JNU હિંસામાં આવ્યું આઇશી ઘોષનું નામ, કહ્યું- અમે પોલીસથી ડરતા નથી, કારણ કે...

જેએનયૂ હિંસા મામલામાં દિલ્હી પોલીસે શંકાસ્પદોનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં આઇશી ઘોષ સહિત 9 છાત્રોના નામ છે. 

JNU હિંસામાં આવ્યું આઇશી ઘોષનું નામ, કહ્યું- અમે પોલીસથી ડરતા નથી, કારણ કે...

નવી દિલ્હીઃ જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં રવિવારે રાત્રે હિંસાના મામલામાં દિલ્હી પોલીસે શુક્રવારે સાંજે માસ્કધારીની તસવીરો જાહેર કરી છે. તેમાં જેએનયૂ છાત્ર સંઘની અધ્યક્ષ આઇશી ઘોષ (Aishe Ghosh) સહિત 9 છાત્રો સામેલ છે. પોતાના પર લાગેલા આરોપો પર સફાઇ આપતા જેએનયૂએસયૂ અધ્યક્ષ આઇશી ઘોષે કહ્યું કે, દિલ્હી પોલીસ પોતાની તપાસ કરી શકે છે. મારી પાસે તે દેખાડવા માટે પણ પૂરાવા છે કે મારા પર કઈ રીતે હુમલો થયો હતો. 

જેએનયૂએસયૂની અધ્યક્ષ આઇશીએ પત્રકાર પરિષદમાં કહ્યું, 'મને આ દેશના કાયદો-વ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તપાસ નિષ્પક્ષ થશે. મને ન્યાય મળશે. પરંતુ દિલ્હી પોલીસ પક્ષપાત કેમ કરી રહી છે?' મારી ફરિયાદ એફઆઈઆરના રૂપમાં દાખલ કરવામાં આવી નથી. મેં કોઈ મારપીટ કરી નથી.

પોલીસથી ડરતા નથી
લેફ્ટ સમર્થક છાત્રાએ કહ્યું, 'અમે કંઇ ખોટું કર્યું નથી. અમે દિલ્હી પોલીસથી ડરતા નથી. અમે કાયદાકીય રીતે લડશું અને અમારા આંદોલનને શાંતિ અને લોકશાહીની રીતે આગળ લઈ જશું.'

— ANI (@ANI) January 10, 2020

MHRD સકારાત્મક હસ્તક્ષેપ કરશે
તો માનવ સંશાધન વિકાસ મંત્રાલયના સચિવ અમિત ખરે સાથે મુલાકાત બાદ જેએનયૂએસયૂ અધ્યક્ષે કહ્યું, 'અમને આશ્વાસન મળ્યા છે કે આ મામલામાં માનવ સંચાલન મંત્રાલય સકારાત્મક હસ્તક્ષેપ કરશે અને ઝડપથી આ મુદ્દા પર એક પરિપત્ર જારી કરશે.'

કુલપતિને તાત્કાલિક હટાવો
છાત્રસંઘની અધ્યક્ષે કહ્યું, 'અમે એમએચઆરડી પાસે માગ કરી છે કે જેએનયૂના કુલપતિને તાત્કાલિક પદ પરથી હટાવવા જોઈએ, કારણ કે તે વિશ્વ વિદ્યાલયને ચલાવી શકતા નથી. અમારે એક નવા કુલપતિની જરૂર છે. જે ફરી મદદ કરી શકે અને કેમ્પસમાં સામાન્ય સ્થિતિ લાવવામાં મદદ કરી શકે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news