કર્ણાટકના રાજકીય સંકટનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો, રાજનાથ સિંહે રાહુલ ગાંધીને માર્યો ટોણો
કર્ણાટકમાં એચ ડી કુમારસ્વામી સરકાર પર સંકટનો મુદ્દો આજે લોકસભામાં પણ ઉઠ્યો. સદનમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપ પર રાજ્ય સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો.
Trending Photos
નવી દિલ્હી: કર્ણાટકમાં એચ ડી કુમારસ્વામી સરકાર પર સંકટનો મુદ્દો આજે લોકસભામાં પણ ઉઠ્યો. સદનમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપ પર રાજ્ય સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો. જવાબમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યું કે કર્ણાટકમાં જે કઈ થઈ રહ્યું છે તેમાં તેમની પાર્ટીનો કોઈ હાથ નથી. રાજનાથે કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામાના બહાને રાહુલ ગાંધીને ટોણો પણ માર્યો અને કહ્યું કે રાજીનામાની શરૂઆત તો રાહુલે કરી હતી.
કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો લોકતંત્રની હત્યાનો આરોપ
લોકસભામાં ચૌધરીએ કર્ણાટકના મુદ્દાને ઉઠાવતા કહ્યું કે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ ભાજપનો હાથ છે. તેમણે કહ્યું કે ભાજપ લોકતંત્રની હત્યા કરી રહ્યો છે. ચૌધરીએ કહ્યું કે એમપી, કર્ણાટક જ્યાં અમારી સરકાર છે ત્યાં સરકાર તોડવા માટે તેઓ પક્ષ પલટાની હરકત કરાવી રહ્યાં છે. આ સરકાર ગુપ્ત રીતે ષડયંત્ર રચી રહી છે. વિપક્ષ સરકારમાં રહે તે તેમને પસંદ નથી. આ ચિંતાની વાત છે. અમારી પાર્ટીના ધારાસભ્યોને મુંબઈમાં આલીશાન હોટલમાં રખાયા છે.
Rajnath Singh: We're committed to maintaining dignity of parliamentary democracy. Trend of submitting resignations was started by Rahul Gandhi in Congress,it wasn't started by us. He himself asked people to submit resignations,even senior leaders are submitting their resignations https://t.co/xYr87k6qEJ
— ANI (@ANI) July 8, 2019
રક્ષામંત્રીએ કહ્યું કે અમારે કોઈ લેવાદેવા નથી
ચૌધરીના આરોપોનો જવાબ આપતા સદનમાં ઉપનેતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમની પાર્ટીને કર્ણાટકના ઘટનાક્રમ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે અમારો ઈતિહાસ રહ્યો છે કે કોઈ પણ પ્રકારનું પ્રલોભન આપીને અમે પક્ષ પલટો કરાવવાની કોશિશ કરી નથી. સંસદીય લોકતંત્રની ગરીમા જાળવી રાખવા માટે અમે લોકો સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ.
જુઓ LIVE TV
કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાના બહાને રક્ષા મંત્રી રાજનાથે વાયનાડના સાંસદ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે રાજીનામુ આપવાનો સિલસિલો અમે લોકોએ શરૂ નથી કરાવ્યો. કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ રાજીનામું આપવાનો સિલસિલો શરૂ કર્યો છે. તેમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી. જ્યારે રાજનાથ સિંહ રાહુલ ગાંધી પર વ્યંગ કરી રહ્યાં હતાં ત્યારે તેઓ સદનમાં હાજર હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે