Karnataka ના સફાઈકર્મીએ પરસેવાની કમાણીથી લાઈબ્રેરી બનાવી, અસામાજિક તત્વોએ આગ ચાંપી દીધી
કર્નાટકઃ સફાઈકર્મીએ પરસેવાની કમાણીથી ગ્રામજનો માટે લાઈબ્રેરી ખોલી, ઉપદ્રવીઓએ આગચંપી કરતા 11 હજાર પુસ્તકો બળીને ખાખ
Trending Photos
કર્નાટકઃ કોરોના કાળમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. એક તરફ એક સફાઈકર્મી પોતાની જિંદગીભરની પરસેવાની કમાણીથી પાઈ-પાઈ જોડીને ગ્રામજનો માટે એક પુસ્તકાલય બનાવ્યું. બીજી તરફ કેટલાંક ઉપદ્રવીઓએ મળીને તેને આગચંપી કરી દીધી. જેને કારણે લાઈબ્રેરીમાં સંગ્રહ કરેલા અંદાજે 11 હજાર કરતા પણ વધારે વિવિધ વિષયોના પુસ્તકો બળીને ખાખ થઈ ગયા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના કર્નાટકના મૈસૂર જિલ્લામાં આવેલાં એક ગામની છે. અહીં રહેતા એક સફાઈકર્મીએ પરસેવાની કમાણીથી ગ્રામજનો માટે લાઈબ્રેરી ખોલી અને તેમાં અંદાજે 11 હજાર કરતા વધારે પુસ્તકોને સંગ્રહ એકત્રિત કર્યો. જોકે, કેટલાંક અસામાજિક તત્વોને આ વાત આંખના કણાની જેમ ખૂંચતી હતી. અને આખરે તેમણે પોતાના બદઈરાદાઓને અંજામ આપવા માટે આ વિદ્યાના મંદિર સમાન પુસ્તકાલયને પોતાનો ટાર્ગેટ બનાવ્યો.
અસામાજિક તત્વોએ પુસ્તકાલયમાં આગ ચાંપી દીધી. જેને કારણે અહીં રાખવામાં આવેલા હજારો પુસ્તકો બળીને ખાખ થઈ ગયા. સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે જાણ કરવામાં આવતા હાલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ સોશલ મીડિયા પર આ ઘટનાની જાણ થતાં જ આ લાઈબ્રેરીને ફરી ઉભી કરવા માટે સંખ્યાબંધ લોકો દાતા બનીને સામે આવી રહ્યાં છે અને તેઓ આ પુસ્તકાલયને ફરી શરૂ કરવા માટે યથાશક્તિ યોગદાન આપવા સામે આવી રહ્યાં છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ કર્નાટકના મૈસૂરમાં આવેલી એક કન્નડ લાઈબ્રેરીને કેટલાંક અસામાજિક તત્વોએ પોતાનો ટાર્ગેટ બની હતી. પોલીસે જણાવ્યુંકે, આગ એટલી વિકરાળ હતીકે, અહીં મુકેલી તમામ પુસ્તકો બળીને ખાખ થઈ ગઈ. લાઈબ્રેરીમાં મોટી સંખ્યામાં ગીતા, કુરાન, બાઈબલ અને અન્ય સાહિત્યિક પુસ્તકો પણ હતાં.
પોતાના પરસેવાની કમાણીથી પાઈ-પાઈ જોડીને અહીંના 62 વર્ષીય સૈયદ ઈશહાકે વર્ષ 2011માં આ લાઈબ્રેરી બનાવી હતી. સૈયદ ઈશહાક પોતે એક સફાઈકર્મી તરીકે કામ કરે છે. તેમણે પોતાની મહેનતની કમાણીથી આ લાઈબ્રેરી તૈયાર કરાવી હતી. અહીંના ગ્રામજનો અને ખાસ કરીને યુવા પેઢીને ભણાવવાનું ઈશહાકભાઈનું સપનું હતું. ઈશહાકભાઈને નાનપણથી ભણવાનો ખુબ જ શોખ હતો. પણ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ભણી શક્યા નહોંતા. એટલાં જ માટે તેમણે એવું બીડું ઝડપ્યુંકે, હવેથી તેમના ગામમાં કોઈ નિરક્ષર ન રહેવું જોઈએ. ખરેખર તેમનું આ ઉમદા કાર્ય કાબિલે દાદ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે