સુરત : બ્રિજ પરથી જઈ રહેલ બાઈક પર પડ્યું જાહેરાતનું મોટું ગડર, Live દ્રશ્યો કેદ થયા

 સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા તાપી નદી પરના જુના બ્રિજ પર મુકવામાં આવેલા જાહેરાત બોર્ડના ગર્ડર સાથે હેવી વેહિકલ અથડાતા અકસ્માત બન્યો હતો. આ ઘટનામાં ગર્ડર પડતા મોટરસાયકલ પર જઈ રહેલા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના ડોકટરે ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યો હતો.

સુરત : બ્રિજ પરથી જઈ રહેલ બાઈક પર પડ્યું જાહેરાતનું મોટું ગડર, Live દ્રશ્યો કેદ થયા

તેજશ મોદી/સુરત : સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા તાપી નદી પરના જુના બ્રિજ પર મુકવામાં આવેલા જાહેરાત બોર્ડના ગર્ડર સાથે હેવી વેહિકલ અથડાતા અકસ્માત બન્યો હતો. આ ઘટનામાં ગર્ડર પડતા મોટરસાયકલ પર જઈ રહેલા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના ડોકટરે ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યો હતો.

સુરત શહેરના કતારગામ-અમરોલી વિસ્તારને જોડાતા તાપી નદી પરના જુના બ્રિજ ઉપર દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર હોય છે. શહેરની બહારથી પણ મોટી સંખ્યામાં હેવી વાહનો અહીંથી આવતા હોય છે, ત્યારે સોમવારે સવારે કાર લઈને એક કન્ટેનર જઈ રહ્યું છે. આ કન્ટેનરની ઊંચાઈ વધુ હોવાથી બ્રિજ પર જાહેરાત માટે મુકવામાં આવેલા બોર્ડના ગર્ડર સાથે કન્ટેનર ધડાકા સાથે અથડાયું હતું. કન્ટેનર અથડાતા જાહેરાતનું ગર્ડર ધકડા સાથે નીચે પટકાયું હતું. ગર્ડર જયારે નીચે પડ્યું, ત્યારે ત્યાંથી એક બાઈક પસાર થઈ રહ્યું હતું. ગર્ડર બાઈક ઉપર બેઠેલા બંને વ્યક્તિઓ પર પડ્યું હતું. બે વ્યક્તિઓ પૈકી એકને ગંભીર ઈજા થઇ હતી, તો બીજા વ્યક્તિને સામાન્ય ઈજા થઇ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા શબ્બીર નામના વ્યક્તિને સારવાર માટે 108ની મદદથી સ્મીમેર હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોકટરે શબ્બીરને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે અમરોલી પોલીસ ગુનો દાખલ કરી તપાસ શરુ કરવાની કામગીરી શરુ કરી હતી.

નવો બ્રિજ શરૂ કરાયો

જુના અમરોલી તાપી બ્રીજ પર અકસ્માતની ઘટના બનતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જેથી પોલીસ દ્વારા નવા બનેલા ફ્લાય ઓવર બ્રિજને લોકોએ જ ખુલ્લો મૂક્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આ બ્રિજ બનીને તૈયાર છે, તેમ છતા હજુ સુધી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. જોકે લોકોને આજે મોકો મળતા તેના પરથી વાહનો સાથે પસાર થયા હતા, પરંતુ બાદમાં પોલીસ અને મનપાએ બ્રિજ બંધ કરાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news