સીમા ક્રોસ કરી રહી છે કોંગ્રેસ, હું સીએમ પદ છોડવા તૈયાર છું: કુમારસ્વામી

મીડિયાના આ સવાલ પર કે કોંગ્રેસ ધારાસભ્ય સિદ્ધરમૈયાને તેમના મુખ્યમંત્રી માને છે? કુમારસ્વામીએ ગુસ્સામાં જવાબ આપતા કહ્યું કે, હવે કોંગ્રેસ નેતા તેમની સીમા ક્રોસ કરી રહ્યાં છે. કોંગ્રેસે આ નેતાઓ પર કંટ્રોલ કરવો જોઇએ

સીમા ક્રોસ કરી રહી છે કોંગ્રેસ, હું સીએમ પદ છોડવા તૈયાર છું: કુમારસ્વામી

નવી દિલ્હી: કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સોમવારના ફરી એકવાર કોંગ્રેસ પર રોષ વ્યક્ત કર્યો છે. મીડિયાના આ સવાલ પર કે કોંગ્રેસ ધારાસભ્ય સિદ્ધરમૈયાને તેમના મુખ્યમંત્રી માને છે? કુમારસ્વામીએ ગુસ્સામાં જવાબ આપતા કહ્યું કે, હવે કોંગ્રેસ નેતા તેમની સીમા ક્રોસ કરી રહ્યાં છે. કોંગ્રેસે આ નેતાઓ પર કંટ્રોલ કરવો જોઇએ, જો તેઓ આ પ્રકારની વાતો ચાલુ રાખે છે, તો  તો હું મુખ્યમંત્રી પદથી હટવા માટે તૈયાર છું. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે આ મુદ્દાઓ પર નજર રાખવી જોઇએ. હું તેના માટે જવાબદાર વ્યક્તિ નથી.

— ANI (@ANI) January 28, 2019

કર્નાટકના ઉપ મુખ્યમંત્રી જી પરમેશ્વરાએ કહ્યું કે સિદ્ધરમૈયા સૌથી સારા મુખ્યમંત્રી રહ્યાં છે. તેઓ અમારા નેતા છે. કોંગ્રેસ ધારાસભ્ય માટે સિદ્ધરમૈયા જ મુખ્યમંત્રી છે. અમે તેમની સાથે ખુશ છીએ.

તમને જણાવી દઇએ કે, 25 જાન્યુઆરીએ જ કર્નાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ દાવો કર્યો હતો કે, જેડી(એસ)-કોંગ્રેસ ગઠબંધન સરકાર તોડવા માટે વિપક્ષી ભાજપ તેમનું ઓપરેશન લોટસ ચાલાવી રહ્યાં છે અને તેમના ‘ઉપહાર’ના માધ્યમથી કોંગ્રેસ ધારાસભ્યોને તેમના પગ નીચે લાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ભાજપે આ પ્રકારનો આરોપ નકારી કાઢ્યો હતો.

કથિત રીતથી આપવામાં આવેલી ભેટ પાછળ ભાજપ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદુરપ્પાનું હોવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે ધારાસભ્યએ તેમને જણાવ્યું છે તેમણે ભેટનો અસ્વિકાર કર્યો છે. બજી તરફ આ દાવાને ખોટો ગણાવતા યેદુરપ્પાએ સામે પ્રહાર કર્યો હતો કે, કુમારસ્વામીએ એક ભાજપ ધારાસભ્યને લાલચ આપવાનો પ્રયત્ન કર્યો હતો. કુમારસ્વામીએ કહ્યું કે, ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે. તેમણે (ભાજપવાળાએ) એક કોંગ્રેસ ધારાસભ્યને ફોન કરી તેમને પુછ્યુ કે ભેટ ક્યાં મોકલવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news