JEE Mains Result 2019: દેશમાં ચમક્યો ઇન્દોરનો ‘ધ્રુવ’ બન્યો ઓલ ઇન્ડિયા ટોપર

JEE Mainમાં ઇન્દોર ધ્રુવ અરોરાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મધ્ય પ્રદેશનું સન્માન વધાર્યું છે. હું તેની આ સફળતા માટે અભિનંદન પાઠવું છું અને તેના ઉજ્જવલ ભવિષ્યની આશા કરુ છું.

JEE Mains Result 2019: દેશમાં ચમક્યો ઇન્દોરનો ‘ધ્રુવ’ બન્યો ઓલ ઇન્ડિયા ટોપર

નવી દિલ્હી/ ઇન્દોર: JEE Mains 2019 પરીક્ષાનું શનિવારે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશના ઇન્દોરના 12માં ધોરણમાં અભ્યા કરનાર સ્ટૂડેન્ટ ધ્રુવ અરોરા પ્રદેશની સાથે ઓલ ઇન્ડિયામાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે. ધ્રુવ દેશભરના તે 15 સ્ટૂડેન્ટ્સમાં સામેલ છે જેમણે જેઇઇ મેનમાં 100 પરસેન્ટાઇલ હાંસલ કર્યા છે. મુખ્યમંત્રી કમલનાથે આ સફળતા પર ધ્રુવને અભિનંદન પાઠવ્યા છે.

ટ્વિટર પર કમલનાથે લખ્યું કે, ‘JEE Mainમાં ઇન્દોર ધ્રુવ અરોરાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મધ્ય પ્રદેશનું સન્માન વધાર્યું છે. હું તેની આ સફળતા માટે અભિનંદન પાઠવું છું અને તેના ઉજ્જવલ ભવિષ્યની આશા કરુ છું.’

— Office Of Kamal Nath (@OfficeOfKNath) January 19, 2019

ધ્રુવે Zee Media સાથે વાત કરતા કહ્યું કે દરરોજ 5થી 6 કલાક અભ્યાસ કરતો હતો. બે વર્ષથી તૈયારી કરી રહ્યો હતો. મારા માટે મારા પપ્પા આદર્શ છે. આગળ કરિયરને લઇને સવાલ કર્યો તો ધ્રુવે કહ્યું કે તે રિસર્ચના ક્ષેત્રમાં જવા માગે છે.

15 વિદ્યાર્થીએ 100 ટકા અંક હાંસલ કર્યા
માનવ સંસાધન વિકાસ (એચઆરડી) મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે જણાવ્યું કે આ મહિનાની શરૂઆતમાં આયોજીત સંયુક્ત પ્રવેશ પરીક્ષા (મુખ્ય) માં 15 વિદ્યાર્થીઓએ 100 ટકા અંક હાંસલ કર્યા છે. જાવડેકરે ટ્વિટ કરી જણાવ્યું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ જેઇઇ (મુખ્ય)ના પરિણામોની જાહેરાત કરી હતી. જેઇઇ (મુખ્ય)ની એપ્રિલ-2019માં પરીક્ષા બાદ પરિક્ષાર્થીઓની રેંક નિકાળવામાં આવશે. તેના માટે જાન્યુઆરી અને એપ્રિલ 2019માં પરીક્ષા આપનાર દરેક પરીક્ષાર્થીઓએ એનટીએના બંને સ્કોર્સમાં સૌથી વધુ સ્કોર ધ્યાનમાં રાખવામાં આવશે.

— Prakash Javadekar (@PrakashJavdekar) January 19, 2019

મંત્રીએ ટ્વિટ કર્યું, ‘રેંકોની જાહેરાત એપ્રિલ 2019ની પરીક્ષા બાદ કરવામાં આવશે. પહેલી વખત વિદ્યાર્થીઓ પાસે તેમના પ્રદર્શનમાં સુધારો કરવાની તક છે. આ નરેન્દ્ર મોદી સરકારની વિદ્યાર્થીઓ પ્રતિ ચિંતા અને પરીક્ષાના દબાણને ઓછો કરવાનો પ્રયાસ છે.’

— Prakash Javadekar (@PrakashJavdekar) January 19, 2019

તેમણે લખ્યું કે, ડીજી એનટીએએ8 અને 12 જાન્યુઆરી વચ્ચે આયોજિત જેઇઇ મુખ્ય પરીક્ષાના પરિણામોની જાહેરાત રેકોર્ડ સમયમાં અને નિર્ધારિત સમયમાં 12 દિવસ પહેલા કરી હતી. આધુનિક ટેકનિકના ઉપયોગથી અને એનટીએ દળના અથાર્ગ ટીમ વર્કથી આ સંભવ થયું છે. હું બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું.

દિલ્હીમાં નવનીત જિંદલે 99.9990830 ટકા નંબરોની સાથે ટોપ કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news