T20 World cup 2024: ટીમ ઈંડિયા માટે હીરો સાબિત થયા આ 2 ખેલાડી, પાકિસ્તાન સામે મેચ જ નહીં કરોડો ભારતીયોનું દિલ પણ જીત્યું
T20 World cup 2024: પાકિસ્તાન વિરુદ્ધ મેચ જીતીને ભારતીય ટીમ ગ્રુપ એના પોઇન્ટ ટેબલમાં ચાર અંક થી ટોપ પર આવી ગઈ છે. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સતત બીજી વખત હાર્યું છે. ભારત સામે મેચ હારીને પાકિસ્તાન વર્લ્ડ કપની રેસથી બહાર આવવાની નજીક પહોંચી ગયું છે.
Trending Photos
T20 World cup 2024: રવિવારે રમાયેલા ટી20 વર્લ્ડ કપ 2024 ના મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રને હરાવ્યું. ટીમ ઇન્ડિયાની ટી 20 વર્લ્ડ કપમાં આ બીજી જીત હતી. ભારતીય ટીમ એ પાકિસ્તાન પહેલા આયર્લેન્ડને આઠ વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાન વિરુદ્ધ મેચ જીતીને ભારતીય ટીમ ગ્રુપ એના પોઇન્ટ ટેબલમાં ચાર અંક થી ટોપ પર આવી ગઈ છે. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સતત બીજી વખત હાર્યું છે. ભારત સામે મેચ હારીને પાકિસ્તાન વર્લ્ડ કપની રેસથી બહાર આવવાની નજીક પહોંચી ગયું છે. ભારત પહેલા પાકિસ્તાનને યુએસએ ની ટીમે સુપર ઓવરમાં હરાવ્યું હતું.
પાકિસ્તાન સામે આ લો સ્કોરિંગ મેચમાં ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી અને 19 ઓવરમાં 119 રન કરીને જ અલાઉટ થઈ ગઈ હતી. જેના કારણે લાગી રહ્યું હતું કે પાકિસ્તાન સરળતાથી આ મેચ જીતી લેશે. પરંતુ બોલિંગમાં ભારતીય ટીમ એ બાજી મારી અને છ રનથી આ મેચ જીતી ગઈ. પાકિસ્તાન વિરુદ્ધ આ મેચ જીતવામાં 2 ખેલાડીનો મહત્વનો રોલ રહ્યો. આ ખેલાડીઓમાંથી એક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે.
પાકિસ્તાન સામેની આ મેચમાં હાર્દિક પંડ્યા એ દેખાડી દીધું કે ભારતનો તે બેસ્ટ ક્રિકેટર શા માટે કહેવાય છે. પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં હાર્દિક પંડ્યા એ ઘાતક બોલીંગ કરી 4 ઓવરમાં 24 રન આપ્યા અને બે વિકેટ લીધી હતી. મેચમાં હાર્દિક પંડ્યા એ ફખર જમા અને સાદાબ ખાન જેને પાકિસ્તાનના ખતરનાક બેટ્સમેન કહેવાય છે તેની વિકેટ લીધી હતી.
હાર્દિક પંડ્યાનો સાથ બોલર જસપ્રિત બુમરાહે સારી રીતે નિભાવ્યો. ભારતીય બોલરોએ પાકિસ્તાનની ટીમને 113 રને જ અટકાવી દીધી. જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં 14 રન આપી 3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહની ધુઆંધાર બોલિંગના કારણે ભારતની ટીમ પાકિસ્તાનની સામે મેચ જીતી ગઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે