JEE Main Exam 2021 હાલ મોકૂફ, કોરોનાના વધતા સંક્રમણને પગલે NTA એ લીધો નિર્ણય
દેશભરમાં જે ગતિથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં લેતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી National Testing Agency) એ JEE Main 2021 ની એપ્રિલમાં થનારી પરીક્ષા હાલ મોકૂફ રાખી છે.
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં જે ગતિથી કોરોના (Coronavirus) નું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં લેતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી National Testing Agency) એ JEE Main 2021 ની એપ્રિલમાં થનારી પરીક્ષા હાલ મોકૂફ રાખી છે.
JEE Main 2021 Exam ના બે સેશન અગાઉ ફેબ્રુઆરી અને માર્ચમાં પૂરા થઈ ચૂક્યા છે. કોરોનાના વધતા કેસ બાદ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાની માગણીને ધ્યાનમાં રાખીને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષા હાલ મોકૂફ રાખી છે.
April session for JEE (Main) 2021 has been postponed. It was scheduled for 27th, 28th & 30th April. Revised dates to be announced later & at least 15 days prior to exam: National Testing Agency (NTA)
First two sessions have already been completed in February & March#COVID19 pic.twitter.com/Yz69Ny4r0Q
— ANI (@ANI) April 18, 2021
અત્રે જણાવવાનું કે JEE Main 2021 Exam ના એપ્રિલ સેશન 27, 28 અને 30મી એપ્રિલે આયોજિત હતા. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કહ્યું કે પરીક્ષાની નવી તારીખની જાણકારી 15 દિવસ પહેલા આપી દેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે