કર્ણાટકમાં ટિકિટ વહેંચણી પર ભાજપમાં મહામંથન, મધરાત સુધી ચાલી મીટીંગ, લિસ્ટમાં મોડું થતાં કોંગ્રેસે કર્યો કટાક્ષ

Karnataka Election 2023: ભાજપ દ્વારા ટિકિટ વિતરણમાં વિલંબને લઈને કોંગ્રેસે ઝાટકણી કાઢી છે. રણદીપ સુરજેવાલાએ ભાજપને નાસભાગ મચાવનાર પાર્ટી ગણાવી હતી. હજુ સુધી ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી ફાઈનલ કરવામાં આવી નથી.
 

કર્ણાટકમાં ટિકિટ વહેંચણી પર ભાજપમાં મહામંથન, મધરાત સુધી ચાલી મીટીંગ, લિસ્ટમાં મોડું થતાં કોંગ્રેસે કર્યો કટાક્ષ

Karnataka Assembly Election 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર નક્કી કરવા માટે શનિવારે (8 એપ્રિલ) ફરીથી દિલ્હીમાં બીજેપીની એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આ પહેલા પાર્ટીની થિંક ટેન્કે શુક્રવારે મોડી રાત્રે લગભગ ત્રણ કલાક સુધી ટિકિટ વિતરણ પર મંથન કર્યું, પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું. ભાજપના ઉમેદવારોની જાહેરાતમાં વિલંબને લઈને કોંગ્રેસે ઝાટકણી કાઢી છે.

દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે શુક્રવારે મોડી રાત્રે મળેલી બેઠકમાં કર્ણાટકમાં ટિકિટ વહેંચણીને લઈને ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, બીએસ યેદિયુરપ્પા સહિત ઘણા મોટા નેતાઓ હાજર હતા. લગભગ 3 કલાક સુધી ચાલેલી બેઠકમાં ઉમેદવારોના નામોની ચર્ચા થઈ હતી, પરંતુ યાદીને આખરી ઓપ આપવા માટે આજે બીજી બેઠક યોજવાનું નક્કી કરાયું હતું.

ભાજપ પર કોંગ્રેસનો ટોણો
ભાજપના ઉમેદવારોની જાહેરાત કરવામાં વિલંબ પર કટાક્ષ કરતા કોંગ્રેસે અલગ જ કહાની કહી છે. કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, “ભાજપનો અર્થ છે નાસભાગ મચાવનારી પાર્ટી. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પોતાની સીટ પરથી ચૂંટણી લડવા માંગતા નથી. તેમના મંત્રીઓ પણ તેમની બેઠકો પર ચૂંટણી લડવા માંગતા નથી. દરેક પોતપોતાની સીટ છોડીને ભાગી રહ્યા છે. ભાજપમાં નાસભાગ મચી ગઈ છે.

રાહુલનું સભ્યપદ રદ થયા બાદ પ્રથમ ચૂંટણી
કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો પર 10 મેના રોજ મતદાન છે અને પરિણામ 13 મેના રોજ જાહેર કરવામાં આવશે. અદાણી વિવાદ અને રાહુલનું સંસદ સભ્યપદ રદ થયા બાદ આ પહેલી ચૂંટણી છે જેમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોની જાહેરાત કરી છે, પરંતુ ભાજપની યાદીની હજુ રાહ જોવાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news