વાયરલ VIDEO: વિકાસ દુબેનું રાજકીય કનેક્શન, ભાજપના MLAએ આરોપો ફગાવ્યાં
Trending Photos
કાનપુર: ઉત્તર પ્રદેશમાં કાનપુર એન્કાઉન્ટર (Kanpur Encounter Case) મામલે એક મોટો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી વિકાસ દુબે (Vikas Dube) નો 3 વર્ષ જૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 2017નો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં પોલીસ વિકાસ દુબેની પૂછપરછ કરી રહી છે. જેમાં વિકાસ દુબેએ બે ધારાસભ્ય સહિત અનેક નેતાઓના નામ લીધા છે. જે તેની મદદ કરે છે. આ ધારાસભ્યોના નામ ભગવતી સાગર અને અભિજીત સિંહ સાંગા છે. આ બંને ભાજપના ધારાસભ્યો છે.
#VikasDubey का 2017 का वीडियो !@Uppolice @DMKanpur @igrangekanpur @kanpurnagarpol @CMOfficeUP pic.twitter.com/S2UUfU8tGz
— ZEE HINDUSTAN (@Zee_Hindustan) July 6, 2020
અહીં અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ZEE NEWS આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. વિકાસનો દાવો છે કે સ્થાનિક ધારાસભ્ય અને બ્લોક પ્રમુખ તેના માટે પૈરવી કરતા હતાં. 2017માં એસટીએફએ વિકાસ દુબેની ધરપકડ કરી હતી. કહેવાય છે કે વિકાસ દુબેએ પૂછપરછ વખતે વિધાયક સહિત અનેક લોકોના નામ લીધા હતાં. શક્ય છે કે આ વીડિયો તે સમયનો છે.
ભાજપના ધારાસભ્યે પોતાના પર લગાવેલા આરોપ ફગાવ્યા
ભાજપના ધારાસભ્ય ભગવતી સાગરે વિકાસના વાયરલ વીડિયો પર સ્પષ્ટતા કરી છે. ભાજપના ધારાસભ્ય ભગવતી સાગરે કહ્યું કે મેં વિકાસ દુબેની ક્યારેય ભલામણ કરી નથી. વિકાસ દુબે પોતાના બચાવમાં કઈ પણ કહી શકે છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે કાનપુર પોલીસકર્મીઓ પર હુમલાના મામલે એસએસપીએ 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ થનારામાં એસઆઈ કુંવરપાલ, કૃષ્ણકાંત શર્મા અને સિપાઈ રાજીવ સામેલ છે. આ ત્રણેય ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત હતાં. ત્રણેયની કોલ ડિટેલ્સમાં વિકાસ દુબે સાથે વાતચીત સામે આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે