મોદી સરકાર 3.0 માં કેન્દ્રીય મંત્રી બન્યા જેપી નડ્ડા, હવે કોણ હશે BJP ના આગામી અધ્યક્ષ?

BJP President JP Nadda: ભાજપન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મોદી સરકાર 3.0 માં પરત લેવામાં આવ્યા છે. આમ પણ ભાજપ અધ્યક્ષ પદ પર તેમનું વિસ્તારિત કાર્યાકાળ આ મહિનાના અંત સુધી સમાપ્ત થવાનો છે. રાજકીય જગતમાં મોટો પ્રશ્ન છે કે ભાજપના આગામી અધ્યક્ષ કોણ બનશે? 

મોદી સરકાર 3.0 માં કેન્દ્રીય મંત્રી બન્યા જેપી નડ્ડા, હવે કોણ હશે BJP ના આગામી અધ્યક્ષ?

Who Will Be BJP President: લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો બાદ રવિવારે સાંજે કેન્દ્રમાં સતત ત્રીજીવાર એનડીએ સરકારની રચના કરવામાં આવી છે. એનડીએ સંસદીય દળના નેતા નરેંદ્ર મોદીએ ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા. તેમની સાથે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યા. આ દરમ્યિઆન મંત્રી પદ અને ગોપનીયતાની શપથ લેનારાઓમાં ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા  (JP Nadda) પણ સામેલ હતા. 

વર્ષ 2020 થી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં જેપી નડ્ડા મંત્રીપરિષદના સભ્ય રહી ચૂક્યા છે. તેમને કેન્દ્રીય સ્વાસ્થ્યા મંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે જેપી નડ્ડા 2012 માં જ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. મોદી સરકાર બન્યા બાદ વર્ષ 2014 માં અમિત શાહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. તેમણે જેપી નડ્ડાને સંસદીય બોર્ડમાં સામેલ કર્યા હતા. વર્ષ 2019 માં અમિત શાહ ગૃહમંત્રી બન્યા જેપી નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. 

જૂન 2024 માં ખતમ થશે જેપી નડ્ડાનું એક્સટેંડેટ કાર્યાકાળ
તેના એક વર્ષ બાદ 2020 માં અધ્યક્ષના રૂપમાં તેમની તાજપોશી કરવામાં આવી હતી. ભાજપના સંવિધાન અનુસાર અધ્યક્ષનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે. આ સાથે જ એક અધ્યક્ષને સતત બે કાર્યકાળ મળી શકે છે. તેમછતાં જેપી નડ્ડાને 2023 માં લોકસભા ચૂંટણીની તૈયારી કરવા માટે માત્ર એક વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો હતો. આ એક્સટેન્શન જૂન 2024માં જ સમાપ્ત થવા જઈ રહ્યું છે. તેથી હવે તેમને મોદી સરકારમાં ફરી મંત્રી બનાવવામાં આવ્યા છે.

2014 બાદ ભાજપ સંગઠન અને સરકારના ચોંકાવનારા નિર્ણય
જેપી નડ્ડાની સરકારમાં વાપસી બાદ એ નક્કી થઇ ગયું છે કે જલદી જ ભાજપને આગામી અધ્યક્ષ મળી શકે છે. હવે ભાજપ અધ્યક્ષ પદ માટે સંભવિતોના નામોને લઇને અટકળો તેજ થઇ ગઇ છે. જોકે 2014 પછી મોટાભાગે ભાજપ સંગઠન અને સરકારના નિર્ણયો લોકો માટે આશ્ચર્યજનક રહ્યા છે. સંભવ છે કે સંગઠને ભાજપના નવા પ્રમુખ પદ અંગે મન બનાવી લીધું હોય અને નામ પણ ફાઈનલ કરી દીધું હોય, પરંતુ હજુ પણ અટકળોનું બજાર ગરમાયું છે.

ઘણા સંભવિત નેતાઓએ જેપી નડ્ડા સાથે જ લીધા મંત્રી પદના શપથ
સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે નવા બીજેપી અધ્યક્ષના નામને લઈને હંગામો શરૂ થયો ત્યારે ગઈકાલ સુધી જે નામો સામે આવી રહ્યા હતા તેમાં ભૂપેન્દ્ર યાદવ, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ અને ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ થાય છે. પરંતુ તમામે જેપી નડ્ડા સાથે મોદી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા છે. તેથી, આ તમામ નામો હવે રેસમાંથી બહાર છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય અધ્યક્ષ માટેના નવા નામની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news