જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં આતંકીઓએ કર્યો IED વિસ્ફોટ, સેનાના 5 જવાન ઘાયલ

આ અગાઉ પુલવામામાં 14 ફેબ્રુઆરી, 2019ના રોજ જે સ્થળે આતંકી હુમલો થયો હતો તેનાથી 27 કિમી દૂર આજે ફરીથી સેનાના કાફલાને નિશાન બનાવવાનો પ્રાયસ કરાયો છે 
 

જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં આતંકીઓએ કર્યો IED વિસ્ફોટ, સેનાના 5 જવાન ઘાયલ

શ્રીનગરઃ પુલવામામાં ફરી એક વખત સેનાના કાફલાને નિશાન બનાવીને IED વિસ્ફોટ કરવામાં આવ્યો છે. સોમવારે સાંજે કરાયેલા આ વિસ્ફોટમાં સેનાના 5 જવાન ઘાયલ થયા છે. અત્યારે આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે સામ-સામો ગોળીબાર ચાલુ છે. જોકે, આતંકીઓ પોતાનો ઈરાદો પાર પાડવામાં નિષ્ફળ રહ્યા છે. 

પુલવામામાં અરીહાલ-લસ્સીપોરા રસ્તા પર સેનાની 44 RR (રાષ્ટ્રીય રાયફલ્સ)ની કેસ્પર વાનને ટાર્ગેટ કરીને એક હુમલો કરવામાં આવ્યો હતો. આ વાહન સુરંગી હુમલાનો પ્રતિકાર કરી શકે તેવું હતું. આતંકવાદીઓએ અરીહાલ-લસ્સીપોરાના રસ્તા પર ઈદગાહની નજીક જમીનમાં IED પાથર્યા હતા. 

આ આતંકવાદી હુમલામાં સેનાના 5 જવાન ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. 

હુમલાનું આ સ્થળ અગાઉ 14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાના સ્થળથી 27 કિમી દૂર આવેલું છે. ઉલ્લેખનીય છે કે, સીઆરપીએફના કાફલા પર થયેલા એ હુમલામાં સેનાના 40 જવાનના મોત થયા હતા. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news