satellite shankar trailer : સેટેલાઇટ શંકર ટ્રેલર છે દમદાર, દેશને જોડતો દેખાયો એક સૈનિક

satellite shankar trailer : સેટેલાઇટ શંકર ટ્રેલર છેવટે રિલીજ થયું છે. જે દમદાર છે. બોક્સ ઓફિસ પર છવાઇ જવા માટે આ ફિલ્મ હવે તૈયાર છે. આ ફિલ્મનું ટ્રેલર દેશભક્તિથી છલોછલ છે જેમાં એક સૈનિક દેશને જોડતો દેખાઇ રહ્યો છે. 

satellite shankar trailer : સેટેલાઇટ શંકર ટ્રેલર છે દમદાર, દેશને જોડતો દેખાયો એક સૈનિક

નવી દિલ્હી : અભિનેતા સૂરજ પંચોલી (Sooraj Pancholi) ની આગામી ફિલ્મ સેટેલાઇટ શંકર નું ટ્રેલર આજે રિલીઝ કરાયું છે. અગાઉ કેટલીક વાર રદ કરાયા બાદ છેવટે યૂટ્યૂબ પર આજે આ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જે ઘણું દમદાર છે અને દેશભક્તિથી છલોછલ છે. 

આ ટ્રેલરમાં કાશ્મીરની ઘાટીથી લઇને બોર્ડર સુધીનો તણાવ તો નજરે પડે છે સાથોસાથ દેશની અંદરની પીડા પણ દેખાય છે. લોકોની વચ્ચે રહીને આ કડવાહટ દૂર કરવા પ્રયાસ કરતા એક સૈનિકના સંઘર્ષની વાર્તા જણાય છે. જુઓ ટ્રેલર

સેટેલાઇટ શંકર નામથી આ ફિલ્મમાં લીડ રોલ આદિત્ય પંચોલીનો પુત્ર સૂરજ પંચોલી (Sooraj Pancholi) નિભાવી રહ્યો છે. અહીં નોંધનિય છે કે અત્યાર સુધી આ ફિલ્મના ઘણા પોસ્ટર અને ટીજર રિલીઝ કરવામાં આવ્યા છે જેને લોકોએ પસંદ કર્યા છે. તો આજે રિલીઝ થયેલ ટ્રેલર પણ ઘણું પસંદ આવી રહ્યું છે. 

આ ફિલ્મને ઇરફાન કમલે ડાયરેક્ટ કરી છે. મુરાદ ખેતાની અને અશ્વિન વર્દેએ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મમાં સૂરજની ઓપોઝિટ એક્ટ્રેસ મેઘા આકાશ નજર આવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 15 નવેમ્બર 2019 ના રોજ રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news