વરૂણ ધવન, ગર્લફ્રેન્ડ નતાશા દલાલ અને એક મોટા સમાચાર, જાણવા કરો ક્લિક...

વરૂણ ધવન અને નતાશા દલાલનો પ્રેમસંબંધ કોઈ સિક્રેટ નથી

વરૂણ ધવન, ગર્લફ્રેન્ડ નતાશા દલાલ અને એક મોટા સમાચાર, જાણવા કરો ક્લિક...

મુંબઈ : વરૂણ ધવન અને નતાશા દલાલનો પ્રેમસંબંધ કોઈ સિક્રેટ નથી. હવે માહિતી મળી છે કે નતાશાએ પોતાના લગ્નની તડામાર તૈયારી શરૂ કરી દીધી છે કારણ કે વરૂણ અને નતાશાએ 2019માં લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે. મળતી માહિતી પ્રમાણે નતાશાના પરિવારે લગ્ન માટે ચાંદીના વાસણોની તેમજ કપડાંની ખરીદી શરૂ કરી દીધું છે તેમજ ફ્લાવર ડેકોરેશનનું પ્લાનિંગ કરી નાખ્યું છે. 

વરૂણ ધવન પોતાની ગર્લફ્રેન્ડને લઈને હાલમાં ચર્ચામાં છે. વરૂણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે આ વર્ષે લગ્ન કરશે તેવા સામાચાર સામે આવ્યા છે. નતાશા દલાલ કોઈ બોલિવૂડ અભિનેત્રી નથી પણ ડિઝાઈનર છે. વરુણ છેલ્લા ઘણા વર્ષોથી નતાશાને ડેટિંગ કરી રહ્યો છે. વરુણ ધવને આ અંગે એક અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે. હું લગ્ન કરવા માગું છું, એક સમય એવો આવે છે જ્યારે તમારે જીવનમાં આ નિર્ણય લેવો જ પડે છે. હું

લગ્ન વિશે વરૂણે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું હતું કે તેનો પરિવાર પંજાબી છે તેથી પંજાબી રીત રિવાજ પ્રમાણે પરંપરાગત લગ્ન કરવા માગે છે. વરુણ હાલમાં જ પોતાના માતા પિતાના ઘરમાંથી શિફ્ટ થયો છે. સૂત્રો અનુસાર વરૂણ આ વર્ષે લગ્ન કરશે તેથી પોતાના નવા ઘરમાં શિફ્ટ થયો છે. છેલ્લા કેટલાક દિવસો પહેલા વરુણ અને નતાશાના બ્રેકઅપની ખબર આવી હતી પણ હવે આ કપલની લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news