Ganesh Chaturthi: ઘરે ભગવાન ગણપતિની સ્થાપના બાદ ભૂલથી પણ ન કરો આ કામ

ભગવાન ગણપતિને ભકતો ભારે ઉત્સાહથી ઘરમાં સ્થાપિત કરતા હોય છે, ભગવાન ગણપતિની પૂજાથી લઈને સાર સંભાળ, આરતી અને પ્રસાદ સહિતના તમામ કાર્યોમાં ભકતો લીન થઈ જતા હોય છે, પરંતુ ગણેશ સ્થાપના બાદ કેટલીક ભૂલો લોકો કરતા હોય છે, જે ના કરવી જોઈએ... અહીં જાણીએ ગણપતિની સ્થાપના બાદ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ...

Ganesh Chaturthi: ઘરે ભગવાન ગણપતિની સ્થાપના બાદ ભૂલથી પણ ન કરો આ કામ

નવી દિલ્હી: ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) ના પર્વ પર વાજતે-ગાજતે ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે. ભગવાન ગણેશનો જન્મ ભાદરવા માસમાં શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે થયો હતો જેથી ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. અનેક ઘરોમાં ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. બાપ્પાની સ્થાપના બાદ વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે.ભકતોની પૂજાથી પ્રસન્ન થઈ ગણેશ સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય આપતા હોય છે.

10 દિવસ સુધી ચાલનારા ગણપતિ મહોત્સવ (Ganesh Mahotsav) માં અનેક ઘરોમાં કે સાર્વજનિક સ્થળોમાં 10 દિવસ માટે ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. દોઢ દિવસ, ત્રણ દિવસ અને સાત દિવસ માટે ભગવાનની સ્થાપના કરી શકાય છે. 10 દિવસે એટલે અનંત ચતુર્દશી પર ભગવાન ગણપતિ (Ganpati) નું વિસર્જન કરવામાં આવે છે. વિધ્નહર્તા ગણપતિ (Ganpati) ની સ્થાપના શુભ મુહૂર્ત પર કરવામાં આવે છે. ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના બાદ તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જ્યા સુધી ભગવાન ગણપતિ વિરાજમાન છે ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

પ્રથમ ભગવાન ગણપતિને ભોગ ધરાવો
'અતિથિ દેવો ભવ' ઘરમાં જ્યારે મહેમાન આવે ત્યારે સૌથી પહેલા આપણે તેમને ભોજન કરાવતા હોય છે, ત્યારે આ તો વિધ્નહર્તા તમારા ઘરમાં વિરાજમાન થયા છે, તેથી ઘરમાં કોઈ પણ વ્યંજન બને ત્યારે તેનો સૌથી પહેલો ભોગ ગજાનનને ધરાવવામાં આવે છે.

ભગવાન ગણપતિને એકલા ન મૂકો
ઘરમાં ભગવાન ગણપતિ (Ganpati) વિરાજમાન થયા હોય ત્યારે તેમને એકલા મૂકવાનો વિચાર પણ મનમાં ન આવવો જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર ગણપતિને ઘરમાં એકલા ન મૂકવા જોઈએ. ક્યાય બહાર જવાનું હોય તો પણ ઘરમાં એક વ્યક્તિ તો હોવી જ જોઈએ.

ડુંગળી અને લસણથી રહો દૂર
ગણપતિ (Ganpati) ની સ્થાપના બાદ તમારી ખાનપાનના નિયમોમાં બદલાવ કરવા પડે છે. જેટલા દિવસ માટે ગણપતિ વિરાજમાન થાય છે તેટલા દિવસ ઘરમાં ડુંગળી-લસણનો ઉપયોગ થાય તેવા વ્યંજન ન બનાવવા અને તેને ન ખાવા જોઈએ. ધાર્મિક માન્યતા પ્રમાણે જો ડુંગળી-લસણ ખાવામાં આવે તો વિધ્નહર્તાની આરાધનાનો અનાદર કર્યો કહેવાય.

જુગાર ન રમવો
આમ તો જુગાર રમવું જ યોગ્ય નથી, પરંતુ ખાસ ગણપતિની સ્થાપના બાદ ઘરમાં કે ઘરની બહાર જુગાર રમવો જોઈએ નહીં, જુગાર રમવાથી મા લક્ષ્મી નારાજ થાય છે, અને તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓ ઉભી થાય છે.

માંસાહાર અને દારૂના સેવનથી દૂર રહો
ભગવાન ગણપતિ (Ganpati) ની સ્થાપના બાદ ઘર અને પોતાની જાતને શુદ્ધ રાખવી જરૂરી છે. સ્થાપના બાદ ઘરમાં માંસાહારનું સેવન ન કરો અને બજારમાં પણ ન ખાઓ. ગણપતિ ઘરમાં હોય ત્યારે દારૂનું સેવન પણ ન કરવું જોઈએ.

બ્રહ્મચાર્યનું પાલન કરો
ભગવાન ગણપતિ (Ganpati) ની સ્થાપના કર્યા બાદ ઘરમાં દંપતિએ બ્રહ્મચાર્યના વ્રતનું પાલન કરવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news