ઝાબુઆના ખેડૂતોએ પાકિસ્તાનને આપી ઓફર, કહ્યું- 'PoK આપો, અને...'
Trending Photos
ઝાબુઆ: પાકિસ્તાન(Pakistan)માં ટામેટા આજે કોઈ કિમતી વસ્તુથી જરાય ઉતરતા નથી. અહીં ટામેટા(Tomato)ના ભાવ અને મોંઘવારી વિશે એ વાતથી જ અંદાજો લગાવી શકાય કે દુલ્હન લગ્નમાં ટામેટાના દાગીના પહેરતી જોવા મળે છે. પાકિસ્તાનમાં સામાન્ય જનતાને ટામેટા લેવા ભારે પડી ગયા છે. ક્યાંક 200 તો ક્યાંક 300 રૂપિયે કિલો ટામેટા વેચાઈ રહ્યાં છે. ઈરાનથી આયાત કરવા છતાં ટામેટાના ભાવે પાકિસ્તાનને રોવડાવી દીધા છે.
પાકિસ્તાન જે રીતે દુનિયાભરમાં આતંકના બદલે કોઈ ડીલ કરે છે તે જ રીતે હવે ભારતના ખેડૂતો(Farmers) પણ પાકિસ્તાનને ટામેટા વેચવા માટે એક ડીલ કરવા ઈચ્છે છે. ભારતના ટામેટાના ઉત્પાદક ખેડૂતો કે જેમણે પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનને ટામેટા મોકલવાનું બંધ કરી દીધુ હતું તે ઝાબુઆના ખેડૂતોએ પાકિસ્તાનને એક મસ્ત ઓફર આપી છે. તેમણે કહ્યું 'પીઓકે આપો અને સસ્તા ટામેટા લઈ લો.'
જુઓ LIVE TV
ઝાબુઆ જિલ્લાના પેટલાવદના 150થી વધુ ખેડૂતોએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ટ્વીટર અને ટપાલ દ્વારા એક સંદેશો મોકલ્યો છે. જેમાં કહેવાયું છે કે ઈમરાન ખાન પીઓકે આપો અને અમારા ટામેટા લઈ લો. એટલું જ નહીં ખેડૂતોએ પાકિસ્તાન પાસે 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલા બદલ માફીની પણ માગણી કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટ્વીટ કરી છે. ખેડૂતોનું માનવું છે કે ભારતથી ટામેટા પાકિસ્તાન જશે તો ત્યાં ટામેટાના ભાવ ઓછા થઈ જશે.
પાકિસ્તાનમાં ટામેટાના ભાવ હાલ ત્યાની સાથી મોટી સમસ્યાઓમાંથી એક છે. જનતા વધતા ભાવોથી પરેશાન છે. આવામાં ત્યાંની જનતા સતત વધી રહેલા ટામેટાના ભાવથી ખુબ નારાજ છે અને સરકાર વિરુદ્ધ થઈ ગઈ છે. આ બાજુ ઈમરાન ખાન અને પાકિસ્તાનમાં ટામેટના ભાવ પર અનેક પ્રકારના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે