કરતારપુર કોરિડોર સીમા સુધી લંબાવાશે, પાકિસ્તાન પણ ખોલશે સરહદ
રેલ્વે મંત્રાલય પણ ગુરૂનાનક દેવ સાથે જોડાયેલા સ્થળો પર સ્પેશ્યલ ટ્રેન ચલાવાશે, ભારત સરકાર દ્વારા યુનેસ્કોને અપીલ કરવામાં આવશે કે ગુરૂ નાનકનાં વિચારોને તમામ ભાષાઓમાં ભાષાંતર કરીને પ્રકાશિત કરે
Trending Photos
નવી દિલ્હી : પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુની પાકિસ્તાન યાત્રા બાદથી જ કરતાપુર સાહેબ કોરિડોરની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. હવે આ અંગે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નાણામંત્રી અરૂણ જેટલીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કેબિનેટનાં નિર્ણય અંગેની માહિતી આપી હતી. રાજનાથ સિંહે માહિતી આપી છે કે કેન્દ્ર સરકાર આ પર્વને મોટા પ્રમાણમાં મનાવશે. સરકાર ગુરદાસપુર જિલ્લા મુદ્દે આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી કરતારપુર કોરિડોરનું નિર્માણ કરશે. જ્યાં તમામ જરૂરી સુવિધાઓ આપવામાં આવશે. આ કોરિડોર થકી લોકોને કરતારપુર સાહેબ જવામાં મદદ મળશે.
આ ઉપરાંત પાકિસ્તાન સરકારને અપીલ કરવામાં આવસે કે તે પોતાનાં ક્ષેત્રનાં હિસ્સામાં તેના માટે સુવિધાઓ વધારે. સરકારે તે ઉપરાંત તે પણ નિર્ણય લીધો છે કે પંજાબના કપુરથા જિલ્લામાં આવતા સુલ્તાનપુર લોધી શહેરને એક સ્માર્ટ સીટી તરીકે ડેવલપ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ શહેરને પિંડ બાબે નાનક દા નામથી ઓળખવામાં આવે છે.
ઉપરાંત અમૃતસરમાં પણ ગુરૂ નાનકનાં નામે યૂનિવર્સિટી બનાવવામાં આવશે, જ્યાં ધર્મ અંગેનો અભ્યાસ કરાવવામાં આવશે. આ યૂનિવર્સિટીનું ટાઇઅપ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી સાથે કરવામાં આવશે. બીજી તરફ રેલ મંત્રાલય પણ ગુરૂ નાનક દેવ સાથે જોડાયેલા સ્થળો માટે સ્પેશ્યલ ટ્રેનનું સંચાલન કરશે. ભારત સરકાર દ્વારા યૂનેસ્કોને અપીલ કરવામાં આવશે કે ગુરૂ નાનકનાં વિચારોને તમામ ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવે.
પાકિસ્તાને કર્યું સ્વાગત ઝડપથી ચાલુ થશે કામ
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન આ મહિનાના અંતથી જ કોરિડોર બનાવવાનું ચાલુ કરશે. ઇમરાન ખાન પોતે જ તેની શરૂઆત કરશે. જો કે તેની તારીખ નિશ્ચિત કરવામાં આવી નથી. કોરિડોર 2019 સુધીમાં પુર્ણ થઇ જશે. પાકિસ્તાન સરકાર તરફથી ભારત સરકારનાં નિર્ણયનું સ્વાગત કરામાં આવ્યું છે.
ક્રેડિટ વોર શરૂ થઇ ગઇ
કેન્દ્ર સરકારનાં આ નિર્ણય બાદ હવે ક્રેડિટ વોર ચાલુ થઇ ચુકી છે. કેન્દ્રીય મંત્રી હરસીમરત કૌરે કહ્યું કે, અકાલી દળની અપીલ બાદ કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે તે તેના માટે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરે છે. બીજી તરફ પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ પણ સરકારનાં આ નિર્ણયનું સ્વાગત કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, સિદ્ધુએ જ પોતાની પાકિસ્તાન મુલાકાત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે