હવે હાઉસ વાઇફને મળશે સેલરી, આ પાર્ટીએ આપ્યું વચન

અભિનેતાથી રાજનેતા બનેલા કમલ હસન (Kamal Haasan)ની પાર્ટીએ મોટી જાહેરાત કરી છે. કમલ હાસનને આશ્વાસન આપ્યું છે કે જો તેમની પાર્ટી મક્કલ નિધિ મય્યમ (MNM) 2021માં તમિલનાડુ વિધાનસભા ચૂંટણી (Tamil Nadu Legislative Assembly Election 2021)માં જીત પ્રાપ્ત કરી સત્તામાં આવે છે તો હાઉસ વાઇફને ઘરના કામકાજ માટે 'ચૂકવણી' કરવામાં આવશે. સાથે જ ઘરોમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા અને ખેડૂતોને કૃષિ આધારિત ઉદ્યોગો દ્વારા ઉદ્યમી બનાવવામાં આવશે.    
હવે હાઉસ વાઇફને મળશે સેલરી, આ પાર્ટીએ આપ્યું વચન

કાંચીપુરમ: અભિનેતાથી રાજનેતા બનેલા કમલ હસન (Kamal Haasan)ની પાર્ટીએ મોટી જાહેરાત કરી છે. કમલ હાસનને આશ્વાસન આપ્યું છે કે જો તેમની પાર્ટી મક્કલ નિધિ મય્યમ (MNM) 2021માં તમિલનાડુ વિધાનસભા ચૂંટણી (Tamil Nadu Legislative Assembly Election 2021)માં જીત પ્રાપ્ત કરી સત્તામાં આવે છે તો હાઉસ વાઇફને ઘરના કામકાજ માટે 'ચૂકવણી' કરવામાં આવશે. સાથે જ ઘરોમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા અને ખેડૂતોને કૃષિ આધારિત ઉદ્યોગો દ્વારા ઉદ્યમી બનાવવામાં આવશે.    

ગરીબને લાવશે 'સમૃદ્ધિ રેખા' પર 
પાર્ટીના સાત પોઇન્ટવાળા 'શાસન અને આર્થિક એજન્ડા' જાહેર કરતાં કમલ હાસને કહ્યું કે ગરીબી રેખાથી નીચેના લોકોને 'સમૃદ્ધિ રેખા'માં લાવવામાં આવશે. પાર્ટીના એજન્ડામાં કહેવામાં આવ્યું છે, 'ગૃહણિઓને ચૂકવણી દ્વારા તેમના દ્વારા કરવામાં આવેલા કામોની ઓળખ આપવામાં આવશે, કારણ કે તેમના કામને અત્યાર સુધી ઓળખ આપવામાં આવી નથી અને ના તો ચૂકવણી કરવામાં આવી છે. મહિલાઓનું સન્માન વધારવામાં આવશે.

અન્ના દ્રમુક અથવા દ્રમુક સાથે ગઠબંધન નહી
કમલ હાસન (Kamal Haasan) એ પાર્ટીના એજન્ડાને ચેન્નઇના નજીક સ્થિત મંદિરો માટે પ્રસિદ્ધ કસ્બા કાંચીપુરમમાં જાહેર કર્યો. આ દરમિયાન પૂર્વ આઇએએસ અધિકારી સંતોશ બાબૂ પણ હાજર હતા. બાબૂએ તાજેતરમાં જ એમએનએમમાં જોડાયા છે. પત્રકારોના પ્રશ્નોના જવાબમાં કમલ હાસને કહ્યું કે મહિલાઓને ચૂકવણી કરી સંભવ છે. કમલ હાસને કહ્યું કે ભ્રષ્ટાચાર વિના રાજ્ય સમૃદ્ધ બની શકે છે. તેમણે એક પ્રશ્નના જવાબમાં સત્તારૂઢ અન્ના દ્રમુક (AIADMK) અથવ દ્રમુક (DMK) સાથે ગઠબંધન કરવાની ના પાડી દીધી. 

તમને જણાવી દઇએ કે આગામી વિધાનસભા ચૂંટણી (Tamil Nadu Assembly Elections 2021) એપ્રિલ-મે મહિનામાં સંભવિત છે. જોકે એમએનએમ, અન્નાદ્રમુક અને દ્રમુકએ મતદારોના દિલ જીતવા માટે અભિયાન અત્યારથી શરૂ કરી દીધા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news