EXCLUSIVE- મારા પર કોઇનું દબાણ નથી, અશોક ગેહલોત સાથે સારા સંબંધ- કલરાજ મિશ્ર

રાજસ્થાન્ના રાજકીય ઘટનાક્રમ વચ્ચે રાજ્યપાલ કલરાજ મિશ્રએ Zee Newsના એડિટર-ઇન-ચીફ સુધીર ચૌધરી સાથે ખાસ વાતચીત કહ્યું કે મારા પર કોઇનું દબાણ નથી. મારા માટે સંવિધાન સૌથી ઉપર છે.

EXCLUSIVE- મારા પર કોઇનું દબાણ નથી, અશોક ગેહલોત સાથે સારા સંબંધ- કલરાજ મિશ્ર

નવી દિલ્હી: રાજસ્થાન્ના રાજકીય ઘટનાક્રમ વચ્ચે રાજ્યપાલ કલરાજ મિશ્રએ Zee Newsના એડિટર-ઇન-ચીફ સુધીર ચૌધરી સાથે ખાસ વાતચીત કહ્યું કે મારા પર કોઇનું દબાણ નથી. મારા માટે સંવિધાન સૌથી ઉપર છે. કોંગ્રેસ તરફથી જલદી વિધાનસભા સત્ર બોલાવવાની માંગ દરમિયાન ગત થોડા દિવસો પહેલાં જ્યારે રાજભવનમાં કોંગ્રેસ ધારાસભ્યોએ પ્રદર્શન કર્યું, તેના પર તેમણે કહ્યું કે સંવૈધાનિક પદો પર બેસેલા લોકોનું પ્રદર્શન યોગ્ય નથી. 

વિધાનસભા સત્રને જલદી બોલાવવાની કોંગ્રેસની માંગ પર તેમણે કહ્યું કે હું સંવિધાનના અનુરૂપ કામ કર્યું. મેં તેમને પૂછ્યું કે અલ્પ નોટિસની માંગ પર જલદી વિધાનસભા કેમ બોલાવવા માંગે છે? તેમનો એજન્ડા શું છે? પરંતુ મુખ્યમંત્રીએ જ્યારે પત્ર મોકલ્યો તો અમારી અપેક્ષા હતી કે અમારી પાસે જે પ્રસ્તાવ આવશે તેમાં વિશ્વાસ મતની વાત થશે. કારણ નહી જણાવવામાં આવ્યું કે વિધાનસભા સત્ર કેમ બોલાવવામાં આવે. મૂળ જોગવાઇના પરથી હટીને કામ ન કરી શકે. સંવિધાનના અનુરૂપ ઓછામાં ઓછા 21 દિવસની નોટીસ પર સત્ર બોલાવવાની જોગવાઇ છે. એટલા માટે 31 જુલાઇ બાદ 14 ઓગસ્ટને સત્ર બોલાવવા માટે સરકારે આગ્રહ કર્યો તો અમે સ્વિકાર કરી લીધો. 

કલરાજ મિશ્રે કહ્યું કે મેં પણ સંવિધાન વાંચ્યું છે. એવી પરિસ્થિતિમાં મને લાગે છે મારે મારા અધિકારોનો ઉપયોગ કરવો જોઇએ. આ પરિસ્થિતિઓ છતાં જ્યારે સત્ર આહૂત કરવાનો પ્રસ્તાવ આપ્યો તો કોરોના સંકટ કારણ બતાવવામાં આવ્યું. એજન્ડા મળ્યો નથી કે વિશ્વાસ મત પ્રાપ્ત કરવો જોઇએ. જોક તે કહે છે કે વિશ્વાસ મત પ્રાપ્ત કરવા માંગે છે તો બે ત્રણ દિવસમાં સત્રને આહૂત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી શકતી હતી પરંતુ તેમને આજ સુધી આમ કર્યું નહી. એવામાં જ્યારે સામાન્ય રીતે સંદનને આહૂત કરવાનો પ્રસ્તાવ છે તો તે મુજબ 21 દિવસની નોટીસ આપીને બોલાવી શકે છે. જોકે સંવૈધાનિક પ્રક્રિયાનું પાલન કર્યું અને અનુરૂપ 14 ઓગસ્ટને સદનને બોલાવવાની પ્રસ્તાવ મંજૂર કર્યો. સંવિધાનની મૂળ જોગવાઇથી અલગ હટીને કામ કરી ન શકાય.

હોટલથી ચાલી રહી સરકાર
કલરાજ મિશ્રાએ કહ્યું કે હાલના રાજકીય ગરિરોધ વચ્ચે સચિન પાયલટ જૂથ સાથે કોઇને સંપર્ક નથી.મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મારા સારા સંબંધ છે. સંવિધાનની કલમને વિપરિત કોઇ કામ કર્યું નથી. ગેહલોત સરકારે નિર્ણય કર્યો છે કે જ્યાં 14 ઓગસ્ટથી વિધાનસભા સતર શરૂ ન થાય ત્યાં સુધી તમામ ધારાસભ્ય હોટલમાં રોકાશે, શું કોરોના કાળને ધ્યાનમાં રાખ્તાં તેનાથી સરકારના કામકાજ પર સવાલ ઉભા નથી થતા? આ પ્રશ્નના જવાબમાં રાજ્યપાલે કહ્યું કે કોરોનાને લઇને પીએમ મોદી સાથે વાત કરી. મુખ્યમંત્રી સંવેનશીલ છે. તેમણે કોરોનાને રોકવા માટે મહત્વપૂર્ણ કામ કર્યું. અત્યારે પણ કરી રહ્યા છે પરંતુ લોકોને લાગે છે કે સરકારથી હોટલથી ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news