PF ઉપાડવાની ભૂલ ના કરતા, હવે EPFO માં મળશે મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજાર જેવું તગડું રિટર્ન!

EPFO: નાણા મંત્રાલયે વ્યાજ દરમાં વધારાને મંજૂરી આપી, ગયા વર્ષે 8.15 ટકા વ્યાદ ચુકવવામાં આવ્યું હતું. આ વખતે વ્યાજદરોમાં કરવામાં આવ્યો છે ધરખમ વધારો...

PF ઉપાડવાની ભૂલ ના કરતા, હવે EPFO માં મળશે મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજાર જેવું તગડું રિટર્ન!

EPFO LATEST UPDATE: EPFO ના 7 કરોડ સભ્યો માટે ખુશખબર...બજેટથી પહેલા લગભગ સાત કરોડ ઈપીએફઓ સભ્ય માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે કરી મોટી જાહેરાત. નાણા મંત્રાલયે જણાવ્યું છેકે, કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફઓ) ડિપોઝીટ માટે વ્યાજ વધારાને મંજૂરી આપી છે. નાણા મંત્રાલયે વ્યાજ દરમાં વધારાને મંજૂરી આપી ગયા વર્ષે ૮.૧૫ ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. આ વખતે 2023-24 માટે EPFO માં જમા રકમ પર 8.25 ટકા વ્યાજ મળશે.

ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં કર્મચારી 1 ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)એ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે વ્યાજ દર વધારી ૮.૨૫ ટકા કરવાની જાહેરાત કરી હતી. ગવે નાણા મંત્રાલયે આ જાહેરાતને મંજૂરી આપી દીધી છે.

ઇપીએફઓએ ગયા વર્ષના ૮.૧૫ ટકાના વ્યાજ દરને ૨૦૨૩-૨૪ માટે - વધારી ૮.૨૫ ટકા કરી દીધો છે. ઇપીએફઓએ એક્સ પર જણાવ્યું છે કે ઇપીએફ સભ્યો માટે ૨૦૨૩-૨૪ માટે ૮.૨૫ ટકાના વ્યાજ દરને સરકારે દ્વારા મે, ૨૦૨૪માં નોટીફાઈ કરી દેવામાં આવ્યું છે. હવે ફક્ત કર્મચારીઓના પીએફ એકાઉન્ટમાં વ્યાજ ક્રેડિટ થવાનું બાકી છે. ઇપીએફઓની ઉચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી)એ ફેબ્રુઆરીમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માર્ટે પીએફ પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી હતી. પીએફ વ્યાજ દરને ૮.૧૫ ટકાથી વધારી ૮.૨૫ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

સીબીટીનો નિર્ણય પછી ૨૦૨૩-૨૪ માટે ઇપીએફની જમા રકમ પર નક્કી કરાયેલા વ્યાજ દરને મંજૂરી માટે નાણા મંત્રાલયની પાસે મોકલવામાં આવ્યો હતો. જેને હવે મંજરી આપી દેવામાં આવી છે. ગયા વર્ષે ૨૮ માર્ચે ઇપીએફઓએ ૨૦૨૨-૨૩ માટે કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ) ખાતાઓ માટે ૮.૧૫ ટકાના વ્યાજ દરની જાહેરાત કરી હતી. જ્યારે ઈપીએફઓએ ૨૦૨૧-૨૨માં ૮.૧૦ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news