કપિલ શર્માની રિસેપ્શન પાર્ટીમાં દીપિકા-રણવીરે સ્ટેજ પર લગાવી આગ, વાઈરલ થયા VIDEO

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને તેની પત્ની અભિનેત્રી દીપિકા પાદૂકોણના ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે.

કપિલ શર્માની રિસેપ્શન પાર્ટીમાં દીપિકા-રણવીરે સ્ટેજ પર લગાવી આગ, વાઈરલ થયા VIDEO

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને તેની પત્ની અભિનેત્રી દીપિકા પાદૂકોણના ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. હકીકતમાં આ વીડિયો કોમેડિયન કપિલ શર્માના રિસેપ્શન પાર્ટીના છે. જ્યાં રણવીર અને દીપિકાએ સ્ટેજ પર જોરદાર ડાન્સ કર્યો હતો. કપિલ શર્માના 12 ડિસેમ્બરના રોજ ગિન્ની ચતરથ સાથે જલંધરમાં હિંદુ રીતિ રિવાજથી લગ્ન થયા હતાં. ત્યારબાદ સોમવારના રોજ કપિલ અને ગિન્નીએ ગ્લેમર ઈન્ડસ્ટ્રી માટે મુંબઈમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. 

A post shared by Manav Manglani (@manav.manglani) on

આ પાર્ટીમાં દીપિકા અને રણવીરે રંગ જમાવ્યો હતો. બંનેએ મીકા સિંહ સાથે મળીને ગીત પણ ગાયુ હતું. હવે આ સમારંભના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. 

A post shared by DeepVeer Wale 💑👪👰💍 (@deepveer.news) on

અત્રે જણાવવાનું કે રણવીર અને દીપિકાના પણ હાલમાં જ લગ્ન થયા છે. બંનેએ 14 અને 15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ સિંબા એ રણવીર સિંહની  પહેલી મૂવી  હશે. આ ફિલ્મમાં તે સારા અલી ખાન સાથે જોવા મળશે. સારાની આ બીજી ફિલ્મ છે. દીપિકાએ પણ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. દીપિકા જલદી મેઘના ગુલઝારના દિગ્દર્શનમાં બનનારી ફિલ્મ છપાકમાં જોવા મળશે. ફિલ્મ એસિડ એટેક પીડિતાની વાર્તા પર આધારિત છે. 

A post shared by Manav Manglani (@manav.manglani) on

નોંધનીય છે કે મુંબઈના જેડબલ્યુ મેરિયટમાં રાખવામાં આવેલી આ પાર્ટીમાં બોલિવૂડથી લઈને નાના પડદાના કલાકારોએ પોતાની હાજરી નોંધાવી. ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, સલીમ ખાન, ગુરુ રંધાવા, રણવીર સિંહ, દીપિકા પાદૂકોણ, કરણ જૌહર, કાર્તિક આર્યન, હની સિંહ, રવિના ટંડન સહિત કલાકારોએ હાજરી આપી હતી. મશહૂર કોમેડિયન જોની લીવર, સુનિલ પાલ, કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ, કિકુ શારદા તથા ચંદન પ્રભાકર પોત પોતાના પરિવાર સાથે સામેલ થયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news