Karva Chauth 2019: આ શુભ મહૂર્તમાં પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે કરો પ્રાર્થના

વિવાહિત મહિલાઓ માટે કરવા ચોથ (Karva Chauth 2019) મોટો પર્વમાંથી એક છે. દેશભરમાં આજે કરવા ચોથનો પર્વ ઉવવામાં આવે છે. સુહાગ અને પ્રેમનું પ્રતીક કરવા ચોથ (Karva Chauth 2019) ના માત્ર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું છે

Karva Chauth 2019: આ શુભ મહૂર્તમાં પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે કરો પ્રાર્થના

નવી દિલ્હી: વિવાહિત મહિલાઓ માટે કરવા ચોથ (Karva Chauth 2019) મોટો પર્વમાંથી એક છે. દેશભરમાં આજે કરવા ચોથનો પર્વ ઉવવામાં આવે છે. સુહાગ અને પ્રેમનું પ્રતીક કરવા ચોથ (Karva Chauth 2019) ના માત્ર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું છે. પરંતુ આ વ્રત તે લોકોના સંબંધને પણ એક તક આપે છે. જેમના સંબંધમાં તીરાડ પડી ગઇ છે. આ વ્રત તે લોકોના સંબંધ સુધારવા માટે એક તક આપે છે. કરવા ચોથ (Karva Chauth 2019)નું વર્ત મહિલાઓ માટે ખુબજ ખાસ હોય છે. તે આખુ વર્ષ આ વ્રતની રાહ જોતી હોય છે. હિન્દુ ધર્મમાં વિવાહિત મહિલાઓ તેના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. ત્યારબાદ કરવા ચોથ પર ગ્રહોનો શુભ સંયોગ પણ છે. રોહિણી નક્ષત્રમાં મંગળ યોગ શુંભ છે. 

આ તહેવાર દિવાળીથી થોડા દિવસ પહેલા કાર્તિક માસ, કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ નિર્જલા વ્રત કરે છે. સવારે સૂર્યોદય થવાની સાથે જ પૂજા પાઠની પ્રક્રિયા શરૂ થઇ જાય છે જે રાત્રે ચદ્ર દર્શનની સાથે સમાપ્ત થયા છે.

કરવા ચોથના શુભ મહૂર્ત
ચંદ્ર પૂજા મહૂર્ત: સાજે 6:37 કલાકથી રાત્રિના 8:00 કલાક સુધી

કરવા ચોથનું વ્રત
વિવાહિત મહિલા દર વર્ષે પોતાના પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરવા માટે વ્રત રાખે છે. કહેવામાં આવ્યું છે કે, આ વ્રત રાખવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તી થાય છે. કાર્તિક કૃષ્ણ પક્ષ ચતુર્થી માનાવવામાં આવાત પર્વને કરવા ચોથના નામથી ઓળખવામાં આવે છે. આ વ્રતના દિવસે ચંદ્ર દર્શનના સમયે ચતૃર્થી તિથિ આવશ્યક છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news