PHOTOS: કપિલ શર્માના રિસેપ્શનમાં પોતાના પરિવાર સાથે જોવા મળ્યા આ કોમેડિયન

જેડબ્લ્યૂ મેરેટમાં રાખવામાં આવેલી આ પાર્ટીમાં બોલીવુડથી લઈને નાના પડદા સુધીના સિતારાઓએ હાજરી આપી હતી. 


 

 PHOTOS: કપિલ શર્માના રિસેપ્શનમાં પોતાના પરિવાર સાથે જોવા મળ્યા આ કોમેડિયન

નવી દિલ્હીઃ જાણીતા કોમેડિયન કપિલ શર્માએ આ મહિને 12 ડિસેમ્બરે ગિન્ની ચતરથની સાથે જાલંધરમાં હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. ત્યારબાદ સોમવારે કપિલ અને ગિન્નીએ ગ્લેમર ઇંડસ્ટ્રી માટે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેડબ્લ્યૂ મેરેટમાં રાખવામાં આવેલી આ પાર્ટીમાં બોલીવુડથી લઈને નાના પડદા સુધીના સિતારાઓ હાજર રહ્યાં હતા. આ સમારોહમાં ફિલ્મી દુનિયાના કલાકાર ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, સલીમ ખાન, ગુરૂ રંધાવા, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ, કરણ જોહર, કાર્તિક આર્યન, હની સિંહ, રવીના ટંડન સહિત ઘણા લોકોએ હાજરી આપી હતી. તો પ્રખ્યાત કોમેડિયન જોની લીવર, સુનીલ પાલ, કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ, કિકુ શારદા તથા ચંદન પ્રભાકર પોતાના પરિવારની સાથે સામેલ થયા હતા. જ્યારે રાજૂ શ્રીવાસ્તવ પણ પાર્ટીમાં જોવા મળ્યા હતા. 

જાલંધરમાં થયા હતા કપિલ અને ગિન્નીના લગ્ન
પોતાના લગ્નના રિસેપ્શનમાં કપિલ શર્માએ બ્લેક કરલનો કોટ પેન્ટ અને પત્ની ગિન્નીએ વ્હાઇટ કલરનું ગાઉન પહેર્યું હતું. ગિન્નીના ગળામાં સફેદ કલરના મોતિનું નેકલેસ શાનદાર લાગી રહ્યું હતું. જાલંધરમાં ગિન્નીના હોમટાઉનમાં લગ્ન કર્યા બાદ કપિલના ઘર અમૃતસરમાં એક રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા કપિલે હિંદુ વિધિ અનુસાર લગ્ન કર્યા હતા. આવો જોઈએ પાર્ટીની કેટલિક તસ્વીરો..


આ પહેલા અમૃતસરમાં કપિલ શર્મા દ્વારા આપવામાં આવેલી રિસેપ્શન પાર્ટીમાં ઇંડસ્ટ્રીની ઘણા જાણીતા લોકો પહોંચ્યા હતા. (ફોટો સાભારઃ તમામ તસ્વીરો યોગેન શાહની છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news