JNU હિંસાઃ હુમલાખોરોની થઈ ઓળખ, દિલ્હી પોલીસે જારી કરી 9 લોકોની તસવીરો

જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (JUN)માં છાત્રો પર હુમલો કરનાર માસ્કધારી હુમલાખોરોની ઓળખ દિલ્હી પોલીસે કરી લીધી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે દિલ્હી પોલીસે કેટલાક માસ્કધારી હુમલાખોરોની ઓળખ કરી લીધી છે. જેમાં જેએનયૂ છાત્ર સંઘની અધ્યક્ષ આઇશી ઘોષ પણ સામેલ છે. 
 

JNU હિંસાઃ હુમલાખોરોની થઈ ઓળખ, દિલ્હી પોલીસે જારી કરી 9 લોકોની તસવીરો

નવી દિલ્હીઃ જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (JUN)માં છાત્રો પર હુમલો કરનાર માસ્કધારી હુમલાખોરોની ઓળખ દિલ્હી પોલીસે કરી લીધી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે દિલ્હી પોલીસે કેટલાક માસ્કધારી હુમલાખોરોની ઓળખ કરી છે. દિલ્હી પોલીસે આ મામલામાં પત્રકાર પરિષદ યોજી છે. 

પત્રકાર પરિષદમાં શું કહ્યું દિલ્હી પોલીસે?
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જોય ટિર્કીએ કહ્યું કે, જેએનયૂ હિંસા મામલાની તપાસને લઈને ઘણા પ્રકારની ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. 1 જાન્યુઆરીથી લઈને 5 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન થવાનું હતું. પરંતુ SFI, AISA, AISF અને DSFના વિદ્યાર્થી સંગઠનોએ છાત્રોને રજીસ્ટ્રેશન કરતા રોક્યા હતા. રજીસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવી રહ્યાં હતા. ત્યારબાદ વિવાદ સત વધતો ગયો અને પાંચ જાન્યુઆરીએ પરિયાર તથા સાબરમતી હોસ્ટેલના કેટલાક રૂમમાં હુમલો કરવામાં આવ્યો હતો. 

— ANI (@ANI) January 10, 2020

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જોય ટિર્કીએ કહ્યું કે, જેએનયૂમાં હિંસા કરવા માટે વ્હોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. માસ્ક પહેરેલા લોકો જાણતા હતા કે તેને ક્યા-ક્યા રૂમમાં જવાનું છે. હિંસાના સીસીટીવી ફુટેજ મળ્યા હતા. અરંતુ અમે વાયરલ વીડિયોના માધ્યમથી આરોપીઓની ઓળખ કરી છે. તેને લઈને અમે 30-32 સાક્ષીઓ સાથે પણ વાતચીત કરી છે. 

પોલીસે હુમલાખોરોની ઓળખ કરી જાહેર
ચુનચુન કુમાર (પૂર્વ વિદ્યાર્થી), પંકજ મિશ્રા (માહી માંડવી હોસ્ટેલ), આઇશી ઘોષ (જેએનયૂએસયૂ, અધ્યક્ષ), ભાસ્કર વિજય, સુજેતા તાલુકદાર, પ્રિય રંજન, યોગેન્દ્ર ભારદ્વાજ (પીએસડી સંસ્કૃત), વિકાસ પટેલ (પીળા શર્ટમાં એમએ કોરિયર) અને સોનલ સામંતા નામના લોકોની ઓળખ કરવામાં આવી છે. 

— ANI (@ANI) January 10, 2020

દિલ્હી પોલીસે પોતાની પત્રકાર પરિષદમાં કહ્યું કે, ત્રણ જાન્યુઆરીએ સ્ટૂડન્ટ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ ફેડરેશન, ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ એસોસિએશન અને ડેમોક્રેટિક સ્ટૂડન્ટ ફેડરેશનના સભ્યો સેન્ટ્રલાઇઝ રજીસ્ટ્રેશન સિસ્ટમને રોકવા માટે બળજબરી પૂર્વક સર્વર રૂમમાં ઘુસ્યા અને કર્મચારીઓને બહાર કાઢી દીધા હતા. ત્યારબાદ સર્વરને બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ કોઈપણ રીતે સર્વરને ફરી શરૂ કરવામાં આવ્યું. 4 જાન્યુઆરીએ ફરી સર્વર ઠપ્પ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બપોરે પાછળના કાચના દરવાજાથી કેટલાક લોકો અંદર ઘુસ્યા અને તેણે સર્વર રૂમને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધું હતું. તેનાથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા રોકાઇ ગઈ હતી. આ બંન્ને મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે. 

દિલ્હી પોલીસે જણાવ્યું કે, આ શંકાસ્પદોને હજુ સુધી કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી, પરંતુ અમે જલદી પૂછપરછ શરૂ કરશું. 

મહત્વનું છે કે રવિવારે રાત્રે જેએનયૂમાં માસ્કધારી હુમલાખોરોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. જેમાં જેએનયૂ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઇશી ઘોષ સહિત ઘણા વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news