Kerala: લગ્નના 7 જ મહિનામાં યુવતીએ જીવ દઈ દીધો, સ્યૂસાઈડ નોટમાં લખ્યું- 'પપ્પા તમે સાચા હતા'
Trending Photos
કોચ્ચિ: કેરળના ઈદાયાપુરમમાં 21 વર્ષની એક લો સ્ટુડન્ટ મોફિયા પરવીન દિલશાદે આત્મહત્યા કરી. મોફિયાએ સ્યૂસાઈડ લેટરમાં લખ્યું કે પપ્પા તમે સાચા હતા. તે સારો માણસ નહતો. સ્યૂસાઈડ નોટમાં મોફિયાએ તેના પતિ મોહમ્મદ સુહૈલ, તેના સસરા યુસુફ અને સાસુ રુખિયાને પોતાના મોત માટે જવાબદાર ઠેરવ્યા છે.
પંખા સાથે લટકેલી મળી લાશ
ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ મૃતક યુવતી મોફિયાના પિતાએ જણાવ્યું કે તેમની પુત્રીએ તેના રૂમમાં લાગેલા સિલિંગ ફેન સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. તેમની પુત્રીને તેના સાસરામાં ખુબ ટોર્ચર કરાઈ. તેનો પતિ, સસરા, અને સાસુએ તેની ખુબ સતામણી કરી.
યુવતીની ફરિયાદ પર પોલીસે ન કરી કાર્યવાહી
મોફિયાના પિતાએ કહ્યું કે થોડા દિવસ પહેલા મોફિયાએ અલુવાના એસપીને ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ તેમણે અલુવા પોલીસ સ્ટેશનને કાર્યવાહીના આદેશ આપ્યા હતા. પછી અલુવાના સર્કિલ ઈન્સ્પેક્ટર સીએલ સુધીરે બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવ્યા. અલુવા પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર સીએલ સુધીરે મોફિયાના પતિ મોહમ્મદ સુહૈલ અને તેના પરિજનોનો પક્ષ લીધો જેનાથી મોફિયા નિરાશ થઈ ગઈ અને ત્યાબાદ તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.
કેવી રીતે મળ્યા હતા મોફિયા અને સુહૈલ?
અત્રે જણાવવાનું કે મોફિયા અને મોહમ્મદ સુફૈલની મુલાકાત ફેસબુક દ્વારા થઈ હતી. થોડા દિવસ સુધી તેઓ સતત વાતચીત કરતા રહ્યા અને ત્યારબાદ તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા. પછી આ જ વર્ષે એપ્રિલમાં તેમણે લગ્ન કરી લીધા.
મોફિયાના પિતાના જણાવ્યાં મુજબ લગ્ન સમયે મોહમ્મદ સુહૈલે જણાવ્યું કે તે UAE માં નોકરી કરે છે. તે એક બ્લોગર પણ છે. પરંતુ લગ્ન બાદ સુહૈલે કહ્યું કે તે મૂવી પ્રોડ્યુસર બનવા માંગે છે. આથી તેણે મોફિયા પાસે દહેજમાં 40 લાખ રૂપિયા માંગ્યા. મોફિયા દહેજમાં વિશ્વાસ નહતી કરતી. આથી તેણે ના પાડી દીધી. ત્યારબાદ સાસરામાં મોફિયાને ખુબ પરેશાન કરવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે