Karnataka Election Result: કર્ણાટકમાં બહુમત નહીં મળે તો પણ હાર નહીં માને ભાજપ, સરકાર બનાવવા માટેનો આ છે પ્લાન

Karnataka Assembly Result:  ટ્રેન્ડ મુજબ ભાજપ બહુમતથી ઘણું દૂર છે. આવામાં તેનું સરકાર બનાવવાનું સપનું તૂટી શકે છે. પરંતુ પાર્ટીને હજુ પણ પૂર્ણ બહુમતની આશા છે.મતગણતરી ચાલુ છે. જે ટ્રેન્ડ સામે આવ્યા છે તેમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી છે.

Karnataka Election Result: કર્ણાટકમાં બહુમત નહીં મળે તો પણ હાર નહીં માને ભાજપ, સરકાર બનાવવા માટેનો આ છે પ્લાન

Karnataka Assembly Result: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. મતગણતરી ચાલુ છે. જે ટ્રેન્ડ સામે આવ્યા છે તેમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી છે. હાલ ભાજપ 73 તો કોંગ્રેસ 123 બેઠકો પર આગળ છે. જ્યારે જેડીએસ 22 બેઠકો પર આગળ છે અને અન્ય 6 બેઠક પર. આમ છતાં ભાજપે આશા છોડી નથી. 

શું છે ભાજપનો પ્લાન?
ટ્રેન્ડ મુજબ ભાજપ બહુમતથી ઘણું દૂર છે. આવામાં તેનું સરકાર બનાવવાનું સપનું તૂટી શકે છે. પરંતુ પાર્ટીને હજુ પણ પૂર્ણ બહુમતની આશા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે જો અમારો આંકડો બહુમતથી દૂર રહેશે તો પાર્ટી એવા પૂર્વ નેતાઓને પાછા લાવવાની કોશિશ કરશે જેમણે નિષ્ઠા બદલી છે અને જીત્યા છે. પક્ષપલટા વિરોધી કાયદાને રોકવા માટે આ નેતાઓને ભલામણ કરાશે કે તેઓ પોતાની બેઠકોથી રાજીનામું આપે અને ભાજપ સરકારનો માર્ગ મોકળો કરે. 

ભાજપ અપક્ષ ઉમેદવારોમાંથી પણ કોઈ જીતે તો તેમના સમર્થન મેળવવા માટે કોશિશ કરશે. ભાજપ નેતાએ જણાવ્યું કે જો પાર્ટી પૂર્ણ બહુમતથી દૂર રહેશે તો ભાજપ જેડીએસનું સમર્થન કરશે અને એચડી કુમારસ્વામીને મુખ્યમંત્રી તરીકે આગળ વધારશે. કુમારસ્વામી જે સારવાર માટે સિંગાપુરમાં હતા. આજે સવારે પાછા ફર્યા છે અને કર્ણાટકમાં ભાજપને મુખ્યમંત્રી બનવાની પોતાની ઈચ્છા અંગે પહેલેથી જણાવેલું છે. 

કોંગ્રેસનો પ્લાન પણ જાણો
ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમત મળી ગયો છે. પરંતુ આમ છતાં પાર્ટી અલર્ટ મોડ પર છે. કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) કે સી વેણુગોપાલ પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીતનું નેતૃત્વ કરી રહ્યા છે. રણદીપ સૂરજેવાલા પણ રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા, ડી કે શિવકુમાર, જગદીશ શેટ્ટાર, એચ કે પાટીલ તથા અન્ય સાથે વાતચીત માટે બેંગ્લુરુમાં છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના ઘરે પણ ચહલપહલ જોવા મળી રહી છે. 

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યાં મુજબ પાર્ટીની પહેલી પ્રાથમિકતા સરકાર બનાવવાની રહેશે. જો પાર્ટીને બહુમત માટે ઓછી બેઠક મળશે તો જેડીએસને તોડવાની કોશિશ પ્રાથમિકતા રહેશે. કોંગ્રેસના સૂત્રોએ ન્યૂઝ એજન્સી આઈએએનએસને જણાવ્યું કે સિદ્ધારમૈયાને આ કામની જવાબદારી સોંપવામાં આવી છે. કારણ કે તેઓ જેડીએસના પૂર્વ નેતા હતા અને પાર્ટીમાં તેમના ઊંડા સંપર્ક છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news