Kanpur Clash: કાનપુરમાં બજાર બંધ કરવાના મુદ્દે બે જુથ સામને-સામને, અનેક રાઉન્ડ ફાયરિંગ, 6ને ઇજા
ઉત્તર પ્રદેશના કાનપુરમાં બે પક્ષો વચ્ચે ટકરાવ બાદ હિંસા ભડકી હતી. બજાર બંધ લઇને બે જુથો વચ્ચે થયેલી અથડામણમાં ઘણા રાઉન્ડ ફાયરિંગ અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના બેગમગંજ પોલીસ મથકના નવા રોડની છે.
Trending Photos
Kanpur Clash: ઉત્તર પ્રદેશના કાનપુરમાં બે પક્ષો વચ્ચે ટકરાવ બાદ હિંસા ભડકી હતી. બજાર બંધ લઇને બે જુથો વચ્ચે થયેલી અથડામણમાં ઘણા રાઉન્ડ ફાયરિંગ અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના બેગમગંજ પોલીસ મથકના નવા રોડની છે.
કાનપુરના બેકનગંજ વિસ્તારમાં બપોરે લગભગ 3 વાગે હોબાળો મચી જવા પામ્યો હતો. લગભગ એક હજારથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. બંને તરફથી પથ્થરમારો થયો. કાનપુરનો આ વિસ્તારમાં મિશ્ર વસ્તી રહે છે. ઘણા લોકો પથ્થરમારામાં ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની શરૂઆત એક સામાજિક સંસ્થાના મુસ્લિમ વિસ્તારમાં બંધના એલાનથી થઇ હતી. શુક્રવારની નમાજના લીધે પરેડ ચોક પર હજારો લોકો એકઠા થયા હતા. જોકે ભાજપના પ્રવક્તા નૂપુર શર્માના ટીવી ડિબેટ દરમિયાન પૈંગબર મોહમંદ સાહેબ ટિપ્પણી કરતાં મુસ્લિમ સમાજ નારા હતા. મુસ્લિમ વિસ્તારમાં બજાર બંધનું આહવાન નેતા હયાત જફર હાશ્મીએ કર્યું હતું.
અત્યારે લોકો રસ્તા પર છુટોછવાયો પથ્થરમારો કરી રહ્યા છે. પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે. શંકાના આધારે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. વેપારીઓએ જાતે જ બજાર બંધ કર્યું છે. હાલ કાનપુરમાં તણાવનો માહોલ છે. આ બબાલ ત્યારે થઇ જ્યારે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ આગમનને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પીએમ રાષ્ટ્રપતિની સાથે શહેરથી લગભગ 70 કિમી દૂર એક કાર્યક્રમમાં હજાર છે.
પથ્થરમારો થયો ત્યારે લોકો બજારમાં હાજર હતા. એટલા માટે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઇ હતી. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે લગભગ 12 પોલીસમથકની ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ. પોલીસે લાઠીચાર્જ કર્યો. ત્યારબાદ લોકોને વેરવિખેર્યા. આ ઘટનામાં સંજય શુક્લા, ઉત્તર ગૌડ, મંજીત યાદવ, રાહુલ ત્રિવેદી, અમર બાથમ ઇજાગ્રસ્ત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે