વચ્ચે અથડામણ વિશે વાત કરી છે. તેમણે ખેલાડીઓને કહ્યું છે કે પહેલેથી નક્કી યોજનાઓની જગ્યાએ ખેલાડીઓ પોતાની મરજીથી કામ કરી રહ્યા છે. તેમણે બેઠકમાં એ પણ કહ્યું કે બાંગ્લાદેશના ખેલાડીઓ વિરુદ્ધ ઘરેલુ સિરીઝથી જ બેટ્સમેન સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે. 

ગંભીરના કોચિંગમાં ટીમનું પ્રદર્શન
ટેસ્ટ
બાંગ્લાદેશ વિરુદ્ધ 2 મેચોની સિરીઝમાં 2-0થી જીત મળી. 
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચોની સિરીઝમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો. 
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સિરીઝમાં 1-2થી પાછળ છે. 

વનડે
શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની સિરીઝમાં 0-2થી હારી ગયા. 

ટી20 ઈન્ટરનેશનલ
શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની સિરીઝમાં 3-0થી જીત મળી. 
બાંગ્લાદેશ વિરુદ્ધ 3 મેચની સિરીઝમાં 3-0થી જીત્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news