Monsoon Temple: કાનપુરનું આ મંદિર કરે છે હવામાનની સચોટ ભવિષ્યવાણી, જણાવે છે કેવું રહેશે ચોમાસું

jagannath temple predict monsoon: આ મંદિર કાનપુર શહેરથી લગભગ 50 કિમી દૂર ઘાટમપુરના બેહટા બુઝર્ગ ગામમાં આવેલું છે. આ મંદિર દેશના અતિ પ્રાચીન મંદિરોમાંનું એક છે. તે ગોળાકાર ગુંબજ અને સાંચી સ્તૂપના આકારમાં બનેલું છે. આ જગન્નાથ મંદિર સમગ્ર ભારતમાં અનન્ય છે.

Monsoon Temple: કાનપુરનું આ મંદિર કરે છે હવામાનની સચોટ ભવિષ્યવાણી, જણાવે છે કેવું રહેશે ચોમાસું

Unique Temple: ઉત્તર પ્રદેશનું કાનપુર મહાનગર દેશ અને દુનિયામાં તેના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ માટે જાણીતું છે. અહીં એવી ઘણી હેરિટેજ છે જે હજુ પણ રહસ્યમય છે. આમાંનું એક છે કાનપુરનું જગન્નાથ મંદિર. તેને મોનસૂન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશમાં ચોમાસાના આગમન પહેલા જ તે ચોમાસાના આગમનના સંકેતો આપે છે. આ સાથે આ વખતે ચોમાસું કેવું રહેશે, તેના પથ્થર પરના ટીપા પણ જણાવે છે.

શું પત્થરો પણ આગાહી કરી શકે છે? તમને કહેવું અને સાંભળવામાં અજીબ લાગતું હશે, પરંતુ તે સાચું છે. કાનપુરના જગન્નાથ મંદિરની ઉપર લાગેલા પથ્થરો હવામાનની આગાહી કરે છે. ચોમાસાની શરૂઆત પહેલા જ પથ્થર પર પાણીના ટીપા ટપકવા લાગે છે. જો પાણીના ટીપાં નાના હોય, તો તેનો અર્થ એ કે આ વખતે વરસાદ ઓછો પડશે. બીજી તરફ જો આ ટીપાં મોટા અને જાડા હોય તો તે સારા ચોમાસાનો સંકેત આપે છે.

મંદિર આપે છે મોનસૂનના સંકેત
આ મંદિર કાનપુર શહેરથી લગભગ 50 કિમી દૂર ઘાટમપુરના બેહટા બુઝર્ગ ગામમાં આવેલું છે. આ મંદિર દેશના અતિ પ્રાચીન મંદિરોમાંનું એક છે. તે ગોળાકાર ગુંબજ અને સાંચી સ્તૂપના આકારમાં બનેલું છે. આ જગન્નાથ મંદિર સમગ્ર ભારતમાં અનન્ય છે. ભગવાન જગન્નાથજી અહીં બિરાજમાન છે. આ મંદિરના ભગવાનની મૂર્તિની ઉપરની છતમાં ચમત્કારિક પથ્થરો છે જે ચોમાસાના આગમનની સચોટ આગાહી કરે છે.

આ વર્ષે કેવી રીતેઅને કેટલો વરસાદ પડશે
મંદિરના મહંત કેપી શુક્લાએ જણાવ્યું કે તે ભારતના પ્રાચીન મંદિરોમાંથી એક છે. આ ભગવાન જગન્નાથનું દિવ્ય અને અલૌકિક મંદિર છે. અહીં છત પરનો પથ્થર હવામાનની સચોટ આગાહી કરે છે. જેના કારણે તેને મોનસૂન ટેમ્પલ પણ કહેવામાં આવે છે. આ વિશેષતાને કારણે, ભારત અને વિદેશના ઘણા વૈજ્ઞાનિકો અહીં સંશોધન કરવા આવ્યા હતા, પરંતુ તેઓ મંદિરના પથ્થર પર પાણીના ટીપાને શોધી શક્યા ન હતા.

તેમણે કહ્યું કે મંદિરના પથ્થર પર પડતા પાણીના ટીપા ચોમાસાના આગમનનો સંકેત આપે છે. ટીપાંનું કદ કહે છે કે આ વખતે વરસાદ કેવો પડશે. આ વખતે પાણીના નાના ટીપાં દેખાઈ રહ્યા છે જે આ વર્ષે ઓછો વરસાદ સૂચવે છે.

પ્રવાસનનો ગઢ : એક બે નહીં ગુજરાતના આ જિલ્લોમાં ફરવાલાયક છે 10 પોપ્યુલર સ્થળો
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news