તાંત્રિકોની દેવી : 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ, મૂર્તિ નહીં દેવીના યૌનીની થાય છે પૂજા
Kamakhya Devi: કામાખ્યા દેવી મંદિર 52 શક્તિપીઠોમાંથી એક છે, અહીં માતા સતીની યોનિ પડી હતી, જેનાથી થઈ હતી એક મૂર્તિની ઉત્પત્તિ. માતાની આ પ્રતિમા દર વર્ષે થાય છે રજસ્વલા અને તે સમયે આ મંદિર સહિત ગુવાહાટીના દરેક મંદિર તથા શુભ કાર્ય હોય છે બંધ.
Trending Photos
kamakhya devi mandir: તાંત્રિકોની દેવી કામાખ્યા દેવીની પૂજા ભગવાન શિવનાં નવવધુ રૂપમાં કરાય છે કે જે મુક્તિને સ્વીકાર કરે છે અને તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. કાળી અને ત્રિપુર સુંદરી દેવી બાદ કામાખ્યા માતા તાંત્રિકોની સૌથી મહત્વની દેવી છે. મંદિરનાં ગર્ભગૃહમાં કોઈ પ્રતિમા સ્થાપિત નથી કરાઈ. તેના સ્થાને એક સમતળ ખડકની વચ્ચે બનેલું વિભાજન દેવીની યોનિને દર્શાવે છે. એક પ્રાકૃતિક ઝરણાનાં કારણે આ જગ્યા કાયમ ભીની રહે છે. આ ઝરણાના જળને ખૂબ જ અસરકારક તથા શક્તિશાળી ગણાય છે. એવી માન્યતા છે કે આ જળનાં નિયમિત સેવાનથી બીમારીઓ દૂર થાય છે.
રજસ્વલા દેવી સમગ્ર ભારતમાં રજસ્વલા એટલે કે માસિક ધર્મને અશુદ્ધ ગણાય છે. છોકરીઓને તે દરમિયાન સામાન્યતઃ અછૂત સમજવામાં આવે છે, પરંતુ કામાખ્યાની બાબતમાં એવું નથી. દર વર્ષે અમ્બુબાચી મેળા દરમિયાન નજીકની નદી બ્રહ્મપુત્રાનું પાણી ત્રણ દિવસ માટે લાલ થઈ જાય છે. પાણીનો આ રંગ કામાખ્યા દેવીનાં માસિક ધર્મનાં કારણે થાય છે. ત્રણ દિવસ બાદ શ્રદ્ધાળુઓની ભીડ મંદિરમાં ઉમટી પડે છે. સૌ દેવીનાં માસિક ધર્મનાં ભીના વસ્ત્રને પ્રસાદ તરીકે લેવા પહોંચે છે.
અમ્બુબાસી કે અમ્બુબાચી મેળાને અમેતી તેમજ તાંત્રિક જનન ક્ષમતાનાં પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમ્બુબાચી શબ્દની ઉત્પત્તિ ‘અમ્બુ' અને ‘બાચી' શબ્દથી થઈ છે. અમ્બુનો અર્થ હોય છે પાણી, જ્યારે બાચીનો અર્થ હોય છે ઉત્ફુલ્લન. આ પર્વ સ્ત્રી શક્તિ તેમજ તેની જનન ક્ષમતાને ગૌરાન્વિત કરે છે. આ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે કે જેથી તેને પૂર્વનો મહાકુંભ પણ કહેવામાં આવે છે.
તંત્ર સિદ્ધિ અને તંત્ર વિદ્યાનું સ્થળ સામાન્યતઃ એમ વિચારવામાં આવે છે કે તંત્ર વિદ્યા અને કાળી શક્તિઓનો કાળ વીતી ચુક્યો છે, પરંતુ કામાખ્યામાં આજે પણ આ જીવન શૈલીનો ભાગ છે. અમ્બુબાચી મેળા દરમિયાન તેને સહેજે જોઈ પણ શકાય છે. આ સમયે શક્તિ તાંત્રિકની દૃષ્ટિએ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. શક્તિ તાંત્રિક એવા સમયમાં એકાંતવાસમાંથી બાર આવે છે અને પોતાની શક્તિઓનું પ્રદર્શન કરે છે. આ દરમિયાન તેવા લોકોને વરદાન અર્પિત કરવાની સાથે-સાથે જરૂરિયાતમંદોની મદદ પણ કરે છે.
એક તરફ મુખ્ય મંદિર કામાખ્યા માતાને સમર્પિત છે, બીજી બાજુ અહીં મંદિરોનું એક સંકુલ પણ છે કે જે દસ મહાવિદ્યાને સમર્પિત છે. આ મહાવિદ્યાઓ છે માતંગી, કામાલા, ભૈરવી, કાળી, ધૂમાવતિ, ત્રિપુર સુંદરી, તારા, બગલામુખી, છિન્નમસ્તા અને ભુવનેશ્વરી. તેથી આ સ્થાન તંત્ર વિદ્યા અને કાળા જાદૂ માટે વધુ મહત્વનું બની જાય છે. એવી માન્યતા છે કે આ સ્થાન પ્રાચીન ખાસી હતું કે જ્યાં બલિ આપવામાં આવતી હતી.
કામાખ્યા મંદિર એક એવી જગ્યા છે કે જ્યાં અંધવિશ્વાસ અને વાસ્તવિકતા વચ્ચેની પાતળી રેખા પોતાનો અસ્તિત્વ ગુમાવી બેસે છે એટલે કે અહીં જાદુ, આસ્થા અને અંધવિશ્વાસનો અસ્તિત્વ એક સાથે જોવા મળે છે. પણ એ રહસ્ય આજે પણ અકબંધ છે કે આખરે બ્રહ્મપુત્રાનું પાણી 3 દિવસ લાલ કેવી રીતે થાય છે. તેને માતા કામખ્યાનો સાક્ષાત્કાર જ માની શકાય. કેમ કે આ દુનિયામાં આજે પણ કેટલીક બાબાતો વિજ્ઞાનથી ઉપર માત્ર ને માત્ર શ્રધ્ધા પર આધાર રાખે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે