Corona Virusથી કેરલમાં ડરનો માહોલ, રાજ્ય આપત્તિ જાહેર, તમામ જિલ્લામાં એલર્ટ


કોરોના વાયરસની અસર હવે ભારતમાં જોવા મળી રહી છે. કેરલ સરારે રાજ્ય આપત્તિ જાહેર કરી છે સાથે તમામ જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


 

Corona Virusથી કેરલમાં ડરનો માહોલ, રાજ્ય આપત્તિ જાહેર, તમામ જિલ્લામાં એલર્ટ

નવી દિલ્હીઃ કેરલ સરકારે કોરોના વાયરસને પોતાના પ્રદેશમાં રાજકીય આપત્તિ જાહેર કરી છે. પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ સોમવારે સાંજે કહ્યું કે, મુખ્યપ્રધાન પિનારઈ વિજયનના આદેશ પર તેની જાહેરાત કરવામાં આવી છે. અલપુઝા એનઆઈવીમાં આ બીમારીની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

તમામ જિલ્લામાં આ બાબતે યોગ્ય પગલા ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, સરકાર તે લોકોનું લિસ્ટ બનાવી રહી છે જે વુહાનથી પરત આવ્યા છે. તેના માટે ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટ સાથે સંપર્ક કરવાની તૈયારી છે. દરેક શંકાસ્પદ દર્દી પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 0

— Press Trust of India (@PTI_News) February 3, 2020

સોમવારે કેરલથી એક વ્યક્તિ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત હોવાના સમાચાર સામે આવ્યા હતા. હાલમાં વ્યક્તિએ ચીનની યાત્રા કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, નોવેલ કોરોના વાયરસ વ્યક્તિમાં પોઝિટિવ જોવા મળ્યો છે. દર્દીને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યો છે. તેની હાલત સ્થિર છે. સ્વાસ્થ્યની ટીમ દર્દી પર નજર રાખી રહી છે. 

આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસના સંબંધમાં નવી એડવાઇઝરી જારી કરી હતી. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું હતું કે, ચીનની યાત્રા ન કરો. જો ચીનથી પરત ફરશો તો તેને અલગ રાખવામાં આવશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news