IND vs AUS: ઓપનિંગમાં ફેલ થશે તો વિહારીનું શું, MSK પ્રસાદે કર્યો ખુલાસો

હનુમા વિહારીને લોકેશ રાહુલ અને મુરલી વિજય નિષ્ફળ રહ્યાં બાદ ટીમ મેનેજમેન્ટે પર્દાપણ કરી રહેલા મયંક અગ્રવાલની સાથે ઈનિંગની શરૂઆત કરવા માટે પસંદ કર્યો છે. 

 IND vs AUS: ઓપનિંગમાં ફેલ થશે તો વિહારીનું શું, MSK પ્રસાદે કર્યો ખુલાસો

મેલબોર્નઃ હનુમા વિહારી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બુધવારથી શરૂ થઈ રહેલા મેલબોર્નમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા ભજવશે. જેના પર પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે આશ્વાસન આપ્યું કે, તે નવી જવાબદારીમાં અસફળ રહે તો, તેને મધ્યમક્રમમાં પૂરી તક મળશે. લોકેશ રાહુલ અને મુરલી વિજય નિષ્ફળ રહ્યાં બાદ ટીમ મેનેજમેન્ટે પર્દાપણ કરી રહેલા મયંક અગ્રવાલની સાથે વિહારીને ઈનિંગની શરૂઆત કરવા માટે પસંદ કર્યો છે. 

પ્રસાદને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું આ વિહારી સાથે ખોટુ નથી, કારણ કે, તેણે અત્યાર સુધી માત્ર બે ટેસ્ટ રમી છે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તે નિયમિત રીતે ઈનિંગની શરૂઆત કરતો નથી. પ્રસાદે કર્યું, આગામી બે ટેસ્ટમાં જો તે ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકામાં નિષ્ફળ રહે તો પણ તેને મધ્યમક્રમમાં પૂરી તક મળશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં આંધ્ર માટે રમતા વિહારીને નજીકથી જોનારા પ્રસાદે કહ્યું, તેની પાસે નવા કૂકાબૂરા બોલનો સામનો કરવા માટે સારી ટેકનિક છે. 

તેણે કહ્યું, તે સારો છે, ટેકનિકલ રૂપે અમને લાગ્યું કે, વિહારીમાં ક્ષમતા છે. તેવા ઘણા અવસર રહ્યાં છે, જ્યારે ટીમની જરૂરીયાત પ્રમાણે ચેતેશ્વર પૂજારાએ પણ ઈનિંગની શરૂઆત કરી છે. ટીમને અત્યારે તેની જરૂરીયાત છે અને હું નિશ્ચિત રૂપે ખારતી છે કે, તે સફળ રહેશે. હું કહી શકુ છું કે, આ લાંબા સમય માટે સમાધાન નથી. વિહારીની જેમ પ્રસાદને પણ 1999મા આવી જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ તે બ્રેટ લીના નવા બોલનો સામનો કરવામાં અસફળ રહ્યો હતો. તેણે કહ્યું કે, વિહારીએ આ તકને અવસરના રૂપમાં લેવી જોઈએ. 

તેણે કહ્યું, મને હંમેશા લાગે છે કે, (1999ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર) મારા માટે સારી તક હતી પરંતુ હું તેમાં અસફળ રહ્યો હતો. અમને લાગે છે કે, રોહિતની તુલનામાં વિહારી વધુ સક્ષણ છે. અમને તેની ટેકનિક પર વિશ્વાસ છે કે તે લાંબા સમય સુધી ભારતીય ટેસ્ટ ટીમમાં રહેશે. મયંકને ભારત-એ માટે નિયમિત રૂપથી સારૂ પ્રદર્શન કરવાનો ફાયદો મળ્યો છે. તો છેલ્લા એક વર્ષથી સતત નિષ્ફળ જઈ રહેલા રાહુલ અને વિજયના ભવિષ્ય પર પ્રસાદે કહ્યું કે, તેના પર વિચાર કરવામાં આવશે. 

પ્રસાદે કહ્યું, અમે મયંકને તે માટે બોલાવ્યો કે, તે સારા ફોર્મમાં છે અને તેણે ભારત-એ માટે સિરીઝમાં સારૂ પ્રદર્શન કર્યું છે. હાલના ફોર્મને જોતા બંન્ને ઓપનિંગ બેટ્સમેનો ફેલ રહ્યાં છે. આ કારણે બંન્નેને બહાર કરવામાં આવ્યા છે. આ નિરાશાજનક છે. તેણે કહ્યું, મને લાગે છે કે, આગામી ટેસ્ટ સિરીઝ સાત મહિના બાદ છે તેવામાં તેના પર વિચાર કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news